ચંદીગઢ : મહિલાને માસિકધર્મ દરમ્યાન આંખમાંથી રક્તસ્ત્રાવ થતા તબીબો આશ્ચર્યમાં!


Updated: March 19, 2021, 11:41 AM IST
ચંદીગઢ : મહિલાને માસિકધર્મ દરમ્યાન આંખમાંથી રક્તસ્ત્રાવ થતા તબીબો આશ્ચર્યમાં!
પ્રતિકાત્મક તસવીર

' હોર્મોનલ બદલાવ આ અંગોમાં વસ્ક્યુલર પર્મિબીલીટીને પ્રભાવિત કરે છે, જેના કારણે રક્તસ્ત્રાવ થાય છે. પરંતુ ડૉકટર હજી સુધી આ પ્રકારે થતા રક્તસ્ત્રાવનું સચોટ શારીરિક કારણ જાણી શક્યા નથી'

  • Share this:
ચંદીગઢમાં (Chandigarh) એક અજીબોગરીબ (OMG) કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય એક મહિલાએ (Woman) ફરિયાદ કરી છે કે માસિક ધર્મ દરમિયાન તેની આંખમાંથી રક્તસ્ત્રાવ (Bleeding from eyes)થઈ રહ્યો છે. આ પ્રકારનો કિસ્સો સામે આવતા ડૉકટર આશ્ચર્ય અનુભવી રહ્યા છે. મહિલાએ જણાવ્યું કે એક મહિના પહેલાં પણ આ પ્રકારે જ આંખમાંથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. પરંતુ સાથે તે પણ જણાવ્યું હતું કે તેનાથી તેને કોઈ સમસ્યા નથી થઈ રહી. આ પ્રકારની ફરિયાદ કરતા ડૉકટરોએ મહિલાને આંખના રિપોર્ટ કરાવવાની સલાહ આપી હતી, પરંતુ તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે, કોઈપણ પ્રકારનું અન્ય કારણ જોવા મળ્યું નથી. આ પહેલાં મહિલાને આંખની કોઈ તકલીફ હોય તેવું પણ જાણવા નથી મળ્યું.

ડૉકટરોએ આ વાતની ગંભીરતાથી નોંધ લેતા તેના પર વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે મહિલાને માસિકધર્મ દરમ્યાન આંખમાંથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. મહિલા આ પ્રકારની જે સમસ્યાનો સામનો કરી રહી છે, તેને ‘નેત્ર સંબંધિત માસિકધર્મ’ રૂપે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : પાર્ટનર સાથે અંગત પળો વિતાવવા દરમિયાન એક અલગ જ ફિલિંંગ શા માટે અનુભવાય છે? કારણ છે વૈજ્ઞાનિક

આ પરિસ્થિતિને ચક્રીય રક્તસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક્સટ્રેજેનિટલ અંગોમાંથી માસિકધર્મ દરમ્યાન રક્તસ્ત્રાવ થાય છે. સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં નાકમાંથી રક્તસ્ત્રાવ થાય છે, પરંતુ ઘણીવાર હોંઠ, આંખ અને ફેફસાંમાંથી કે પેટમાંથી પણ રક્તસ્ત્રાવ થાય છે.

આ પણ વાંચો : દાંત ખૂબ દુ:ખે છે! આ રહ્યા સરળ ઘરગથ્થુ ઉપાય, જે આપશે રાહત

બ્રિટિશ મેડિકલ જર્નલમાં આ મામલો પ્રકાશિત કરવામાં આવ્યો છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે માસિકધર્મ દરમ્યાન થતા હોર્મોનલ બદલાવ આ અંગોમાં વસ્ક્યુલર પર્મિબીલીટીને પ્રભાવિત કરે છે, જેના કારણે રક્તસ્ત્રાવ થાય છે. પરંતુ ડૉકટર હજી સુધી આ પ્રકારે થતા રક્તસ્ત્રાવનું સચોટ શારીરિક કારણ જાણી શક્યા નથી. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે એંડોમેટ્રિયોસિસ અથવા એક્સટ્રાજેનિટલ અંગોમાં એંડોમેટ્રિયલ ઉત્તકની ઉપસ્થિતિને કારણે આ પ્રકારની માસિકધર્મની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.મહિલાને ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ આપવામાં આવી હતી, જેમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું મિશ્રણ હતું. તેમજ ત્રણ મહિનાના ફોલો અપ બાદ હવે મહિલાને આંખમાંથી રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો છે.
First published: March 19, 2021, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading