વસંત પંચમીએ તમારા સુંદર વાળને સુંદર ફૂલોથી સજાવો અને દેખાવ સૌથી અલગ તથા સુંદર

News18 Gujarati
Updated: February 15, 2021, 7:23 PM IST
વસંત પંચમીએ તમારા સુંદર વાળને સુંદર ફૂલોથી સજાવો અને દેખાવ સૌથી અલગ તથા સુંદર
પ્રતિકાત્મક તસવીર

આ વસંત પંચમી પર એથનિક ડ્રેસ તથા મેચિંગ જ્વેલરીની સાથે તમારા વાળમાં સુંદર ફૂલ લગાવીને અલગ દેખાઈ શકો છો. તમારા વાળને રંગબેરંગી ફૂલોથી બનેલા ગજરાથી સજાવી શકો છો.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ભલે કોઈ તહેવાર હોય કે ફંકશન સંપૂર્ણરૂપે તૈયાર થયા બાદ એક પરફેક્ટ તથા સુંદર હેર સ્ટાઈલ (Hair style) તમારી સુંદરતાને વધુ સુંદર બનાવે છે. પરફેક્ટ લુક માટે ચહેરાની સાથે સાથે એક સારી હેર સ્ટાઇલ પણ મહત્વપૂર્ણ છે. આ વસંત પંચમી (vasant panchami) પર એથનિક ડ્રેસ તથા મેચિંગ જ્વેલરીની (Matching Jewelry) સાથે તમારા વાળમાં સુંદર ફૂલ લગાવીને અલગ દેખાઈ શકો છો. તમારા વાળને રંગબેરંગી ફૂલોથી બનેલા ગજરાથી સજાવી શકો છો. વાળમાં ફ્લાવર બન પરફેક્ટ હેર સ્ટાઈલ સાબિત થઈ શકે છે. હેર સ્ટાઈલ સાડી, ચણીયા ચોળી તથા સલવાર સુટની સાથે ખૂબ જ સુંદર લાગી શકે છે.

ફૂલ વાળના સૌથી સારા દોસ્ત છે
બન હેર સ્ટાઇલ મહિલાઓની ફેવરિટ હેર સ્ટાઈલ છે. જો તમે બંને ફૂલ લગાવો તો ખૂબ જ સુંદર લાગી શકો છો. પહેલાના સમયથી વાળને સજાવવા માટે ફૂલનો ઉપયોગ થતો આવ્યો છે. ફૂલ તમારા લુકને પરફેક્ટ અને સુંદર લુક આપે છે. ઠંડીના સમયે બજારમાં અનેક પ્રકારના ફૂલ મળે છે, જે તમે વાળમાં લગાવી શકો છો અને વસંત પંચમીએ સુંદર તથા અલગ લાગી શકો છો.

ચમેલીના ફૂલ
ચમેલીના ફૂલ તમને પરફેક્ટ લુક આપી શકે છે. જો તમે પરંપરાગત લુક વિશે વિચારી રહ્યા છો તો આ એક પરફેક્ટ પસંદ છે. ચમેલીના ફૂલ તમારી હેર સ્ટાઈલ પર પરફેક્ટ મેચ થઈ શકે છે. જેના દ્વારા તમે બનને સજાવી શકો છો અથવા ચોટલીમાં દરેક તરફ રોલ કરી શકો છે. તમે ચમેલીના ગજરાને બન ઉપર લહેરાતો હોય તે આકારમાં લગાવી શકો છો.

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યાઆ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

ગેંદાના ફૂલ
ગેંદાના ફૂલ તમારા વાળ માટે આદર્શ આભૂષણ છે. ગેંદાના ફૂલનો ગજરો બનાવીને તમારી હેર સ્ટાઈલના લુકને પરફેક્ટ લુક આપી શકો છો. આ ફૂલ સ્ટાઇલિશ આઉટફિટ્સ પર પણ સુંદર લાગી શકે છે.

આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

ગુલાબના ફૂલ
ગુલાબના ફૂલ દરેકને પ્રિય હોય છે. ગુલાબ શાન, સુંદરતા અને પ્રેમનું પ્રતીક છે. કોઈપણ પ્રકારની સાડી અથવા સલવાર સુટ સાથે વિશેષ રૂપે લાલ ગુલાબ ખૂબ જ સુંદર લાગે છે. બનની એક બાજુએ અથવા વાળમાં એક ગુલાબ લગાવી શકો છો જે તમારી હેરસ્ટાઈલને સુંદર બનાવે છે.

હોઈડ્રોવેંજિયાના ફૂલ
જ્યારે અનુષ્કા શર્માએ તેમના લગ્ન પર હોઈડ્રોવેંજિયાના ફૂલ વાળમાં લગાવ્યા ત્યારે મહિલાઓ આ ફૂલ પર પાગલ થઈ ગઈ હતી. જે ખૂબ જ અલગ અને સુંદર લાગે છે. ચણિયાચોળી હોય કે પરંપરાગત સાડીઓ કે પછી હોય અનારકલી સલવાર કોઈપણ આઉટફિટ સાથે વાળમાં સુંદર લાગે છે.મિક્સ ફૂલ
જ્યારે ફૂલોમાં તમારી પાસે અનેક વિકલ્પો હોય માત્ર એક પ્રકારના ફૂલોનો શા માટે ઉપયોગ કરવો. મહિલાઓને તેમના વાળની માટે મિક્સ ફૂલોનો ઉપયોગ કરી શકે છે જે ખૂબ જ સુંદર લાગે છે. તમે તમારા વાળમાં આ ફૂલોને અલગ અલગ રીતે લગાવી શકો છો. હેર બન માટે ગુલદાઉદી, લિલી, ડેઝી, પોઝી, તથા જંગલી ફૂલો નો પણ ઉપયોગ કરી શકાય છે જે તમને સુંદર લુક આપે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. જેથી અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
Published by: ankit patel
First published: February 15, 2021, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading