Dhanteras 2020: ધનતેરસે પાર્ટનરને આપો આ ખાસ જ્વેલરી, આંખોમાં આવી જશે ચમક

News18 Gujarati
Updated: November 11, 2020, 2:47 PM IST
Dhanteras 2020: ધનતેરસે પાર્ટનરને આપો આ ખાસ જ્વેલરી, આંખોમાં આવી જશે ચમક
જો તમે પણ આ ધનતેરસે થોડાક આભૂષણ ખરીદવાનું મન મનાવી લીધું છે તો અમે આ વિશેષ વિકલ્પો ચોક્કસ ધ્યાનમાં લેજો

જો તમે પણ આ ધનતેરસે થોડાક આભૂષણ ખરીદવાનું મન મનાવી લીધું છે તો અમે આ વિશેષ વિકલ્પો ચોક્કસ ધ્યાનમાં લેજો

  • Share this:
Dhanteras 2020: કોરોના કાળ (Corona Period)ની વચ્ચે દેશભરના બજાર ફરી એકવાર ચમકી ઉઠ્યા છે. ધનતેરસ (Dhanteras), દિવાળી (Diwali) અને ભાઈ બીજ (Bhai Bij)ને લઈ લોકો જોરદાર ખરીદી (Purchasing) કરવામાં લાગી ગયા છે. ધનતેરસના અવસરે લોકો સોના-ચાંદી (Gold-Silver), વાસણો અને ઝાડૂ પણ ખરીદે છે. આ દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને ઘરમાં ખુશીનો પ્રવેશ થાય છે. જો તમે પણ આ ધનતેરસે થોડાક આભૂષણ ખરીદવાનું મન મનાવી લીધું છે તો અમે આપને કેટલાક વિશેષ વિકલ્પ રજૂ કરી રહ્યા છીએ.

સોનાના સિક્કા  અને  મૂર્તિ

ધનતેરસ પર ખરીદી કરવી સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ધનતેરસે સોના અને ચાંદીની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. તેમાં તમે દેવી લક્ષ્મીનો સોનાની કે ચાંદીનો સિક્કો ખરીદી શકો છો. ધનતેરસ પર તમે સેન્ટર ટેબલ બાઉલ, મેટલ ટ્રે, લક્ષ્મી-ગણેશની ચાંદીની મૂર્તિની સાથે શંખ પણ ખરીદી શકો છો.

મીનાકારી આભૂષણ

તમે ધનતેરસ પર સિક્કા અને મૂર્તિની સાથે મીનાકારી આભૂષણ પણ ખરીદી શકો છો. નોંધનીય છે કે મીનાકારી આભૂષણ, મેટલ પર કરવામાં આવેલી અનેક પ્રકારના રંગોની અદ્ભૂત પેન્ટિંગની પર્સિયન કલા છે. દિવાળી જેવા ખાસ પ્રસંગે મીનાકારી આભૂષણોનું ખૂબ જ મહત્ત્વ હોય છે કારણ કે પારંપરિક લુકની યાદ અપાવે છે.

આ પણ વાંચો, માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે સોના-ચાંદીના સિક્કા બહાર પાડ્યા, દિવાળીએ અહીંથી ખરીદી શકો શકો છોહીરા અને સોનાના આભૂષણ

ધનતેરસ પર હીરા અને સોનાની ખરીદીથી મોટી બાબત કોઈ હોઈ ન શકે. આ શુભ અવસરે આટલી ખાસ ચીજ ખરીદવી લોકો માટે ખૂબ જ મહત્વ્છની છે. એવામાં ધનતેરસના પ્રસંગે તેમાં રોકાણ કરવું તમારા માટે યોગ્ય હોઈ શકે છે. અનેક લોકો સોનાના પેડેંટ્સ, અંગૂઠી, કાનના ઝુમકા, હીરા અને કલરફુલ બ્રેસલેટમાં પણ રોકાણ કરવાનું પસંદ કરે છે. આ ધનતેરસ અમે આ જ વિકલ્પો પર ભાર મૂકી રહ્યા છે કારણ કે જે લોકોને કિંમતી પથ્થર, માણેક અને પન્નામાં વધુ રસ છે તેમના માટે આ યોગ્ય વિકલ્પ છે.

મોડ્યૂલર જ્વેલરી

આ ધનતેરસ મોડ્યૂલર જ્વેલરી પણ ખૂબ ચર્ચામાં છે. આગ્રાના કોહિનૂર જ્વેલર્સના ક્રિએટિવ ડાયરેક્ટર અને પાર્ટનર મિલિન્દ માથુરે જણાવ્યું કે, હાલના દિવસોમાં બજારોમાં મોડ્યૂલર જ્વેલરીની માંગ ઘણી વધી ગઈ છે. કારણ કે આ જ્વેલરી ખૂબ ખાસ પ્રકારની હોય છે. મોડ્યૂલર જ્વેલરીની બનાવટ અને કલકારી લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. તેઓએ કહ્યું કે મોટાભાગની મોડ્યૂલર જ્વેલરીના ટુકડા લચકદાર હોય છે અને તેને ઇન્ટરચેન્જ કરીને ફરીથી વ્યવસ્થિત કરી શકાય છે.

હળવા આભૂષણ

કોરોના કાળમાં આ વર્ષે બજારોએ નવું રૂપ લીધું છે અને મહિલાઓની વચ્ચે નવા ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યા છે. એવામાં ભારે આભૂષણોને બદલે હળવી જ્વેલરીને વધુ પસંદ કરવામાં આવી રહી છે. મહિલાઓમાં હળવી જ્વેલરીનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. મહિલાઓ તેમાં મોટી-મોટી ફેશનેબલ અંગૂઠી પણ કરાવે છે . તેનો સૌથી મોટો ફાયદો એ છે કે બજારોમાં વધતી લૂંટફાટ અને ચોરીની દૃષ્ટિએ આ ખૂબ જ સહજ છે. આપને તેને ગુમાવી દેવાથી વધુ દુઃખ પણ નહીં થાય.

આ પણ વાંચો, Dhanteras 2020: ધનતેરસે ભૂલથી પણ ન ખરીદતાં આ વસ્તુઓ, થઈ શકે છે મોટું નુકસાન

ચાંદીના આભૂષણ

ભલે તમે આ ધનતેરસ પર સોનાના આભૂષણને મહત્ત્વ ન આપો પરંતુ ચાંદીના આભૂષણોને પોતાનું અલગ મહત્ત્વ હોય છે જે પરંપરાગત છે. આ ઉપરાંત ગુલાબી ગોલ્ડથી સજ્જ માર્કાસાઇટ સિલ્વર જ્વેલરી, મેટ સિલ્વર જ્વેલરી અને સિલ્વર જ્વેલરી 70 ટકા દેશમાં નિર્યાત થાય છે અને 30 ટકા દેશમાં જ તૈયાર કરવામાં આવે છે અને આ આભૂષણોની માંગ આ સીઝનમાં ખૂબ થઈ રહી છે.
Published by: Mrunal Bhojak
First published: November 11, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading