માત્ર આ 5 વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેંફસાને મજબૂત બનાવશે


Updated: April 29, 2021, 6:55 PM IST
માત્ર આ 5 વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેંફસાને મજબૂત બનાવશે
પ્રતિકાત્મક તસવીર

કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે

  • Share this:
નવી દિલ્હી : કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આવા કપરા સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે. આ સમયે તમારી ડાયટમાં એવા આહારને સ્થાન આપવું જોઈએ, જેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ અને ફેંફસા વધુ મજબૂત થાય. તમારા ખાન-પાનની સાથે તમે આયુર્વેદિક ઉપાયથી પણ ફેંફસાને સ્વસ્થ રાખી શકો છો.

સારા સ્વાસ્થ્ય માટે ફેંફસા યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જ જરૂરી છે, જે શરીરમાં બ્લડની મદદથી ઓક્સિજન સપ્લાય કરવાનું કામ કરે છે. જો તમારા ફેંફસા યોગ્ય રીતે કામ નથી કરતા તો તમારે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા ફેંફસા મજબૂત ન હોય તો કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે. ફેંફસાને મજબૂત કરવા માટે તમે આયુર્વેદિક ઉપાય પણ કરી શકો છો. ઈન્ડિયા ટીવીના રિપોર્ટ અનુસાર બાબા રામદેવે જણાવેલ આયુર્વેદિક લેપનો ઉપયોગ કરીને ફેંફસા મજબૂત અને સ્વસ્થ કરી શકાય છે.

આ પણ વાંચોCorona Vaccination: કોરોના રસી લેતા પહેલા અને લીધા બાદ શું કરવું અને શું ના કરવું? આ રીતે શોધો રસીકરણ કેન્દ્ર? કેવી રીતે નોંધણી કરાવવી?

આયુર્વેદિક લેપ બનાવવાની સામગ્રી

· અડધી ચમચી હળદર

· 6 લસણની કળી· અડધી ડુંગળી

· દિવ્યધારા

· થોડુ આદુ

આ પણ વાંચોરાજકોટ : 'બાપ અને દીકરા સહિત 10 લોકોએ એકીલને રહેંસી નાખ્યો', શું છે ઘટના? કેમ જીવ લઈ લીધો?

આયુર્વેદિક લેપ બનાવવાની વિધિ

આયુર્વેદિક લેપ બનાવવા માટે હળદર, લસણ, આદુ અને ડુંગળીની પેસ્ટ બનાવો. પેસ્ટ બનાવ્યા બાદ તેમાં દિવ્યધારાના કેટલાક ટીપા ઉમેરીને તેને મિક્સ કરી લો. હવે આ લેપને છાતી પર લગાવી લો. આ લેપ લગાવીને એક સુતરાઉ કાપડ તેના પર લપેટી લો. આ લેપ લગાવવાથી તમારા ફેંફસાને આરામ મળશે અને ફેંફસા સંબંધિત બીમારી દૂર થાય છે. આ લેપથી અનેક પ્રકારના ફાયદા પણ થાય છે અને ન્યુમોનિયાથી રાહત મળે છે. આ લેપ ફેંફસામાં જામેલ કફને દૂર કરે છે અને ફેંફસાને મજબૂત બનાવે છે.
First published: April 29, 2021, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading