કોરોનાથી બચવા તડકે બેસો, સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો એક અભ્યાસમાં દાવો


Updated: April 14, 2021, 10:46 AM IST
કોરોનાથી બચવા તડકે બેસો, સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો એક અભ્યાસમાં દાવો
તસવીર : Shutterstock

જે વિસ્તારોમાં તડકો પડતો હોય તે વિસ્તારના લોકો પર કોરોનાનો ખતરો ઓછો છે. તડકાના કારણે લોકો ઉપર અલ્ટ્રા વાયોલેટ-એ કિરણો વધુ પડે છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) વર્તમાન સમયે લોકોની જીવનશૈલી (Lifestyle) સાથે સંકળાઈ ચૂકી છે. કોરોનાની બીજી લહેરે (Coronavirus second wave) લોકોના આરોગ્ય પર વધુ ગંભીર અસર પાડી છે. હાલ દેશમાં રસીકરણ માટેની પ્રક્રિયા તો ચાલુ જ છે પણ રસીકરણ (Corona vaccination) થયું હોવા છતાં અનેક લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આવા સમયે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંનું પાલન કરવું આવશ્યક બની જાય છે. બીજી તરફ એક અભ્યાસમાં સૂર્ય પ્રકાશથી કોરોનાનો ખતરો ઓછો થતું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

1. સૂર્યપ્રકાશ કોરોનાનો ખતરો ટાળે છે

હાલ કોરોનાના ઇલાજ અંગે અલગ અલગ પદ્ધતિ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તડકો કોરોના મહામારી સામે રક્ષક બની શકે છે.

આ પણ વાંચો: AMCમાં બીજેપી કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાથી નિધન; બીજેપી યુવા મોરચાના પ્રમુખ કોરોના સંક્રમિત

2. જે પંથકમાં તડકો વધુ પડે છે ત્યાં કોરોનાથી મોતની સંખ્યા ઓછી છે
​જે વિસ્તારોમાં તડકો પડતો હોય તે વિસ્તારના લોકો પર કોરોનાનો ખતરો ઓછો છે. તડકાના કારણે લોકો ઉપર અલ્ટ્રા વાયોલેટ-એ કિરણો વધુ પડે છે. યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગના સંશોધકોના કહ્યા મુજબ જે વિસ્તારોમાં અલ્ટ્રા વાયોલેટ-એ કિરણો ઓછા પ્રમાણમાં પડતા હોય તે વિસ્તારો કરતાં અલ્ટ્રા વાયોલેટ કિરણ વધુ હોય તેવા વિસ્તારમાં કોરોનાનાં મૃત્યુદર ઓછો રહે છે.

આ પણ વાંચો: ચેન સ્નેચરે આઠ મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને રોડ પર ઢસડી, ગળામાંથી ચેન આંચકીને ફરાર

3. અલ્ટ્રા વાયોલેટ-એ રેડિયેશન એટલે શું?

અલ્ટ્રાવાયોલેટ-એ કિરણો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો 95 ટકા જેટલો ભાગ છે. જે ત્વચાની અંદરની અંદરના પડ સુધી પહોંચી જાય છે. કોરોના વાયરસ સામે યુવી-સી રેડિએશન અસરકારક રહે છે. આ કિરણની તરંગ લંબાઇ પૃથ્વીની સપાટી સુધી પહોંચી શકતી નથી.

આ પણ વાંચો: આઘાતજનક કિસ્સો: પરિણીતા ફાંસીએ લટકી રહી હતી અને સાસરિયાના લોકો વીડિયો ઉતારતા હતા!બ્રિટિશ જર્નલ ઓફ ડર્મોટોલોજીમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં યુ.એસ.ના અલગ અલગ ભાગમાંથી 2020ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુની તુલના કરવામાં આવી હતી. જેમાં યુવીના પ્રમાણ સાથે મોતની ટકાવારી જોડાયેલી હોવાનું ફલિત થયું હતું. આવો જ અભ્યાસ ઈંગ્લેન્ડ અને ઇટાલીમાં પણ થયો હતો. જેમાં પણ અમેરિકા જેવા તારણ મળી આવ્યા હતા. આ અધ્યયનમાં યુવી બીનું યોગ્ય સ્તર ધરાવતા વિસ્તારોમાં આવરી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

અગાઉના અભ્યાસમાં સામે આવ્યું હતું કે, સતત સૂર્ય પ્રકાશના કારણે સાર્સ-કોવ-2 નિષ્ક્રિય થઈ જાય છે. જોકે, આ માત્ર તડકાના રહેલા અલ્ટ્રા બી રેડિયેશનનાં કારણે થતું નથી.

આ પણ વાંચો: અમદાવાદ: 'અહીં કેમ ઉભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી

4. આ થિયરી શું સમજાવવા માંગે છે?

સંશોધનકારોએ નાઇટ્રસ ઓકસાઈડને ઓછી સંખ્યામાં કોરોનાના મોતનું કારણ ગણાવ્યું છે. ત્વચા પર સૂર્યપ્રકાશના કારણે નાઇટ્રસ ઓકસાઈડ ઉત્પન્ન થાય છે. લેબોરેટરીમાં થયેલા અભ્યાસ મુજબ આ કેમિકલ સાર્સ કોવ 2ને નિષ્ક્રિય કરી નાખે છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ હૃદય રોગનો ખતરો વધે છે, જે નવા અભ્યાસમાં સામે આવ્યું છે. ત્યારે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી કાર્ડીયોવાસ્ક્યુલર સમસ્યાઓ સાથે સૂર્યપ્રકાશથી ફાયદો થતો હોવાનું ભૂતકાળમાં થયેલા અભ્યાસ પરથી ફલિત થયું છે.
First published: April 14, 2021, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading