કોરોના: બહારથી આવ્યા બાદ કપડાને આ રીતે કરો સૅનેટાઇઝ, બીમારીઓ રહેશે દૂર


Updated: April 21, 2021, 12:18 PM IST
કોરોના: બહારથી આવ્યા બાદ કપડાને આ રીતે કરો સૅનેટાઇઝ, બીમારીઓ રહેશે દૂર
કોરોનાકાળમાં હાથ સૅનેટાઇઝ કરવાની સાથે કપડાં પણ સૅનેટાઇઝ કરવા ખુબ જરૂરી બની ગયા છે.

કોરોનાકાળમાં હાથ સૅનેટાઇઝ કરવાની સાથે કપડાં પણ સૅનેટાઇઝ કરવા ખુબ જરૂરી બની ગયા છે.

  • Share this:
દેશભરમાં કોરોનાના વધતા કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. જેને લઈને દેશના ઘણા ભાગોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સાથે જ સ્વાસ્થ્ય જાળવવા માટે સોશ્યલ ડિસ્ટન્સીગ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે કોરોનાકાળમાં હાથ સૅનેટાઇઝ કરવાની સાથે કપડાં પણ સૅનેટાઇઝ કરવા ખુબ જરૂરી બની ગયા છે. તમે કેટલીક સરળ રીતોથી કપડાં સૅનેટાઇઝ કરી શકો છો, અહીં જાણો એ રીતો.

અલગ બાસ્કેટમાં રાખો કપડાં

તમે જયારે પણ બહારથી આવો ત્યારે તમારા કપડાં અલગ બાસ્કેટમાં રાખો. તેને બીજા કપડાં સાથે ન રાખો. સાથે જ તમે પાણીથી ભરેલા બાસ્કેટ કે ડોલમાં એન્ટિસેપ્ટિક લીકવીડ અથવા માલતીયુઝ હાઇજીન લીકવીડ ઉમેરીને તેમાં કપડાં બોળી શકો છો. જેથી તમે પહેરેલા કપડાના જીવનું બીજા કપડાના સંપર્કમાં નહીં આવે.

Swaminarayan Jayanti 2021: આજે સ્વામિનારાયણ જયંતિ, જાણો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને પૂજા વિધિ

ગરમ પાણીનો કરો ઉપયોગ

આવા સમયે કપડા ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે પાણીનું તાપમાન 55-60 ડિગ્રી રાખો. જેનાથી કપડામાં રહેલ બેક્ટેરિયાનો નાશ થશે. ઘણા વોશિંગ મશીનમાં અગાઉથી જ વોટર ટેમ્પરેચર સિલેક્ટ કરવાનો ઓપ્શન હોય છે. તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.કેમિકલ ડિસઇન્ફેક્ટન્ટ

કપડાં ધોતા સમયે કેમિકલ ડિસઇન્ફેક્ટન્ટનો ઉપયોગ કરવો જોઈએ. ક્લોરીન યુક્ત બ્લીચ કપડા માટે સૌથી સારું મનાય છે. જોકે, તેને સીધું જ કપડાં સાથે ભેળવી દેવા કરતા ડિટર્જન્ટ સાથે ભેળવીને મશીનના સોપ ડિસ્પેન્સરમાં નાંખો. જો તમે ડોલમાં કપડાં પલાળી રહ્યા હોય તો એક મગમાં તેને મિક્સ કરી લો અને બાદમાં તેને ડોલમાં નાંખો.

શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં પોશ વિસ્તાર કરતાં કોરોનાના કેસ કેમ હોય છે ઓછા?

વોશિંગ મશીનને કરો ડિસઇન્ફેક્ટન્ટ

કપડાં ધોયા બાદ વોશિંગ મશીનને જંતુમુક્ત કરો. આ માટે કપડાને એન્ટિસેપ્ટિક લીકવીડ અથવા કેમિકલ જંતુનાશક પદાર્થમાં પલાળો અને પછી મશીનને સારી રીતે સાફ કરો. આ પછી, સાદા પાણીમાં પલાળેલા કપડાથી સાફ કરો. જો તમે ડોલનો ઉપયોગ કર્યો છે, તો તેને પ્રવાહી અથવા પાવડર ડીટરજન્ટથી ધોઈ લો. આ જ રીતે મગ અને બ્રશ પણ સાફ કરો.કપડાને તાપમાં સુકવો

કપડાંને તડકામાં સારી રીતે સૂકવવા દો. આ માટે તમે મશીન ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેને ઓછામાં ઓછા 2 મિનિટ સુધી સ્પિન થવા દો. આ કપડાને તડકામાં નાખો અને તેને સારી રીતે સુકાવા દો. જો સુકાયાં ન હોય તો, કપડાને હાથથી સ્ક્વિઝ કરીને તડકામાં સૂકવો. જ્યાં સુધી સંપૂર્ણ ભેજ સુકાય નહીં ત્યાં સુધી કપડાંને સંકેલો નહીં.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતી નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: April 21, 2021, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading