50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ

News18 Gujarati
Updated: February 11, 2021, 6:42 PM IST
50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ
પ્રતિકાત્મક તસવીર

જો તમારી ઉંમર 50 કે તેની આસપાસની છે, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઇએ

  • Share this:
દરેક વ્યક્તિને જરૂર અનુસાર‌ પોષક તત્વ મળવા જરૂરી છે. વધતી ઉંમર સાથે શારીરિક ગતિવિધિઓ અને આદતોમાં ફેરફાર આવે છે, તથા રોગ પ્રતિકારક શક્તિ, માંસપેશીઓ અને મેટાબોલિઝમ પણ નબળા થવા લાગે છે. જો તમારી ઉંમર 50 કે તેની આસપાસની છે, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઇએ. અહીં એ દરેક બાબતો દર્શાવવામાં આવી છે.

ફળ તથા શાકભાજી

તમારે તમારા આહારમાં તાજા ફળો અને લીલા શાકભાજી ઉમેરવા જરૂરી છે. જે તમારા શરીરને તમામ જરૂરી પોષક તત્વ પ્રદાન ઘરે છે. આમળા, સંતરા અને સ્ટ્રોબેરીમાં વિટામીન સી, કેળામાં મેગ્નેશિયમ, ટમેટામાં લાઈકોપીન તથા પાલકમાં આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે.

સાબુત અનાજ

તમારે આહારમાં મગ, ચણા અને સોયાબીનના સ્પ્રાઉટ્સનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઈસ, બાજરી, દાલ અને ઘઉંને આહાર પ્રણાલીમાં સ્થાન આપવું જોઈએ. આ તમામ અનાજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેનાથી પાચન તંત્ર સારી રીતે કાર્ય કરી શકે છે.

આ પણ વાંચો - હવે WhatsApp પર મળશે નોકરીની જાણકારી, આ નંબર પર લખીને મોકલો Hiદૂધ-દહીં

તમારા ભોજનમાં દૂધ, દહીં, મઠ્ઠો, સોયામિલ્કને ઉમેરવાની જરૂરિયાત છે, જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક તથા વિટામિન ડીની માત્રા ભરપૂર છે. આ ઉંમરે હાડકા નબળા પડે છે, જેનાથી તે તૂટવાનો ભય રહે છે.

ડ્રાયફ્રુટ અને નટ્સ

ડ્રાયફ્રુટ અને નટ્સને તમારા ભોજનમાં ઉમેરવા જોઈએ. જેનાથી તમને પોષણની સાથે સાથે ડિમેંશિયા તથા અલ્જાઈમર જેવી બીમારીઓનો ભય પણ ઓછો રહે છે. સાથે જ તમે ઓલિવ ઓઈલ, એવોકાડો તથા ફેટી ફીશને આહારમાં ઉમેરી શકો છો.

ઈંડા

ઈંડાને તમારા આહારમાં ઉમેરવા જરૂરી છે. જેમાં મહત્તમ માત્રામાં પ્રોટીન, વિટામિન ડી અને કોલિંગ હોય છે. ઈંડા વિટામિન બી12નો ઉત્તમ સ્ત્રોત છે. જેનાથી તમારી સ્મરણ શક્તિમાં વૃદ્ધિ થાય છે.

આહારમાં ઉમેરવા લાયક અન્ય વસ્તુઓ

માંસપેશીઓના લચીલાપણાને ટકાવી રાખવા માટે નારિયેળ પાણી, લીંબુ, જીરૂ, અજમો, મેથીના દાણા, બદામ, અખરોટ, ડુંગળી, આદુ, લસણને પણ તમારા આહારમાં ઉમેરવા જોઈએ.

વધુ માત્રામાં પાણી પીવો

પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે તથા ભોજનના પાચનમાં સહાય કરે છે. જેના કારણે સેલ્સ સ્વસ્થ રહે છે.

(આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. જેથી અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
Published by: Ashish Goyal
First published: February 11, 2021, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading