'લગ્ન પહેલાં સેક્સ' આ મામલે ભારતનાં સ્ત્રી-પુરુષોનું શું માનવું છે, જાણો શું કહે છે સર્વે


Updated: May 24, 2022, 1:03 PM IST
'લગ્ન પહેલાં સેક્સ' આ મામલે ભારતનાં સ્ત્રી-પુરુષોનું શું માનવું છે, જાણો શું કહે છે સર્વે
ભારતીયો પર થયો સેક્સ સર્વે

National Family Health Survey : ભારતનો સમાજ પણ બદલાઇ રહ્યો છે. મહિલાઓ સેક્સ વિશે ખુલીને વાત (Sex talks in Indian women) કરી રહી છે. ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો લેટેસ્ટ રિપોર્ટ (The Latest Report of the National Family Health Survey) ઘણા ચોંકાવનારા આંકડા આપી રહ્યો છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં દેશમાં સેક્સ લાઇફ (Indian sex life) પર ઓછી વાત થાય છે. આવી વાતોને વર્જિત (Taboo) માનવામાં આવે છે. કોઈ વાત કરે તો પણ લોકોના ભવાં ચડે છે. લોકો તેને આશ્ચર્યથી જુએ છે. પરંતુ હવે ભારતનો સમાજ પણ બદલાઇ રહ્યો છે. મહિલાઓ સેક્સ વિશે ખુલીને વાત (Sex talks in Indian women) કરી રહી છે. ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો લેટેસ્ટ રિપોર્ટ (The Latest Report of the National Family Health Survey) ઘણા ચોંકાવનારા આંકડા આપી રહ્યો છે.

આ સર્વેમાં ભારતીયોને લગ્ન, સેક્સ અને સેક્સ્યુઅલ પાર્ટનર સાથે જોડાયેલા સવાલ પૂછવામાં આવ્યા હતા. રિપોર્ટમાં લગ્નની ઉંમર અને પહેલીવાર સેક્સ કરવાની ઉંમર સંપૂર્ણપણે અલગ હોવાનું જાણવા મળ્યું છે. આ સર્વેમાં શું ભારતીયો લગ્ન પહેલા સેક્સ નથી કરતા? એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા મુજબ, લગ્ન પહેલા ભારતીયો શારીરિક સંબંધ બાંધે છે, પરંતુ વિભિન્ન સમુદાયોમાં તેની એક અલગ અલગ પેટર્ન છે.

લગ્ન પહેલાં સેક્સ કરવામાં સ્ત્રી-પુરુષોના આંકડા

એકંદરે 7.4 ટકા પુરુષો અને 1.5 ટકા મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેઓ લગ્ન પહેલા સેક્સ માણતા હતા. આ આંકડો હિન્દુ પુરુષોમાં 7.9 ટકા, મુસ્લિમ પુરુષોમાં 5.4 ટકા, ખ્રિસ્તી પુરુષોમાં 5.9 ટકા હતો. મહિલાઓની વાત કરીએ તો 1.5 ટકા હિંદુઓ, 1.4 ટકા મુસ્લિમો અને 1.5 ટકા ખ્રિસ્તીઓએ સ્વીકાર્યું હતું કે લગ્ન પહેલા તેમણે યૌન સંબંધ બાંધ્યા હતા.

શીખ પુરુષો સૌથી આગળ છે. જ્યારે શીખ મહિલાઓ છેલ્લા સ્થાને છે. 12 ટકા શીખ પુરુષોનું કહેવું છે કે, તેઓ લગ્ન પહેલા સેક્સ માણતા હતા. ધાર્મિક સમુદાયોની દ્રષ્ટિએ આ સૌથી મોટો આંકડો છે. માત્ર 0.5 ટકા શીખ મહિલાઓએ લગ્ન પહેલાં સેક્સ માણ્યું હતું, જે સૌથી ઓછું છે. ટ્રેન્ડ એવું પણ સૂચવે છે કે, લગ્ન પહેલાં સેક્સની દ્રષ્ટિએ વિવિધ ધર્મો પાળનારા પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધારે છે. મહિલાઓ પહેલા સેક્સને લઈને કેમ સક્રિય થાય છે? તેને જાતીય શરીરરચના સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ પાવર ડાયનેમિક્સ મુખ્ય કારણ છે.

આ પણ વાંચો-Skin care: કેરીની છાલથી ત્વચાની સમસ્યાઓ થશે દૂર, જાણો ઉપયોગ કરવાની રીત અને તેનાં ફાયદાલગ્નેતર સંબંધમાં સ્ત્રી-પુરુષ બંનેનું વલણ સરખું

પૈસા અને પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો લગ્ન પહેલા અમીર પુરુષ અને ગરીબ મહિલા સેક્સ કરે તેવી શક્યતા વધારે હોય છે. લગ્ન બહાર અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા અંગે સ્ત્રી-પુરુષ બંનેનું વલણ સરખું જ જોવા મળ્યું હતું. જો કે, મહિલાઓ ખુલ્લેઆમ તેનો સ્વીકાર બહુ ઓછી કરે છે. અત્યારે મહિલાઓના સરેરાશ સેક્સ્યુઅલ પાર્ટનર 1.7 ટકા છે, જ્યારે પુરુષોના 2.1 ટકા છે. 2006માં હાથ ધરવામાં આવેલા NFHSના ત્રીજા સર્વેક્ષણમાં મહિલાઓના 1.02 અને પુરુષોના 1.49 હતા.

શું પત્નીને સેક્સની ના પાડવાનો અધિકાર છે?

લગ્ન જીવનની અંદર સેક્સ સંપૂર્ણપણે પુરુષપ્રધાન સમાજ સાથે જોડાયેલું છે. સર્વેમાં 87 ટકા મહિલાઓ અને 83 ટકા પુરુષોએ જણાવ્યું હતું કે, પત્નીઓ સેક્સનો ઇનકાર કરે તે યોગ્ય છે. જો કે, આ ટકાવારી તમામ રાજ્યોમાં અલગ અલગ છે. મેઘાલય તેના માતૃસત્તાક સમાજ માટે જાણીતું છે, છતાં અહીંના માત્ર 50 ટકા પુરુષોએ જ કહ્યું હતું કે પત્નીઓ સેક્સનો ઇનકાર કરી શકે છે. ઘણા રાજ્યોમાં મહિલાઓનો અભિપ્રાય પણ આ જ છે. ઉદાહરણ તરીકે અરુણાચલ પ્રદેશમાં લગભગ 30 ટકા મહિલાઓએ કહ્યું કે, પતિ સેક્સ કરવા માંગતો હોય ત્યારે મહિલા ના પાડે તે યોગ્ય નથી.
Published by: Margi Pandya
First published: May 24, 2022, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading