શું તમને અડધી રાત્રે ઉઠીને આ 5 વસ્તુઓ ખાવાની ટેવ છે? તો થઈ શકે છે આ આડઅસર


Updated: September 1, 2021, 11:12 PM IST
શું તમને અડધી રાત્રે ઉઠીને આ 5 વસ્તુઓ ખાવાની ટેવ  છે? તો થઈ શકે છે આ આડઅસર
આવા ઘણા ખોરાક છે જે ઉંધને અસર કરે છે. તસવીર- shutterstock

Avoid These Food : ઘણા લોકોને અડધી રાત્રે ઉઠીને કંઇકને કંઇક ખાવા (midnight eat)ની આદત હોય છે અને વિચાર્યા વગર આપણે કંઈપણ ખાઇ લેતા હોઇ છીએ. પરંતુ આપણે તે જાણવાની ખાસ જરૂર છે કે, આ આદત આપણા સ્વાસ્થ (health) માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

  • Share this:
Avoid These Food : ઘણા લોકોને અડધી રાત્રે ઉઠીને કંઇકને કંઇક ખાવા (midnight eat)ની આદત હોય છે અને વિચાર્યા વગર આપણે કંઈપણ ખાઇ લેતા હોઇ છીએ. પરંતુ આપણે તે જાણવાની ખાસ જરૂર છે કે, આ આદત આપણા સ્વાસ્થ (health) માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે ઘણી ફૂડ આટમ્સ હોય છે, જે આપણી ઊંઘને અસર કરે છે અને સારી ઊંઘના અભાવે તેની અસર આપણા માનસિક અને શારિરીક (Mental and physical) સ્વાસ્થ્ય (Health) પર નકારાત્મક અસર પણ પડે છે. અહીં અમે તમને અમુક વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેનું સેવન રાત્રે ટાળવું જોઇએ.

ફળ

રાત્રીના સમયે આપણું પાચનતંત્ર ધીમું કામ કરે છે. એવા જો તમે વધુ નેચરલ શુગરવાળી વસ્તુઓ રાત્રે ખાવ છો, તો બ્લડ શુગર હાઇ થઇ શકે છે. તેથી જો ફળ ખાવું હોય તો રાત્રે સુવાના બે કલાક પહેલા ખાવું જોઇએ.

જંક ફૂડ

પિત્ઝા, બર્ગર, ચિપ્સ વગેરે રાત્રે ખાવાથી બચવું જોઇએ. કારણ કે તેમાં તેલ, કાર્બ્સ, ફેટ અને આર્ટિફિશ્યલ શુગરની માત્રા વધુ હોય છે. જેને પચાવવા માટે પાચનતંત્રને ઘણી મહેનત કરવી પડે છે. એવામાં રાત્રે સૂતા પહેલા તેને ખાવાથી પાચનક્રિયામાં સમસ્યા થઇ શકે છે.

કેફીનરાત્રે ચા કે કોફી જેવા કેફીન વાળા ડ્રિંક્સથી દૂર રહેવું વધુ હિતાવહ છે. એક શોધમાં દાવો કરાયો છે કે સુતા પહેલા 2કે 3 કલાક પહેલા પણ કેફીનનું સેવન કરવાથી ઊંઘ પર અસર પડે છે.

આઇસક્રિમ

રાત્રે સૂતી સમયે જો આઇસ્ક્રિમ ખાવામાં આવે તો તેમાં રહેલી શુગર અને કેલેરી ઊંઘ પર નકારાત્મક અસર કરે છે. જેનાથી ઊંઘ પૂરતી થતી નથી. આ ઉપરાંત તે ડાઈજેશનને પણ અસર કરે છે.

આ પણ વાંચો: શું તમે ખૂબ તણાવમાં રહો છો? આ 5 ટેકનિકોનો ઉપયોગ કરવાથી થઈ જશો 100 ટકા ટેન્શનન ફ્રી

ટામેટા

ટામેટામાં એમિનો એસિડ હોય છે, જે રાત્રે સૂતી સમયે બ્રેનને એક્ટિવ કરી દે છે અને ઊંઘ ઉડી જાય છે. એટલું જ નહીં, તેમાં વિટામિન સી પણ હોય છે, જે રાત્રે એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યાનું કારણ બની શકે છે.
Published by: kuldipsinh barot
First published: September 1, 2021, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading