પ્રોડક્ટ પરનું એક લેબલ કલાઈમેટ ચેન્જ ઘટાડી શકે! વિજ્ઞાનિકોનું નવું સંશોધન


Updated: March 31, 2021, 5:58 PM IST
પ્રોડક્ટ પરનું એક લેબલ કલાઈમેટ ચેન્જ ઘટાડી શકે! વિજ્ઞાનિકોનું નવું સંશોધન
પ્રતિકાત્મક તસવીર

નવા અભ્યાસ મુજબ જો વસ્તુઓ ઉપર કાર્બનના પ્રમાણની વિગતો દર્શાવવામાં આવે તો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે લોકો ઓછું કાર્બન ધરાવતી વસ્તુઓ ખરીદે

  • Share this:
ક્લાઈમેટ ચેન્જ સામે એકજૂથ થઈને લડવા માટે સમગ્ર વિશ્વના ઘણા દેશોએ હાથ મિલાવ્યા છે. અલગ અલગ પદ્ધતિથી ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં આવે છે. આબોહવા પરિવર્તનને રોકવા માટે માત્ર વાતો નથી થઈ, નક્કર પગલાં પણ લેવાઈ રહ્યા છે. ઘણા લોકો આ બાબતે ચિંતિત છે. સામાન્ય લોકો પણ ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે સક્રિય ભૂમિકામાં રહે છે. નવા અભ્યાસ મુજબ જો વસ્તુઓ ઉપર કાર્બનના પ્રમાણની વિગતો દર્શાવવામાં આવે તો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે લોકો ઓછું કાર્બન ધરાવતી વસ્તુઓ ખરીદે.

કોપનહેગન યુનિવર્સિટીના જણાવ્યા મુજબ માંસ ઉદ્યોગ વિશ્વના અગ્રણી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જકોમાંનો એક છે. માંસને ક્લાઈમેટ ચેન્જ ઘટાડવા માટેના અનુકૂળ વિકલ્પમાં સમાવી લેવાય તો તે ગ્રાહકની વર્તણૂકને અસર કરી શકે છે.

આ અભ્યાસ સ્વીડિશ યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો. તેઓ ગ્રાહકની પસંદગીને પ્રભાવિત કરવાની રીત તરીકે ક્લાઈમેટ ચેન્જની માહિતીની અસરકારકતાને સમજવા માંગતા હતા. અભ્યાસ કરનાર ટીમ અનુસાર પેકેટમાં આવતી મીટ પ્રોડક્ટમાં કાર્બનના પ્રમાણનું લેબલિંગ ફરજિયાત થવું જોઈએ.

વિગતોની અવગણના કરી અપરાધ મુક્ત રહેવાની મનોદશા ઉપર આખું સંશોધન આધારિત હોવાનું ફલિત થયું હતું. ઘણી વખત વ્યક્તિ લેબલ પર શું લખ્યું છે તે અંગે જાણવાનું સક્રિયપણે ટાળે છે. પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને ધરતી માતાને કેટલું નુકસાન પહોંચાડે છે તે જાણવાનું ટાળે છે. આવું જ ખાદ્ય વસ્તુઓને લઈને પણ થાય છે. ગિલ્ટ ફ્રી રહેવા ખાદ્ય વસ્તુઓ ઉપર લખેલી ચેતવણીને અવગણવામાં આવે છે.

કોપનહેગન યુનિવર્સિટી ઓફ ફૂડ એન્ડ રિસોર્સ ઇકોનોમિક્સના જોનાસ નોર્ડસ્ટ્રોમના મત મુજબ, જે વસ્તુ ખવાય છે તેનાથી ક્લાઈમેટને શું અસર થશે તે જાણવાનું દર ત્રણમાંથી એક વ્યક્તિ ઇચ્છતો નથી.

આ અભ્યાસમાં 803 વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. તેમને ગ્રાઉન્ડ મીટ અને પ્લાન્ટ આધારિત ખોરાકના છ વિકલ્પોમાંથી પસંદગીની કરવાનું કહેવાયું હતું. આ દરેક પ્રોડક્ટમાં ક્લાઈમેટ ચેન્જનું લેબલ લગાવાયું નહોતું. શું તેઓ કાર્બનના પ્રમાણ અંગે જાણવા માંગે છે? તે પ્રશ્નના જવાબમાં 33 ટકા વોલન્ટીયર્સે ના પાડી હતી.અભ્યાસના બીજા તબક્કામાં આ જ વોલન્ટિયર્સને ફરીથી વસ્તુઓની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જોકે આ વખતે પ્રોડક્ટ ઉપર ક્લાઈમેટ લેબલ લગાડવામાં આવ્યા હતા. આ પ્રયોગમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા. જેમણે પ્રથમ તબકકામાં ક્લાઈમેટ ચેન્જને જાણવા હકારાત્મક વલણ દાખવ્યું હતું. તેમણે તેમની નવી પ્રોડક્ટ પસંદગીમાં કાર્બનની અસર જાણવાની વાત નજરઅંદાજ કરી. ક્લાઈમેટ લેબલ લાગ્યું હોય તેવી વસ્તુઓનો પસંદગી પણ 12 ટકા જેટલા લોકોએ ટાળી હતી.

આ પ્રયોગ બાદ પ્રોફેસર નોર્ડસ્ટ્રમે સમજાવ્યું કે કોઈ ઉત્પાદનથી ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃત રહેવું એ ઉપભોક્તા માટે માનસિક દબાણ લાવે છે. જો રેડ મીટથી શું અસર થાય છે, તેવું લોકો જનતા હોય તો તેઓ પોતાને દોષી માનીને દૂર રહે છે. જોકે જ્યારે ક્લાઈમેટ ચેન્જથી શું અસર થાય તે જણાવતા લેબલ મુકેલ ન હતા ત્યારે લોકોએ પણ જાણવાનું ટાળ્યું હતું.
First published: March 31, 2021, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading