BYJU'S જિનિયસ: તબલા વાદક તૃપ્તરાજ પંડ્યા અને સ્કેટર તિલુક કીસમે જણાવ્યું તેમને સપના વિશે


Updated: March 18, 2021, 6:13 PM IST
BYJU'S જિનિયસ: તબલા વાદક તૃપ્તરાજ પંડ્યા અને સ્કેટર તિલુક કીસમે જણાવ્યું તેમને સપના વિશે
તૃપ્તરાજ અને તિલૂક

તિલુકના એપિસોડમાં રમતમંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે તેઓ જો આ રીતે મહેનત કરશે, તો તેમનું વિંટર ઓલિમ્પિકનું સપનું પણ પૂર્ણ થશે.

  • Share this:
બાયજુસ યંગ જિનિયર્સના 9મા એપિસોડમાં તમે તૃપ્તરાજ પંડ્યા અને તીલુક કિસમની મળશે. 13 વર્ષીય તૃપ્તરાજ મુંબઈનો રહેવાસી છે, જેને પ્રધાનમંત્રી બાળ કલા અને સંસ્કૃતિ પુરસ્કાર 2019-20થી સન્માનિત કરાયો છે. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેણે ઓલ ઈન્ડિયા રેડિયો પર લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તેમજ દૂરદર્શન પર પણ લાઈવ પરફોર્મ કર્યું હતું. છ વર્ષની ઉંમરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નાના તબલા માસ્ટર તરીકે તેનું નામ નોંધાયું હતું.

તેણે CNN-News18ના આનંદ નરસિમ્હન સાથે વાત કરતા જણાવ્યું કે, તબલા શીખવા માટે એક જીવન પણ ઓછું પડે છે, પરંતુ જો તમે તેને સારી રીતે શીખવા માંગો છો તો તમારે ધૈર્ય અને અભ્યાસની જરૂર પડે છે.

તૃપ્તરાજે જણાવ્યું કે, તેમણે કેવી રીતે તબલા શીખવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ દોઢ વર્ષના હતા, ત્યારે તેમના દાદી રસોડામાં ગાતા હતા અને તેઓ ઘરના વાસણો વગાડતા હતા. મારા દાદીએ જોયું કે તેમાં એક લય હતો. તેમણે મારા પિતાને આ વાત કરી અને જણાવ્યું કે તૃપ્તરાજ જાણે છે કે જીવનમાં લય જરૂરી છે.

એક એપિસોડમાં અભિનેતા સોનુ સુદે જણાવ્યું હતું કે તેમણે ગિટાર વગાડવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે વગાડવાનું યથાવત ન રાખ્યું. આ એપિસોડમાં તૃપ્તરાજ દ્વારા તબલા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.



12 વર્ષના તિલુક કિસમે 20 ડિસેમ્બર 2015ના રોજ લિંબો સ્કેટીંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને 31 ડિસેમ્બર 2016ના રોજ તેણે પોતાનો જ લિંબો સ્કેટીંગનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તેણે આ રેકોર્ડ સાથે સાથે જ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે.તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ સ્કેટીંગ કરે છે, ત્યારે કાર જેવો અનુભવ થાય છે. તેમણે પોતાના સપના વિશે જણાવતા કહ્યું કે તેઓ એક સારા માણસ બનવા ઈચ્છે છે અને વિંટર ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતીને દેશનું નામ રોશન કરવા ઈચ્છે છે.

તિલુકના એપિસોડમાં રમતમંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે તેઓ જો આ રીતે મહેનત કરશે, તો તેમનું વિંટર ઓલિમ્પિકનું સપનું પણ પૂર્ણ થશે.

તીલુકે માત્ર ચાર વર્ષની ઉંમરે સ્કેટિંગ શરૂ કર્યું હતું. બાદમાં તેણે લિંબો સ્કેટિંગ, સ્લાવ વેવ બોર્ડિંગ સ્કેટિંગ પણ કર્યું અને હવે તેઓ આઈસ સ્કેટિંગ પણ કરવા ઈચ્છે છે.
First published: March 18, 2021, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading