આજે દિવાળી પર આ જગ્યાએ ખાસ કરજો દીવો, ભાગ્યના કપાટ ખોલશે આ દીવા

News18 Gujarati
Updated: November 14, 2020, 4:39 PM IST
આજે દિવાળી પર આ જગ્યાએ ખાસ કરજો દીવો, ભાગ્યના કપાટ ખોલશે આ દીવા
પ્રતિકાત્મક તસવીર

દિવાળી પર ઘરની બહાર આ બે મહત્વના સ્થાન અને ઘરની અંદર આ ખાસ જગ્યા પર દીવા મૂકવાનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે દિવાળીના દિવસે દીવાના પ્રકાશને જોઇને માતા લક્ષ્મી તમારા ઘરે વાસ કરવા માટે આવે છે.

  • Share this:
આજે દિવાળીનો પાવન અવસર છે (Diwali 2020) આજે મહાલક્ષ્મીની પૂજા થાય છે અને દેશભરમાં આ દિવસની ભારે ધામધૂમથી ઉજવણી થાય છે. દિવાળીએ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. અને આ દિવસે દીપ પ્રાગટ્યનું ખાસ મહત્વ છે. તેવી માન્યતા છે રામાયણમાં ભગવાન શ્રીરામ જ્યારે રાવણની અસુરી શક્તિઓનો નાશ કરીને સુખરૂપ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા હતા તો ગ્રામજનોએ તેમના પુષ્કપ વિમાનને ઉતરવા માટે ઘરે ઘર દીવડા કર્યા હતા. અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ત્યારથી આજ દિવસ સુધી આ પ્રકાશપર્વને મનાવવામાં આવે છે. વળી આ દિવસે ઘરમાં લક્ષ્મીનો સ્વાગત કરવામાં આવે છે. અને આશા કરવામાં આવે છે કે તેમની કૃપા આપણા ઘરમાં હંમેશા રહે.

ત્યારે દિવાળી પર ઘરની બહાર આ બે મહત્વના સ્થાન અને ઘરની અંદર આ ખાસ જગ્યા પર દીવા મૂકવાનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે દિવાળીના દિવસે દીવાના પ્રકાશને જોઇને માતા લક્ષ્મી તમારા ઘરે વાસ કરવા માટે આવે છે. અને માટે જ દીવા પ્રગટાવીને તમે પણ તમારા નસીબ સબળા કરી કરી શકો છો.

દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ અચુક દીવો મૂકજો. અને પ્રયાસ કરજો કે આ દીવા મોડી રાત સુધી ચાલુ રહે. આ સાથે જ મંદિરમાં પણ અખંડ દીવો કરવો જોઇએ. તેનાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે. વધુમાં તેમ તેલનો, ઘીનો કે સરસિયાનો દીવો કરી શકો. ઘરના દરવાજે સરસિયાના તેલનો દીવો કરાય છે.

આ ઉપરાંત ઘરમાં ફળયું કે બાલ્કની હોય ત્યાં તમે બીજો દીવા મૂકી શકો છો. જો તમે મંદિરમાં દીવો પ્રગટાવતા હોવ તો પૂજા વખતે 5 દીવા કરો. આ ઉપરાંત ઘરમાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. તથા પાણિયારે પણ દીવો કરો. વધુમાં ઘરની પાસે કોઇ પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં પણ દીવો કરવો જોઇએ. આ સિવાય ઘરની પાસે ચાર રસ્તા પર પણ દીવો કરવો જોઇએ.

વધુ વાંચો : કવિતા કૌશિકે એજાઝનો લીધો કલાસ તો રાહુલ વૈદ્યની GF દિશા પરમારે કહ્યું,'આગ હૈ આપ...'

જો કે ચાર રસ્તે દીવો કર્યા પછી પાછા ફરીને ના જોવું જોઇએ. આ સાથે જ જો તમારા ઘરની આસપાસ કોઇ પડોશીનું ઘર કોઇ કારણ સહ બંધ હોય તો તેના ઘરની બહાર પણ તમે દીવો મૂકી શકો છો.

દીવાળીના દિવસે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરમાં ક્યાંય અંધારું ના હોય. અને થાય તો આખી રાત ઘરના એક ખૂણામાં દીવો ચાલુ રાખો. Disclaimer : ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાતની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.
Published by: Chaitali Shukla
First published: November 14, 2020, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading