અસંખ્ય બીમારીઓનો ઇલાજ કરી છે શકે છે આ 7 પ્રકારના ફૂલ, જાણો કઇ રીતે કરવો ઉપયોગ


Updated: June 1, 2021, 11:18 PM IST
અસંખ્ય બીમારીઓનો ઇલાજ કરી છે શકે છે આ 7 પ્રકારના ફૂલ, જાણો કઇ રીતે કરવો ઉપયોગ
Image-shutterstock.com

ભારતીય આયુર્વેદમાં વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ પહેલાથી કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક ખાસ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરી આપણે ઘણી બીમારીને ઠીક કરી શકીએ છીએ

  • Share this:
સામાન્ય રીતે આપણે ઘણા ઔષધીય છોડ અને વૃક્ષો વિશે સાંભળ્યું હોય છે. પરંતુ શું તમે જાણો છો અમુક એવા ફૂલો પણ છે, જેના દ્વારા તમે ઘણી બીમારીઓમાથી બહાર નીકળી શકો છો. ભારતીય આયુર્વેદમાં વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ પહેલાથી કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક ખાસ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરી આપણે ઘણી બીમારીને ઠીક કરી શકીએ છીએ. ફૂલો તેની સુંદરતા અને સુગંધની સાથે ઔષધીય ગુણો પણ ધરાવો છે. ઘણી પ્રકારના ફૂલોમાં ત્વચાની સમસ્યાઓ અને ઘણા ઇન્ફેક્શન પણ ઠીક કરવાની ક્ષમતા હોય છે. આપને જણાવી દઇએ કે કુંભી ફૂલ, ગુલાબ અને કેસરના ફૂલનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેનુ સેવન પાંખડીઓ કે જ્યૂસ તરીકે કરવામાં આવે છે. આવા જ ઘણા ફૂલો છે જેના ઔષધીય ગુણો ખૂબ કારગર છે.

ગુલાબ

ગુલાબના ફૂલમાં ટૈનિન, વિટામિન એ, બી અને સી હોય છે. ગુલાબના ફૂલના રસનો ઉપયોગ શરીરની ગરમી અને માથાનો દુખાવો ઘટાડવા માટે કરવામાં આવે છે. સૂકા ફૂલ ગર્ભવતી મહિલાઓને મૂત્રવર્ધક રૂપે આપવામાં આવે છે અને પાંખડીઓનો ઉપયોગ પેટની સફાઇ માટે કરવામાં આવે છે. ગુલાબની પાંખડીઓનો ઉપયોગ મુરબ્બા જેવી મીઠાઇ બનાવવામાં કરવામાં આવે છે જે ડાઇઝેશન સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. ગુલાબની પાંખડીઓથી ઉધરસ, અસ્થમાં, બ્રોન્કાઇટિસ જેવી ફેફસાની સમસ્યા અને અપચો અને પેટ ફૂલાવા જેવી સમસ્યોઓ ઠીક થઇ શકે છે. ગુલાબ જળથી આંખોમાં થતી બળતરા દૂર કરી શકાય છે. કબજિયાત ઓછી કરવા ગુલાબની ચાનું સેવન કરવું જોઇએ.

ચંપો

આ સુગંધિત ફૂલોનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં ત્વચાની સમસ્યા, ઘાવ અને અલ્સર જેવી વિભિન્ન બીમારીઓ માટે કરવામાં આવે છે. ચંપાના ફૂલનો ઉકાળો મતલી, તાવ, ચક્કર આવવા અને બ્રોન્કાઇટિસના ઇલાજમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો - આખો દિવસ થાક અને આળસ અનુભવો છો? તો વિટામિન Dની હોઈ શકે છે ઉણપજાસૂદ

જાસૂદના ફૂલની પાંખડીઓ અને પાંદડાઓ લાલ, ગુલાબી, સફેદ, પીળા અને નારંગી રંગના પણ હોય છે. જાસૂદના ફૂલનો ઉપયોગ આયુર્વેદિક ચા બનાવવામાં કરવામાં આવે છે, જે બ્લડ પ્રેશર લેવલને ઓછું કરવામાં મદદરૂપ બને છે. તે લૂઝ મોશન, પાઇલ્સ, બ્લીડિંગની સાથે સાથે વાળનું ખરવું, હાઇ બ્લડ પ્રેશર, ઉધરસમાં પણ રાહત આપે છે.

અમલતાસ

ગોલ્ડન શાવર ટ્રીમાં પીળા રંગના ફૂલ હોય છે જે તેના ઝાડ પર લટકતા દેખાય છે. તે ત્વચા રોગ, હ્યદય સંબંધિત સમસ્યાઓ, કમળો, કબજિયાત, અપચો અને કાનના દુખાવામાં ઉપયોગી છે.

કમળ

કમળ સફેદ અથવા ગુલાબી રંગના પણ હોય છે. કમળના ફૂલનો પ્રચંડ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અર્થ છે. તે તાપમાન, તરસ, ચામડીના રોગ, બળતરા, લૂઝ મોશન અને બ્રોન્કાઇટિસને ઘટાડવામાં કારગર સાબિત થાય છે.

ગુલદાઉદી

ગુલદાઉદી સુશોભિત પીળા રંગના ફૂલ હોય છે. આ ફૂલનો રસ ચક્કર આવવા, હાઇ બ્લડપ્રેશર, ફુરન્ક્યુલોસિસને ઠીક કરવામાં થાય છે. તેના પાંદડાઓથી બનેલી ગરમગરમ ચા શરીરનો દુખાવો અને તાવ ઓછો કરવામાં મદદ કરે છે. સૂજી ગયેલી આંખોને શાંત કરવા માટે તેના રસને ઠંડો કરી તેને કોટન વડે આંખો પર લગાવો. તેનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓને ઠીક કરવામાં પણ થાય છે.

જાસ્મિન

સુગંધિત સફેદ ફૂલથી બનેલ ચમેલીની ચા લાંબા સમયથી ચિંતા, અનિન્દ્રા અને નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલ સમસ્યાઓ માટે થાય છે. તે પાચનક્રિયા સંબંધિત સમસ્યાઓ, પીરીયડ્સમાં થતો દુખાવો અને સોજો ઓછો કરવામાં મદદરૂપ બને છે.
First published: June 1, 2021, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading