લગ્ન પહેલા કુંડળી મળે કે ના મળે પરંતુ આ 7 મેડિકલ ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ


Updated: September 14, 2021, 3:19 PM IST
લગ્ન પહેલા કુંડળી મળે કે ના મળે પરંતુ આ 7 મેડિકલ ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ
પ્રતીકાત્મક તસવીર

Important before Marriage: દરેક કપલે લગ્ન પહેલા આ 7 મેડિકલ ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ.

  • Share this:
લગ્ન પહેલા બે વ્યક્તિઓની કુંડળી મેળવવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર કુંડળી પરથી જાણી શકાય છે, કે વિવાહ સફળ રહેશે કે નહીં. દરેક વ્યક્તિ લગ્ન પહેલા કુંડળી મેળવતી નથી. અનેક કપલની કુંડળી મળી હોવા છતાં, તેમણે તેમના દાંપત્યજીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અનેક કપલ એવા પણ છે, જેમની કુંડળી મેચ ન થવા છતાં, તેઓ લગ્ન કરે છે.

લગ્ન પહેલા પાર્ટનર સ્વસ્થ છે કે નહીં તે જાણવું પણ વધુ જરૂરી છે. બંને વ્યક્તિઓએ લગ્ન પહેલા તમામ જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ. દરેક કપલે લગ્ન પહેલા આ 7 મેડિકલ ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ.

HIV ટેસ્ટ (HIV Test)

હ્યુમન ઈમ્યુનોડેફિશિયન્સી વાયરસ (HIV)ને કારણે એઈડ્સ થાય છે. એઈડ્સના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી પડી જાય છે. લગ્ન કરતા પહેલા તમામ કપલે જાણવું જરૂરી છે કે તમે અથવા તમારો પાર્ટનર HIV પોઝિટીવ છે કે નહીં.

અંડાશયનો ટેસ્ટ (Ovary Test)

જે મહિલાઓ મોટી ઉંમરે લગ્ન કરે છે, તેમને અંડાશયનો ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. 30 વર્ષની ઉંમરે લગ્ન કરતી મહિલાઓમાં એગની કોશિકાઓનું ઓછું ઉત્પાદન થાય છે. જેના કારણે તેમને ફેમિલી પ્લાનિંગ કરવામાં તકલીફ થાય છે. જો બંને પાર્ટનર બાયોલોજિકલી બાળકને જન્મ ન આપવાનો નિર્ણય કરે તો તેમના માટે આ ટેસ્ટ જરૂરી નથી.વંધ્યત્વ ટેસ્ટ (Infertility Test)

બંને પાર્ટનરે લગ્ન પહેલા વંધ્યત્વ ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ. આ ટેસ્ટથી પુરુષોમાં શુક્રાણુના સ્વાસ્થ્ય અને શુક્રાણુની સંખ્યાની તપાસ કરવામાં પણ મદદ કરે છે. મહિલાઓને ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યા થશે કે નહીં તે જાણી શકાય છે.

જીનેટીક ટેસ્ટ (Genetic Test)

લગ્ન પહેલા બંને પાર્ટનરે જેનેટીક ટેસ્ટ કરાવવો જરૂરી છે. જેનેટીક ટેસ્ટ પરથી જાણી શકાય છે, કે તેમને વારસામાં કોઈ બિમારી મળવાની સંભાવના છે કે નહીં.

STD Test

લગ્ન પહેલા બંને પાર્ટનરે STD (sexually transmitted diseases) Test કરાવવો જરૂરી છે. જો કોઈ એક પાર્ટનરને પણ આ બિમારી છે, તો મેરેજ લાઈફ પર ગંભીર અસર થઈ શકે છે.

આ પણ વાંચો - Health Tips : વજન ઘટાડવા માંગતા લોકોમાં રહેલી આ 6 ગેરમાન્યતાઓ અને સત્ય

બ્લડ ગ્રુપ કમ્પેટિબિલીટી ટેસ્ટ (Blood Group Compatibility Test)

જો કપલના બ્લડ ગૃપ કમ્પેટિબલ નથી, તો ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યા થઈ શકે છે. બંને પાર્ટનરનો Rh ફેક્ટર સમાન અથવા કોમ્પેટિબલ છે કે નહીં તે જાણવું જરૂરી છે.

બ્લડ ડિસઓર્ડર ટેસ્ટ (Blood Disorder Test)

મહિલાઓએ બ્લડ ડિસઓર્ડર ટેસ્ટ કરાવવો જરૂરી છે. જેના પરથી જાણી શકાય કે, મહિલાઓ થેલેસીમિયા અથવા હીમોફિલિયાનો શિકાર છે કે નહીં. આ બિમારીના કારણે લગ્નજીવન અને બાળક પર પણ ગંભીર અસર થઈ શકે છે.
Published by: Kaushal Pancholi
First published: September 14, 2021, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading