તેજ દિમાગ માટે આજે જ બદલો આ આદતો, નહીં તો થઇ શકે છે ખરાબ અસર


Updated: July 12, 2021, 3:42 PM IST
તેજ દિમાગ માટે આજે જ બદલો આ આદતો, નહીં તો થઇ શકે છે ખરાબ અસર
Image Credit : shutterstock

જો તમે ઇચ્છો તો, તમે ઘરે બેઠા યોગ વગેરે પણ કરી શકો છો. મોર્નિંગ વોક એ તમારા મનને વધુ સારું રાખવા માટે કામની ચીજ છે.

  • Share this:
આજકાલ ભાગદોડવાળા જીવનમાં માનસિક તણાવ ઓછો નથી. માનસિક તણાવ ઘણી વખત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આપણે આ તણાવને આપણા જીવનમાંથી હટાવી તો નથી શકતા, પરંતુ તેને મેનેજ કરી શકીએ છીએ. તેમજ તેનો પ્રભાવ પણ ઘટાડી શકીએ છીએ. પરંતુ આ તણાવ આપણી કેટલીક આદતોના કારણે વજન ઘટવાની બદલે વધી જાય છે. જેની અસર આપણા દિમાગ પર પડે છે. અહીં આપણે જાણીશું કે આપણે દિનચર્યામાં કઈ આદતોને બદલીને દિમાગને કોઈપણ પ્રકારના નુકશાનથી બચાવી શકાય છે.

1. વર્કઆઉટમાં આળસ- આ એક ખૂબ જ સામાન્ય આદત છે, જે મોટાભાગના લોકોમાં જોવા મળે છે. પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કે મગજના સ્નાયુઓને સક્રિય રાખવા માટે સક્રિય જીવન જીવવું જરૂરી છે. આ માટે તમે જીમમાં જાવ અને વર્કઆઉટ કરો, તે જરૂરી નથી. જો તમે ઇચ્છો તો, તમે ઘરે બેઠા યોગ વગેરે પણ કરી શકો છો. મોર્નિંગ વોક એ તમારા મનને વધુ સારું રાખવા માટે કામની ચીજ છે.

2. હાઇડ્રેટેડ ન રહેવું- ઘણી વખત લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને પાણી પીવાનું યાદ નથી હોતું. પરંતુ તમારી આ આદત તમારા મગજમાં ખરાબ અસર કરી શકે છે.

3. સ્વીટનું વધુ પડતું સેવન- જો તમને સ્વીટ ખાવાની ટેવ હોય તો તેને બદલો. વધારે સ્વીટ ખાવાથી તમારી યાદશક્તિને નુકસાન થાય છે. મીઠાઈ ખાવાને બદલે સ્વસ્થ વસ્તુઓ ખાઓ જે તમારા મનને સ્વસ્થ રાખે છે.

4. મોબાઈલનો અતિશય ઉપયોગ- મોબાઈલમાંથી નીકળતા રેડિયેશન મગજના કોષોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે તમને ઊંઘનો અભાવ, દિવસભર સુસ્તી, માથાનો દુખાવો અને તણાવ જેવી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. આવી સ્થિતિમાં મોબાઇલનો ઓછો ઉપયોગ કરવો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: July 12, 2021, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading