દિવાળીમાં રંગોળી બનાવતી વખતે ના કરતા આ ભૂલ

News18 Gujarati
Updated: November 12, 2020, 6:54 PM IST
દિવાળીમાં રંગોળી બનાવતી વખતે ના કરતા આ ભૂલ
પ્રતિકાત્મક તસવીર

ત્યારે આજના યુગમાં આપણે આપણી કેટલીક પરંપરાઓને ભૂલી જઇને આધુનિકરણ નામે કેટલીક ભૂલો અજાણતા જ કરતા હોઇએ છીએ. ત્યારે આ વખતની તમે જ્યારે દિવાળી કે નવ વર્ષ માટે ઘરના આંગણે રંગોળી બનાવો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

  • Share this:
દિવાળી (Diwali 2020) આવી રહી છે. અને દિવાળી તથા નવા વર્ષના દિવસે આપણે ત્યાં ઘરની દીકરીઓ કે વહૂ ઘરના આંગણમાં રંગબેરંગી રંગો કે ફૂલોથી ખાસ રંગોળી બનાવીને ઘરનું સુશોભન કરતી હોય છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી આવી છે. અને દિવાળીના દિવસે કોના ઘરે કેવી રંગોળી બનાવવામાં આવી છે તેનું પણ એક ખાસ આકર્ષણ હોય છે. ત્યારે આજના યુગમાં આપણે આપણી કેટલીક પરંપરાઓને ભૂલી જઇને આધુનિકરણ નામે કેટલીક ભૂલો અજાણતા જ કરતા હોઇએ છીએ. ત્યારે આ વખતની તમે જ્યારે દિવાળી કે નવ વર્ષ માટે ઘરના આંગણે રંગોળી (Rangoli) બનાવો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

સૌથી પહેલા તો જે જગ્યાએ રંગોળી કરવાની હોય તેને સાફ કરી લો. અને ત્યાં ગંગાજળ કે તુલસીના પાન નાંખેલા પાણીનો છંટકાવ કરી તેને પવિત્ર કરો. આ પછી લાપી કે લાલ માટી કે પછી ગાયના છાણની લીપણ કરો. આમ કરવાથી તમારી રંગોળીને નીચે બેઝ મળે છે. અને તેની પર રંગો પણ સુંદર રીતે ઉઠી આવે છે. સવારે જ જો તમે લીપણ કરી લેશો તો સાંજ સુધીમાં તે સુકાઇ જશે.

યાદ રાખો કે દિવાળી માટે મંદિરની પાસે જે રંગોળી કરો છો તેમાં સફેદ લાપી કે કુંકનો જ ઉપયોગ કરો. તેમાં આળસને પગતાને જતા અને લક્ષ્મીજીના પગનો આગમન બતાવો. સાથે જ મંદિરની પાસેની રંગોળીમાં સાથિયો, શુભ-લાભનું લખાણુ અને ઓમ લખાણ કરવાનું ખાસ રાખો. લક્ષ્મીના પગ અને આ સુકનવાંતા અક્ષરોને કંકુ અને ફૂલોથી તેની પૂજા કરો.

ઘરની બહાર જે રંગોળી બનાવો છો તેમાં કાળા, ભૂરો અને ડાર્ક બ્લુ જેવા રંગોના બદલે લાલ, લીલો, પીળો, નારંગી, ગુલાબી તેવા ચટક રંગોનો ઉપયોગ કરો. અને બોર્ડર માટે જરૂર પડે તો સફેદ રંગનો ઉપયોગ કરો.

વધુ વાંચો : PUBG Mobile રમતા લોકો માટે ખુશખબરી, નવા અવતારમાં પાછું ફરશે આ ગેમિંગ App

વધુમાં રંગોળીની આસપાસ દિવાડા કરો. યાદ રાખો કે દિવાળીના દિવસે અખંડ દિવા કરવાનો હોય છે. અને આ દિવો મંદિરમાં આખી રાત પ્રજ્વલિત રહેવો જોઇએ. આ સાથે તે વાતનું ધ્યાન પણ રાખો કે આવો અખંડ દિવો કરો તો આગને લગતી સલામતી પણ ધ્યાનમાં રાખો.

Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.
Published by: Chaitali Shukla
First published: November 12, 2020, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading