રિસર્ચ: કોરોના સામે લડવા માટે 10 વર્ષ સુધીના બાળકોમાં હોય છે મજબૂત એન્ટિબોડી


Updated: March 24, 2021, 1:53 PM IST
રિસર્ચ: કોરોના સામે લડવા માટે 10 વર્ષ સુધીના બાળકોમાં હોય છે મજબૂત એન્ટિબોડી
પ્રતીકાત્મક તસવીર

વેલ કોર્નેલ મેડિસિનના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમ દ્વારા ન્યુયોર્કમાં આ સંશોધન કરવામાં આવ્યું છે.

  • Share this:
દેશમાં કોરોના સંક્રમણ (coronavirus) સતત વધી રહ્યું છે. ત્યારે કોવિડ-19 રિસર્ચમાં કેટલીક મહત્વની બાબતો જાણવા મળી છે. રિસર્ચ અનુસાર 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં અધિક એન્ટીબોડીનું નિર્માણ થાય છે. બાળકોમાં કિશોરો તથા પુખ્તવયની સરખામણીમાં એન્ટીબોડીનું સ્તર અધિક રહે છે, જે રોગ સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વધારે છે. એક ન્યુઝપેપર અનુસાર બાળકોને પુખ્તવયના લોકોની તુલનામાં કોવિડ-19ની શા માટે ઓછી અસર થાય છે. આ વિષય અંગે હજુ પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, જેની પાછળ અનેક કારણો માનવામાં આવી રહ્યા છે.

વેલ કોર્નેલ મેડિસિનના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમ દ્વારા ન્યુયોર્કમાં આ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં એપ્રિલ અને ઓગસ્ટ 2020 દરમિયાન 32 હજાર લોકોમાં એન્ટીબોડીની તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત 1,200 બાળકોમાં 17 ટકા અને 30,000 વયસ્કોમાં 19 ટકા જૂનું ઈંફેક્શન જોવા મળ્યું હતું. તેમજ 85 બાળકો અને 3,648 વયસ્ક જેઓ કોરોના પોઝિટિવ હતા તેમના પર પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાગ્રસ્ત લોકોમાં ઈમ્યુનોગ્લોબલિન જી (IgG) એન્ટીબોડીની તપાસ કરાઈ હતી.

સુરતમાં દેખાયા કોરોનાના નવા લક્ષણો, આ સાતમાંથી કોઇપણ ફરિયાદ હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ

1થી 10 વર્ષના 32 બાળકોમાં 19થી 24 વર્ષના 127 યુવાઓ કરતા અધિક IgG સ્તર જોવા મળ્યું છે. ત્યાર બાદ 1થી 26 વર્ષના કોરોના પોઝિટીવ પેશન્ટ પર રિસર્ચ કરાયું હતું, જેમાં 1થી 10 વર્ષના બાળકોમાં 11થી 18 વર્ષના કિશોરો કરતા બમણું IgG એન્ટીબોડી સ્તર જોવા મળ્યું છે.

રિસર્ચમાં જણાવાયું છે કે, આ રિસર્ચ સાબિત કરે છે કે, 1થી 10 વર્ષના બાળકોમાં એન્ટીબોડીનું સ્તર અધિક જોવા મળે છે. વયસ્ક કરતા બાળકોમાં એન્ટીબોડીનું સ્તર અધિક હોવાના કારણે બાળકો મજબૂત પ્રતિકારક ક્ષમતાથી કોવિડ-19 સામે લડવા માટે સક્ષમ છે.

શું તમે 45+ છો અને કોરોનાની રસી લેવા માંગો છો? તો આ તમામ વિગતો તમારે જાણવી જોઇએવધુ એક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે, બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર બાળકોમાં “ઈનેટ” રોગપ્રતિકારક શક્તિ વધુ સક્ષમ હોય છે. જે સંક્રમણ જોવા મળતા જ સંક્રમણને દૂર કરવા માટે સહાય કરે છે તથા અન્ય જાણકારી અનુસાર બાળકોના શ્વસનતંત્રમાં "ACE2" નામક ઓછા રિસેપ્ટર્સ જોવા મળે છે, કોરોનાવાયરસ આપણા શરીરમાં પ્રવેશ મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે.

કોવિડ-19 મહામારીને લઈને એક અન્ય રિસર્ચમાં ખૂબ જ હેરાન કરતી માહિતી સામે આવી છે. જેમાં જણાવાયું છે કે, યુવાવર્ગમાં એન્ટીબોડીનું સ્તર ઓછું જોવા મળે છે, જે તેની ઉંમર વધતા તેમાં એન્ટીબોડીનું સ્તર પણ વધ્યું છે. કોવિડ-19 માટે મેદસ્વીતા કે જાડાપણું એક મહત્વનું કારણ હોવાનું સામે આવ્યું છે. જેને “સાઈટોકાઈન સ્ટોર્મ” તરીકે ઓળખવામાં આવે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને નબળી પાડીને શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે.
First published: March 24, 2021, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading