Weight Loss Tips: બ્લેક કોફીમાં ઉમેરો આ એક વસ્તુ, મહિનામાં વજન થશે ઓછું


Updated: July 5, 2021, 3:14 PM IST
Weight Loss Tips: બ્લેક કોફીમાં ઉમેરો આ એક વસ્તુ, મહિનામાં વજન થશે ઓછું
પ્રતિકાત્મક તસવીર

રેસિપીની મદદથી તમે એક મહિનામાં તમારુ વજન (weight loss) ઓછું કરી શકો છો.

  • Share this:
જો તમે ઘરે બેઠા કામ કરી રહ્યા છો તો તમે વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હશો. વજન વધવાને કારણે અનેક બીમારીઓ થવાની સંભાવના રહે છે તથા શરીર અને ચહેરા પરની સુંદરતા ધીરે ધીરે દૂર થાય છે. વજન વધવાને કારણે તમારી ઉંમર વધુ લાગવા લાગે છે. આ તમામ સમસ્યાથી રાહત મેળવવા માટે વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી છે. જો તમ કોઇ કારણે વર્કઆઉટ પણ કરી શકતા નથી. તો આ પરિસ્થિતિમાં તમે તમારી આહાર પ્રણાલીમાં થોડો બદલાવ કરીને વજન ઓછુ કરી શકો છો. જો તમે કોફી (Cofee lovers) પીવાના શોખીન છો, તો અહીં એક રેસિપી જણાવવામાં આવી છે. આ રેસિપીની મદદથી તમે એક મહિનામાં તમારુ વજન (weight loss) ઓછું કરી શકો છો.

મેજિકલ બ્લેક કોફી બનાવવાની રીત

સામગ્રી

½ કપ પાણી, 1 નાની ચમચી કોફી, 1 નાની ચમચી જાયફળ પાઉડર, 1 નાની ચમચી કોકો પાઉડર, 1 નાની ચમચી તજ પાઉડર અને 1 ચમચી નારિયેલ તેલ

સુરત: કાર ચાલક યુવાન પાસે લીફ્ટ માંગી ફસાઇ યુવતી, પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર બાંધ્યા સંબંધ

રીત-સૌથી પહેલા પાણી ઉકાળીને તેમાં કોફી ઉમેરી લો.
-કોફી ઉમેરીને તેમાં જાયફળ પાઉડર, કોકો પાઉડર અને તજ પાઉડર ઉમેરીને તેને સારી રિતે મિક્સ કરી લો.
-હવે કોફીમાં 1 ચમચી નારિયેલ તેલ ઉમેરો.
-તમારી મેજિકલ કોફી તૈયાર છે. તમે સવારે મોર્નિંગ વોક પહેલા અથવા કસરત કરતા પહેલા તમે આ કોફીનું સેવન કરી શકો છો.

B'day Spl: જ્યારે કુંવારી 'ગીતા મા'એ માંગમાં સિંદૂર ભરીને લોકોને ચોંકાવ્યા હતા, આ હેન્ડસમ હંક સાથે જોડાઇ ચૂક્યું છે નામ

ફાયદા

  • કોફીને દુનિયાનું સૌથી ફાઈનેસ્ટ એન્ટી-ઓક્સિડન્ટ માનવામાં આવે છે. રોજ અડધો કપ કોફીનું સેવન કરવાથી તમારી ત્વચા યુથફૂલ રહે છે.

  • જાયફળ ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જેથી ઝડપથી વજન ઓછુ થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે.

  • તજ ચરબીને ઓછા કરતા હૉર્મોન્સમાં વધારો કરે છે અને મેટાબોલિઝમ રેટ પણ વધારે છે.

  • કોકો પાઉડર મેટાબોલિઝમ વધારે છે, જેથી તમારુ વજન ઝડપથી ઘટે છે.
    વર્જિન કોકોનટ ઓઈલ વજન ઓછુ કરે છે.


(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: July 5, 2021, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading