શિયાળામાં શરીરની સ્વસ્થતા જાળવવા માટે આ વસ્તુઓ ખાવાનું ચુકતા નહીં

News18 Gujarati
Updated: December 25, 2020, 7:33 PM IST
શિયાળામાં શરીરની સ્વસ્થતા જાળવવા માટે આ વસ્તુઓ ખાવાનું ચુકતા નહીં
શિયાળામાં ખાવાના હેલ્દી ફૂડ

કહેવાય છે કે શિયાળામાં તમે જે કંઈ ખાવ તેનાથી આખુંય વર્ષ તમારા શરીરને શક્તિ અને ઉર્જા મળી રહે છે.

  • Share this:
લાઈફ સ્ટાઈલ ડેસ્ક : એવું કહેવાય છે કે શિયાળામાં તમે જે કંઈ ખાવ તેનાથી આખુંય વર્ષ તમારા શરીરને શક્તિ અને ઉર્જા મળી રહે છે. એટલે જ આપણે ત્યાં શિયાળામાં વિવિધ પાક અને વસાણા ખાવાનો રિવાજ છે. જેથી આખાય વર્ષ માટે શરીરને તેમાંથી ઉર્જા મળી રહે. પણ જો તમને વસાણા ન ભાવતા હોય તો એવી કઈ વસ્તુઓ છે જે શિયાળામાં ખાવાનું ન ચુકવુ જોઇએ તે જાણીએ..

1. તલ

- શિયાળામાં તલનું કચરિયું, તલની ચિક્કી અને લાડુ આપણે ખાતા હોઈએ છીએ.

- તલ ફાઈબરનો ખૂબ સારો સ્ત્રોત છે. અને ફાઈબર આપણા માટે ખૂબ જરૂરી છે.
- તલમાં કેલેરીઝની જો વાત કરીએ તો એક મોટી ચમચી તલમાં 50 જેટલી કેલરી હોય છે.
- તલ પાચન ક્રિયા પણ સુધારે છે. કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે કારણ કે - તેમા ફાઈબરનું પ્રમાણ વધારે છે. તેથી તે બોવેલ મુવમેન્ટને સ્મૂધ કરે છે.- તલ પ્લાન્ટ પ્રોટિનનો સૌથી સારો સ્ત્રોત છે. જે તમારા શરીર માટે ખુબ જરૂરી હોય છે.
- તલમાં રહેલું ઓઈલનું પ્રમાણ સ્કીનને વધુ સારી બનાવે છે. તે સ્કીનને વધુ સોફ્ટ રાખે છે.
- તલમાં ગોળ, ઘી, ઈલાયચી અને સૂંઠ પાવડર નાખીને ઈમ્યુનિટી બોલ્સ બનાવી શકાય છે. જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે.

2. ગોળ

- ગોળમાં વિટામીન બી અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. તેમજ તેમા - કેલ્શિયમ, ઝિંક, ફોસ્ફરસ અને કોપર પણ હોય છે.
- 20 ગ્રામ એટલે કે એક મોટી ચમચી ગોળમાં 50-60 કેલરી હોય છે
- તે પાચનમાં મદદ કરે છે તેમજ બોવેલની મુવમેન્ટ પણ સારી કરે છે. કબજિયાત મટાડવામાં પણ તે મદદરૂપ છે.
- કફ અને શરદી જેવા ફ્લુના લક્ષણો સામે પણ તે રક્ષણ આપે છે. ગરમપાણીમાં ગોળ અને અજમો નાખીને પીવાથી રાહત થાય છે.
- તેમાં ન્યુટ્રીઅન્ટ્સનું પ્રમાણ વધારે હોવાથી તે માસિકના દિવસોમાં થતું પેઈન પણ ઓછુ કરે છે. માસિકની સમસ્યાઓ માટે તે એક અસરકારક કુદરતી ઉપચાર છે.
- સાંધાના દુખાવાની સમસ્યામાં પણ ગોળ રાહત આપે છે. જમવા સાથે રોજ - ગોળ ખાવાથી દુખાવામાં રાહત અનુભવાય છે.

3. બાજરી

- બાજરીમાં ફોસ્ફરસ, આયર્ન અને ફોલિક એસિડ વધારે હોય છે
- એક કપ રાંધેલી બાજરીમાં લગભગ 200 કેલરી હોય છે
- બાજરી ખાવાથી લાંબો સમય સુધી તમારૂ પેટ ભરાયેલુ રહે છે જેથી વારંવાર ખાવાની ઈચ્છા નથી થતી. માટે વજન ઉતારવામાં પણ તે મદદ કરે છે.
- તેમાં ઈન્સોલ્યુબલ ફાયબરનું પ્રમાણ વધારે છે જેથી તે પ્રોબાયોટિક જેવુ કામ કરે છે
- તેમાં ઓમેગા 3 છે. શાકાહારી લોકો માટે ઓમેગા 3નો સારો સોર્સ છે. જે હેલ્ધી હાર્ટ માટે જરૂરી છે.
- બાજરાના રોટલા, વડા અને બીજી ઘણી વસ્તુઓ બની શકે છે.

4. મેથીની ભાજી

- મેથીની ભાજીમાં આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટિન અને ફાયબરનું પ્રમાણ વધારે હોય છે
- 100 ગ્રામ મેથીની ભાજીમાં 43 કેલેરી હોય છે
- ભાજીમાં મોટા પ્રમાણમાં ઈનસોલ્યુબલ ફાયબર હોય છે જે પાચન સુધારે છે અને એસિડીટીથી બચાવે છે.
- કોલેસ્ટ્રોલની પ્રક્રિયાને તે ધીમી પાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને સુધારવામાં મદદ કરે છે
- તેમાં ફાઆબરનું પ્રમાણ વધારે હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે
- તે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે
- તો આખુય વર્ષ સ્વસ્થ રહેવા માંગતા હોવ તો શિયાળામાં આટલુ ખાવાનું ચુકશો નહીં.
Published by: kiran mehta
First published: December 25, 2020, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading