Byju's Young Genius: એવોર્ડ વિનિંગ સ્કેટર તીલુક અને તબલા વાદક તૃપ્તરાજને મળો EP 9માં


Updated: March 18, 2021, 6:23 PM IST
Byju's Young Genius: એવોર્ડ વિનિંગ સ્કેટર તીલુક અને તબલા વાદક તૃપ્તરાજને મળો EP 9માં
PM મોદી સાથે તૃપ્તરાજ પંડ્યા

Byju's Young Genius નાં 9માં એપિસોડમાં તમે પ્રતિભાશાળી બાળકો તબલા વાદક તૃપ્તરાજ પંડ્યા અને એવોર્ડ વિનિંગ સ્કેટર તીલુક કિસમની મળ્યા. આ જોડી કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂ અને અભિનેતા સોનુ સૂદ દ્વારા માર્ગદર્શિત છે.

  • Share this:
Byju's Young Genius નાં 9માં એપિસોડમાં તમે પ્રતિભાશાળી બાળકો તબલા વાદક તૃપ્તરાજ પંડ્યા અને એવોર્ડ વિનિંગ સ્કેટર તીલુક કિસમની મળ્યા. આ જોડી કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂ અને અભિનેતા સોનુ સૂદ દ્વારા માર્ગદર્શિત છે.

દિલ્હીના 12 વર્ષીય તીલુકે લાંબા અંતર સુધી સળિયા નીચે 116 મીટર લિમ્બો સ્કેટિંગ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ તેણે 20 ડિસેમ્બર 2015ના રોજ બનાવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે તેણે 31 ડિસેમ્બર 2016ના રોજ 145 મીટર સ્કેટિંગ કરીને પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 116 મીટર સ્કેટિંગ કરી તેણે 2019માં 'Longest slalom Wave'નો રેકોર્ડ બનાવીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું હતું.

ન્યુઝ 18 સાથેની વાતચીતમાં તીલુકે કહ્યું કે, તે આ શોનો ભાગ બનવા બદલ ગૌરવની લાગણી અનુભવે છે. તેણે કહ્યું, પહેલાં મારા વિશે ઓછા લોકો જાણતા હતા. હવે વધુ લોકો મને ઓળખવા લાગ્યા છે. તેણે કહ્યું, ' મેં એક વખત બાળકોના કૌશલ અંગે એક જર્મન શો જોયો હતો અને મને વિચાર આવ્યો હતો કે આપણે ભારતમાં આવો શો કેમ નથી કરતા. હવે આપણી પાસે પણ આવો એક શો છે, જેના પર મને ગૌરવ છે.'

તીલુકને વિશ્વાસ છે કે તે વર્ષ 2023-24ના વિન્ટર ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, તીલુકે માત્ર ચાર વર્ષની ઉંમરે સ્કેટિંગ કરવાનું શરુ કર્યું હતું. જે બાદ તેણે પાછું ફરીને નથી જોયું. તેણે સ્કેટિંગ બાદ લિમ્બો સ્કેટિંગ, સ્લાવ વેવ બોર્ડિંગ બાદ હવે એસ સ્કેટિંગ કરવા પર યોજના બનાવી છે.મુંબઈના 13 વર્ષીય તૃપ્તરાજને કલા અને સંસ્કૃતિમાં 2019-20માં પ્રધાન મંત્રી બાળ પુરસ્કારથી સન્માનિત કરાયો છે. તે માત્ર ત્રણ વર્ષની ઉંમરે ઓલ ઇન્ડિયા રેડિયોમાં લાઈવ પરફોર્મ કરતો હતો. તેમજ ચાર વર્ષની ઉંમરે તેણે દૂરદર્શન પર લાઈવ પર્ફોમન્સ કર્યું હતું. ચ વર્ષની ઉંમરે તેને ગિનિસ બુક ઓફ રેકોર્ડસે સૌથી નાની ઉંમરના તબલા માસ્ટર તરીકે સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. તૃપ્તરાજનું કહેવું છે કે, જયારે તેણે આ રેકોર્ડ બનાવ્યો ત્યારે આ બધું સમજવા માટે ખુબ નાનો હતો. તેણે કહ્યું, જેમ-જેમ હું મોટો થતો જઉં છું, હું આ અંગે વધુ સારો અનુભવ કરું છું. પરંતુ તે એક અલગ જ જીત છે.

તૃપ્તરાજને બાસ્કેટ બોલ રમવો અને ભારતીય શાસ્ત્રીય સંગીત ખૂબ પસંદ છે. તેને આશા છે કે તે ભવિષ્યમાં તબલા વાદક તરીકે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતને રિપ્રેઝેન્ટ કરશે.

2 વર્ષની ઉંમરથી જ તેને તબલામાં ખૂબ રસ હતો. તે રસોડામાં વાસણો વગાડ્યા કરતો હતો. હાલ તે પંડિત નારાયણ ઘોષ હેઠળ તબલાની તાલીમ લઇ રહ્યો છે. તે એક ગાયક અને વક્તા પણ છે.તે હાર્મોનિયમ, ઢોલક અને કાંગો ડ્રમ પણ સારી રીતે વગાડે છે. જોકે, તેના માટે સ્કુલ અને સંગીતની પ્રેક્ટિસ વચ્ચે સંતુલન કરવું મુશ્કેલ છે.

Byju’s Young Genius award પ્રોગ્રામનો આ 9મોં એપિસોડ તમે  સાંજે 7.30 વાગ્યે CNN News18 અને 7 વાગ્યે News18 India પર નિહાળી શકશો.
First published: March 18, 2021, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading