લ્યો બોલો: આ સ્થળ પર છે જોરદાર નોકરી, ભજીયા ખાવા પર મળશે 1 લાખનો પગાર

News18 Gujarati
Updated: October 24, 2021, 7:08 PM IST
લ્યો બોલો: આ સ્થળ પર છે જોરદાર નોકરી, ભજીયા ખાવા પર મળશે 1 લાખનો પગાર
ચિકન ભજીયા (Pakoda) ખાવા માટે 1 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે.

જો તમને કહેવામાં આવે કે તમને ચિકન ભજીયા (Pakoda) ખાવા માટે 1 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે, તો તમે શું કરશો? કોઈપણ વ્યક્તિ આ ઓફર સ્વીકારી લેશે.

  • Share this:
નવી દિલ્હી: દરેક વ્યક્તિ પૈસાદાર થવા માગતી હોય છે. ઘણી વખત લોકો વધારે સેલરીના ચક્કરમાં પોતાનું પ્રોફેશન છોડીને બીજી કોઈ નોકરી કરે છે. જો તમને કહેવામાં આવે કે તમને ચિકન ભજીયા (Pakoda) ખાવા માટે 1 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે, તો તમે શું કરશો? કોઈપણ વ્યક્તિ આ ઓફર સ્વીકારી લેશે. આ જોબ ઓફર યુકેની એક ફૂડ કંપની (Food company) આપી રહી છે. આ માટે તેમણે એક ઓનલાઈન જાહેરાત (Online advertising) બહાર પાડી છે.

ચિકન ડીપર્સ કરવું પડશે ટેસ્ટ

માહિતી અનુસાર, UKની પ્રખ્યાત ફિશ ફિંગર કંપની BirdsEyeએ ટેસ્ટ ટેસ્ટરની વેકેંસી બહાર પાડી છે. કંપની એવા વ્યક્તિની શોધમાં છે જે ચિકન પરફેક્ટ ટેસ્ટને વધુ સારી બનાવી શકે. કંપની ઇચ્છે છે કે તેના ચિકન ડીપર્સ સૌથી બેસ્ટ હોય. તે માટેકંપની કોઈ પણ રિસ્ક લેવા માંગતી નથી. કંપનીએ આ જોબની ડિટેલ્સ પણ શેર કરી છે. આ માટે કંપની એક લાખ રૂપિયાનો પગાર આપશે. જે પણ આ નોકરી મેળવી શકશે, તેને Birds Eye Chief Dipping Officerની પોસ્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો: ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો રસ કેટલો અસરકારક છે? જાણો શું કહે છે વિજ્ઞાન

સોસ પણ બનાવશે કંપની

અંગ્રેજી અખબાર મેટ્રોમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર, જ્યારે બ્રિટનમાં બેરોજગારી અને મોંઘવારી બંને આસમાને છે ત્યારે આવા સમયમાં BirdsEyeએ ચિકન ડીપર્સ માટે ટેસ્ટરની જરૂર છે. આ ડીપર્સની સાથે કંપની બજારમાં પરફેક્ટ સોસ પણ લાવવા માગે છે. તાજેતરમાં યુકેમાં થયેલા એક સર્વેમાં, કેટલાક લોકોએ કહ્યું કે ચિકન ડીપર્સ સાથે ટોમેટો સોસને બેસ્ટ હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ મેયોનેઝને બેસ્ટ કહ્યું હતું.આ પણ વાંચો: સેક્સ લાઈફ સારી બનાવવા માટે આ ફ્રૂટ જ્યૂસ પીવાથી થશે ફાયદો, પાર્ટનર રહેશે ખુશ

આ રીતે તમે પણ નોકરી માટે કરી શકો છો એપ્લાય 

જો તમે આ જોબ માટે કરવા એપ્લાય માંગો છો, તો તમે https://www.birdseye.co.uk/ પર એપ્લાય કરી શકો છો. આ સિવાય, તમે birdseyeHR@chiefdippingofficer.co.uk પર 250 શબ્દોનો લેટર મોકલી શકો છો જેમાં તમને શા માટે નોકરી પર રાખવામાં આવે છે તે સમજાવી શકો છો. જો કંપનીને તમારો જવાબ પસંદ આવશે તો તમને આ નોકરી મળશે. લેટરરમાં તમે તમારા વિશે અને પરિવાર વિશે તથા તમારા અનુભવ વિશેની માહિતી પણ લખી શકો છો. પસંદગી પામનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે,
Published by: kuldipsinh barot
First published: October 24, 2021, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading