અસ્થમાના રોગી અજમાવે આ ખાસ ટીપ્સ, ફટાકડાના ધૂમાડાથી નહીં થાય ઈન્ફેક્શન

News18 Gujarati
Updated: October 24, 2019, 11:53 AM IST
અસ્થમાના રોગી અજમાવે આ ખાસ ટીપ્સ, ફટાકડાના ધૂમાડાથી નહીં થાય ઈન્ફેક્શન
અસ્થમાના દર્દીની પ્રતિકારાત્મક તસવીર

ફટાકડાનો ધૂમાડો અસ્થમાના દર્દીઓ માટે ખતરનાક હોય છે. સામાન્ય રીતે દિવાળીમાં ફટાકડાના પ્રદૂષણના કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા વધતી રહે છે.

 • Share this:
ફટાકડાનો ધૂમાડો અસ્થમાના દર્દીઓ માટે ખતરનાક હોય છે. સામાન્ય રીતે દિવાળીમાં ફટાકડાના પ્રદૂષણના કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા વધતી રહે છે.

અસ્થમા એક ગંભીર બીમારી છે, જે શ્વાસ લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. અસ્થમા દરમિયાન ખાંસી, નાક બંધ થવું કે વહેવું, છાતીમાં જકડન., રાત્રે કે સવારે શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે. પણ આમાં ગભરાવીની કોઈ જ જરૂર નથી. આવો તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેનાથી અસ્થમાના દર્દી દિવાળીમાં પણ સ્વસ્થ રહી શકો છો. દિવાળીમાં અસ્થમાના રોગી અજમાવે આ ખાસ ટીપ્સ, ફટાકડાના ધૂમાડાથી નહીં થાય ઈન્ફેક્શન

અસ્થમાના દર્દીઓ માટે ખાસ ટીપ્સ


 • દિવાળીમાં સંધ્યાકાળે ગરમ કપડાં પહેરી રાખો.

 • એવી કોઈ ચીજ ખાવાથી બચો, જે શરીરની ગરમી ખતમ કરો.
 • દિવસે તડકો નીકળ્યા બાદ યોદ કે કસરત જરૂર કરો.

 • ગરમ પાણી કે ગરમ ચીજથી શરીરને હૂંફ આપો.

 • બોમ્બ ફટાકડાથી દૂર રહો. ધૂમાડાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

 • કોઠી અને ચકરડીના ધૂમાડામાં સલ્ફર અને કાર્બન ડાયોક્સાઈડ જેવા ઝેરી રસાયણ હોય છે.

 • ઍલર્જી, અસ્થમા અને બાળકોએ આ ધૂમડાથી દૂર રહેવું જોઈએ.
  પોતાનું ઈન્હેલર હંમેશા પોતાની સાથે રાખો.

 • એસી અને પંખાની નીચે બિલકુલ ન બેસશો.

 • ધૂળવાળાં વાતાવરણથ હંમેશા દૂર જ રહો.

 • ઘર અને બહારના તાપમાનમાં આવતા પરિવર્તનથી સાવધાન રહો.

 • વધારે ગરમ કે વધારે ભેજ વાળા વાતાવરણથી બચો, કારણ કે એવામાં મોલ્ડ સ્પોર્સ ફેલાવવાની સંભાવના વધી જાય છે, તેથી પોતાની દવા હંમેશા સાથે જ રાખો.

 • પોતાની પાસે સ્કાર્ફ જરૂર રાખો, જેનાથી તમે હવા સાથે આવતા પાર્ટિકલ્સથી બચી શકો.


ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ ચીજ નથી ગમતી ગરોળીને

દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો

ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ
Published by: Bansari Shah
First published: October 24, 2019, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading