Banana peel for health: કેળાની છાલ ચપટી વગાડતા જ મટાડી દેશે શરદી-ખાંસીથી થતો ગળાનો દુ:ખાવો


Updated: October 19, 2021, 1:12 AM IST
Banana peel for health: કેળાની છાલ ચપટી વગાડતા જ મટાડી દેશે શરદી-ખાંસીથી થતો ગળાનો દુ:ખાવો
કેળાના છાલની તસવીર

banana health tips: કેળાની છાલ (Banana peel) તમારા ગળામાં શરદી-ખાંસીને કારણે થતા દુ:ખાવામાં (Sore throat caused by a cold-cough) રાહત આપે છે. આ અંગે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram accuont) પર એક પોસ્ટ શેર (post share) કરી છે.

  • Share this:
Home Remedy For Throat Pain: કેળા ખાધા બાદ આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ, પરંતુ આ નકામી છાલ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ સોનાલી સબરવાલના (famous nutritionist Sonali Sabharwal) જણાવ્યા અનુસાર, કેળાની છાલ (Banana peel) તમારા ગળામાં શરદી-ખાંસીને કારણે થતા દુ:ખાવામાં (Sore throat caused by a cold-cough) રાહત આપે છે. આ અંગે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram accuont) પર એક પોસ્ટ શેર (post share) કરી છે. અહીં જાણીએ ગળાના દુ:ખાવાને દૂર કરવા માટે કેળાની છાલ કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે.

આ રીતે કરો કેળાની છાલનો ઉપયોગ
શરદી-ખાંસીને કારણે ગળામાં થતો દુ:ખાવો દૂર કરવા માટે કેળાની છાલને ચાર ભાગમાં વહેંચો. હવે ગેસ ચાલુ કરીને તવાને ગેસ પર રાખો. તેના પર ઓછા તાપે કેળાની છાલ ગરમ કરો. ધ્યાન રાખો કે છાલને એટલી જ ગરમ કરવી, જેટલી ગરમ તમે તેને તમારી ત્વચા પર સહન કરી શકો. જ્યારે કેળાની છાલ ગરમ થાય, ત્યારે રૂમાલ લો અથવા જાડુ સુતરાઉ કાપડ લો.

પછી ગરમ કરેલા કેળાની છાલને આ કપડામાં લપેટીને તેને ફોલ્ડ કરો. હવે આ કપડાને તમારા ગળામાં લગાવીને શેક કરો. જો ટુવાલ અથવા કાપડ મોટું હોય અને તેને ગળામાં લપેટવું સહેલું હોય, તો તમે તેને ગરદનની આસપાસ પણ લપેટી શકો છો. આ કાપડથી તમે ત્યાં સુધી શેક શકો છો, જ્યાં સુધી તમને તેની ગરમાહટથી દુઃખાવામાં રાહતનો અનુભવ થાય.

આ પણ વાંચોઃ-વિટામીન Kનું સેવન તમને આ તકલીફોથી બચાવશે, જાણો કયા આહારમાંથી મળે છે Vitamin K

આમ કરવાથી તમને દુઃખાવામાં રાહત મળી શકે છે, પરંતુ ધ્યાન રાખવું કે કેળાની છાલથી ગળાની સફાઈ ત્યારે જ કરવાની રહેશે, જયારે તમને આ દુખાવો શરદી-ખાંસીના કારણે થતો હોય. ગળામાં કોઈ બીજી તકલીફ થવા પર તમારે આ ઉપાય નથી અજમાવવાનો. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે જયારે તમે ગળા પર લપેટેલું કપડું હટાવો, તો કોઈ અન્ય કપડાંથી તમારા ગળાને 10 મિનિટ સુધી ઢાંકીને રાખો. સાથે જ સફાઈ બાદ ઠંડુ પાણી બિલકુલ ન પીવો.આ પણ વાંચોઃ-હાઇ બીપીની સમસ્યાથી છો પરેશાન! તો આ ફ્રૂટનું સેવન કરવાથી થશે ભરપૂર ફાયદો

આ રીતે પણ થઇ શકે છે છાલનો ઉપયોગ
- કેળાની છાલને પોતાની સ્કિન પર હલકા હાથે રગાળવાથી ડાઘ દૂર થઇ જાય છે. આ માટે કેળાની છાલ પર અડધી ચમચી મધ અને એક ચપટી હળદર નાંખીને ઉપયોગ કરો.
- આંખનો થાક દૂર કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કાકડીના ટુકડાની જેમ કરી શકાય છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખો.
- કેળાની છાલ લગાવવાથી પગમાં દુ:ખાવો દૂર કરી શકાય છે. આ માટે કેળાની છાલ ગરમ કરો અને તેને કપડામાં બાંધી દો.
- તમે ચામડાની ચંપલને પોલિશ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે છાલના સફેદ ભાગને જૂતા પર થોડું ઘસવું.
Published by: ankit patel
First published: October 19, 2021, 12:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading