Protein bars: શું સ્વાસ્થ્ય માટે પ્રોટીન બારનું સેવન હિતાવહ છે? કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી?


Updated: May 21, 2022, 10:51 AM IST
Protein bars: શું સ્વાસ્થ્ય માટે પ્રોટીન બારનું સેવન હિતાવહ છે? કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી?
પ્રોટિન બાર

પ્રોટીન બાર્સ (Protein bars for gym) વધુ ખાય છે. અનેક લોકો વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. ત્યારે પ્રોટીન બાર્સ આરોગ્ય માટે સારી છે કે ખરાબ (Are protein bars good for health) તેવો પ્રશ્ન અનેક લોકોના મનમાં ઉઠે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વર્તમાન સમયે પ્રોટીન બાર્સ (protein bars) અથવા એનર્જી બાર્સ (Energy bars)નું ચલણ વધતું જાય છે. લોકો પેટ ભરવા માટે નાસ્તા (Snacks) તરીકે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. ખાસ કરીને જીમમાં જતા લોકો પ્રોટીન બાર્સ (Protein bars for gym) વધુ ખાય છે. અનેક લોકો વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. ત્યારે પ્રોટીન બાર્સ આરોગ્ય માટે સારી છે કે ખરાબ (Are protein bars good for health) તેવો પ્રશ્ન અનેક લોકોના મનમાં ઉઠે છે.

સામાન્ય રીતે પ્રોટીન બારમાં આરોગ્યપ્રદથી લઈ બીનઆરોગ્યપ્રદ ઘટકો મળી આવે છે. કેટલાક પ્રોટીન બાર્સમાં સુકામેવા, અનાજ જેવી હેલ્થી વસ્તુઓ હોય છે તો કેટલાકમાં સુગર અને સ્વીટનર્સ મળી આવે છે, જે આરોગ માટે સારા ગણાતા નથી. આવી સ્થિતિમાં તંદુરસ્ત પ્રોટીન બાર શોધવું હોય ત્યારે પેકેજિંગ પર જાહેર કરાયેલા કયા ઘટકો મહત્વના છે? તે જાણવું અને પોષકતત્વોને સમજવા જરૂરી છે. અહીં પ્રોટીન બાર, તેના પોષક તત્વો અને તે કયા આરોગ્ય ફાયદા આપે છે? તે અંગે જાણકારી અપાઈ છે.

પ્રોટીન બારમાંથી કેવું પોષણ મળે છે?

સારા પ્રોટીન બારને ઓળખવા માટે તેની બ્રાન્ડ અને તેમાં કયા ઘટકો છે તે સમજવું પડે છે. મોટા ભાગના પ્રોટીન બારમાં સ્વાદ અને પોષણ પૂરું પડતા ઘટકો હોય છે. બદામ, બીજ અને સૂકા મેવા જેવા પદાર્થ મળે છે. તેમાં ઓટ્સ જેવા આખા અનાજ પણ હોઈ શકે છે. બીજી તરફ સ્વાદમાં સુધારો કરવા માટે તેમાં ખાંડની ચાસણી, સ્વીટનર્સ, ચોકલેટ, દૂધ, ઇંડા અથવા દહીં પાવડર ઉમેરવામાં આવે છે. જ્યારે વેગન બ્રાન્ડ્સ સોયા અથવા ચોખા જેવા છોડ-આધારિત એજન્ટોનો ઉપયોગ કરે છે.

ઘટકોની વિવિધતાને ધ્યાનમાં રાખીને દરેક પ્રોટીન બાર તમારા માટે સારું છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની જાય છે. પરંતુ પોષકતત્ત્વોની પ્રમાણભૂત માહિતી જાણવાથી મદદ મળી શકે છે. અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના જણાવ્યા અનુસાર સરેરાશ 63 ગ્રામ પ્રોટીન બારમાં નીચે મુજબ પોષકતત્વો જરૂરી છે.શું મળે છે? કેટલું મળે છે? રોજીંદી વેલ્યૂ
એનર્જી 250 kcl
પ્રોટીન 20 g 40 %
ફેટ 9 g 14 %
કાર્બોહાયડ્રેટ 26 g 9 %
ફાયબર 10 g 40 %
સુગર 8 g
કેલ્શિયમ 150 mg 15 %
આયર્ન 1.08 mg 6 %
પોટેશિયમ 120 mg 3 %
સોડિયમ 170 mg 7 %
ફેટી એસિડ 3.5 mg 18 %
કોલેસ્ટ્રોલ 5.04 mg 1 %

આ ગાઈડનો ઉપયોગ કરીને એવરેજ પ્રોટીન બાર પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોત હોવાનું સમજાય છે. તે કાર્બોહાઇડ્રેટ અને આયર્નનો સારો સ્રોત પણ છે. જોકે, પ્રોટીન બારના બધા ઉત્પાદકો પેકેજિંગ પર ઘટકો બતાવતા નથી. કેટલીક કંપનીઓ પોતાના ઘટકો પ્રતિસ્પર્ધીઓથી ગુપ્ત રાખવાના પ્રયાસ કરે છે, તેથી તમે શું ખાઈ રહ્યા છો તે જાણવું મુશ્કેલ બની શકે છે. આવા સંજોગોમાં ઘટકોની આખી યાદી હોય તેવા પ્રોટીન બારની પસંદગી કરવી હિતાવહ છે.

ઘણા પ્રોટીન બારમાં ઓછા પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કરવાને બદલે તેમના બારમાં પ્રોટીનના અત્યંત પ્રોસેસ્ડ સ્વરૂપોનો ઉપયોગ થાય છે. તેથી તમે ત્યાં પ્રોટીન આઇસોલેટ્સ અથવા સોયા પ્રોટીન આઇસોલેટ્સ જેવા ઘટકો જોઈ શકો છો. જો તમે તમારા આહારમાં વધુ રિફાઇન અને પ્રોસેસ્ડ આહારને ટાળવા માંગતા હોવ, તમે અનાજ અને બીજ જેવા ઓછા પ્રોસેસ્ડ કરેલા સોર્સના બારની પસંદગી કરી શકો છો

પ્રોટીન બારના ફાયદા શું છે?

પ્રોટીન બાર ખાવાથી શરીરને કેટલાક ફાયદા થાય છે. આ ફાયદાઓ અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

વજન ઘટાડવા મદદરૂપ

ઘણા લોકો વજન ઘટાડવા માટે પ્રોટીન બારનો ઉપયોગ કરે છે. પ્રોટીનના કારણે પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. તેનાથી વ્યક્તિ બે ભોજનની વચ્ચે નાસ્તો કરવાની અથવા જમતી વખતે જરૂર કરતા વધારે ખાવાની ઇચ્છાને કાબૂમાં રાખી શકે છે.

કોરિયામાં 2019માં વધુ વજનવાળી 62થી વધુ મહિલાઓ પર અભ્યાસ થયો હતો. જેમાં દૈનિક પ્રોટીન બાર ખાવાથી કેલરીનો વપરાશ કઈ રીતે ઓછો થાય છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સંશોધકોને જણાયું હતું કે, સરેરાશ, મહિલાઓએ તેમના દૈનિક કેલરીના સેવનમાં 39% સુધીનો ઘટાડો કર્યો હતો. આ સાથે તેમનું વજન ઘટ્યું હતું અને કોલેસ્ટ્રોલના સ્તરમાં સુધારો થયો હતો.

વજન વધારવા ફાયદાકારક

વજન વધારવા માટે પણ પ્રોટીન બાર મદદરૂપ થઈ શકે છે, ઉદાહરણ તરીકે, જો તમને થાઇરોઇડનું અસંતુલન હોય અથવા નિયમિત ભોજન કરવામાં સમય કાઢવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે પ્રોટીન બાર ફાયદાકારક છે. પ્રોટીન બાર તમને દિવસમાં લગભગ 250 કેલરી વધારાનો જથ્થો આપી શકે છે. તે તમને વધુ ઊર્જા પૂરી પાડે છે

ચરબીયુક્ત આહાર અને મીઠા નાસ્તા પર આધાર રાખવા કરતાં પ્રોટીન બાર ખાવું વધુ સારું છે, તેમ છતાં તમારે નિયમિત ભોજન અને પૌષ્ટિક નાસ્તાને ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સાથે યાદ રાખો કે, રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ ઘટકો, કૃત્રિમ સ્વીટનર્સ અને એડિટિવ્સ ઓછા હોય તેવા પ્રોટીન બારનો ઉપયોગ કરવો હિતાવહ છે.

સ્નાયુનો વિકાસ કરવો

તમારા આહારમાં પ્રોટીન ઉમેરવાથી તમને સ્નાયુઓ બનાવવામાં કરવામાં મદદ મળી શકે છે. કસરત બાદ ઉચ્ચ-પ્રોટીનયુક્ત આહાર સ્નાયુઓને રીપેર કરવામાં મદદ કરી શકે છે. પરિણામે સ્નાયુઓનો વધુ વિકાસ થાય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સ્પોર્ટ્સ ન્યુટ્રિશન દરરોજ શરીરના વજનના કિલોગ્રામ દીઠ 3 ગ્રામ જેટલું પ્રોટીન ખાવાની સલાહ આપે છે. જો કે, તેઓ પ્રોટીનથી સમૃદ્ધ આહારની પસંદગી કરવાની ભલામણ પણ કરે છે, તે એમ પણ કહે છે કે શ્રેષ્ઠ પ્રોટીન પાવડર અને સપ્લિમેન્ટ્સ એ આહારમાં વધુ પ્રોટીન મેળવવાનો અનુકૂળ અને સરળ માર્ગ છે.

ભોજનનું રિપ્લેસમેન્ટ

અમુક વખત તમારી પાસે નાસ્તો કરવાનો સમય જ નથી હોતો. આવી સ્થિતિમાં ઘરેથી બહાર નીકળતા પહેલા પ્રોટીન બાર ખાઈ શકો છો. તેનાથી ઉર્જા મળશે. પરંતુ આવું દરરોજ કરવું નહીં. જિમની કસરત પછી ભૂખ લાગે અથવા તો બપોરના સમયે ભૂખ લાગે તો પ્રોટીન બાર તમને ઝડપથી ઊર્જા પૂરી પાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમ તો તમે આ તંદુરસ્ત નાસ્તામાં પણ મેળવી શકો છો, પરંતુ તે મુસાફરીના પ્રોટીન બારની જેમ પોર્ટેબલ અને ખાવામાં સરળ ન પણ હોઈ શકે.

પ્રોટીન બાર્સની ખામીઓ શું છે?

પ્રોટીન બાર તમારા ઊર્જાના સ્તર અને પ્રોટીન માટે ઝડપી અને અસરકારક નાસ્તો બની શકે છે, તેમ છતાં પોષકતત્વો માટે તંદુરસ્ત સંતુલિત આહાર લેવો વધુ હિતાવહ છે. જો તમે તમારા આહારમાં પ્રોટીન બાર્સ ઉમેરવાનું વિચારતા હોવ તો નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જેવા છે

તમારાથી વધુ પડતું પ્રોટીન ખવાઈ શકે: પ્રોટીનનું દૈનિક એલોવેન્સ શરીરના વજનના કિલોગ્રામ દીઠ 0.8 ગ્રામ છે. તેનો અર્થ એ કે 90 કિલોના વ્યક્તિને દિવસમાં લગભગ 72 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. અહીં યાદ રાખો કે, આટલું પ્રોટીન મેળવવા માટે તમારા આહારમાં માંસ, માછલી, ઈંડા અને દૂધ જેવા સ્ત્રોતોમાંથી મળતા અન્ય પ્રોટીનને ધ્યાનમાં લેવા જરૂરી છે. અમેરિકનો માટેની ડાયેટરી ગાઇડલાઇન્સ કહે છે કે 19 થી 59 વર્ષની વયના પુરુષો પહેલેથી જ વધુ પડતું પ્રોટીન ખાઈ રહ્યા છે. ત્યારે પ્રોટીન બારથી વધુ પડતું પ્રોટીન ખવાઈ શકે છે.

પ્રોટીન બાર મોંઘા પડી શકે છે: જીમમાં જતી વખતે કે બપોરના નાસ્તા તરીકે પ્રોટીન બારનો ઉપયોગ કરવાની ટેવ હોય તમારા તો ખર્ચમાં વધારો થશે. પ્રોટીનની સરેરાશ પટ્ટી રૂ. 75થી થી રૂ.300 વચ્ચે હોવાને કારણે તમારે દર મહિને 7500થી વધુનો ખર્ચ થઈ શકે છે. આ ખર્ચ ઓછો કરવા તમે પ્રોટીન બારના સ્થાને થોડા દિવસ ઘરે બનાવેલા, હાઈ-પ્રોટીન નાસ્તા ખાઈ શકો છો.

અહીં ઉલ્લેખનીય છે કે, પ્રોટીન બારમાં કેન્ડી બાર જેટલી જ ખાંડ અને રિફાઇન્ડ ઘટકો હોય છે. આવી સ્થિતિમાં પ્રોટીન બારના પેકેટની પાછળની બાજુએ આપેલ પોષકતત્ત્વોની માહિતી પર નજર ફેરવવી જરૂરી છે. આ ઉપરાંત તમે તમારા પોતાના પ્રોટીન બાર ઘરે જ બનાવી શકો છો.
First published: May 21, 2022, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading