નિયમિત કોફીનું સેવન કરવાથી માંસપેશીઓ પરનો કંટ્રોલ ઓછો થાય છે


Updated: June 4, 2021, 6:26 PM IST
નિયમિત કોફીનું સેવન કરવાથી માંસપેશીઓ પરનો કંટ્રોલ ઓછો થાય છે
પ્રતિકાત્મક તસવીર

ગ્રે મેટર એક એવો પદાર્થ છે, જે મસ્તિષ્કને કવર કરે છે અને જે આપણા દૈનિક કાર્યો જેમ કે, માંસપેશીઓ પર કંટ્રોલ, લાગણીઓ, ભાવનાઓ અને નિર્ણય લેવાનું ઓછુ કરે છે.

  • Share this:
નવી દિલ્હી : બેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે કેફીનનું નિયમિત સેવન કરવાથી તમારા મસ્તિષ્કમાં ગ્રે મેટરની માત્રા ઓછી થઈ શકે છે. ગ્રે મેટર એક એવો પદાર્થ છે, જે મસ્તિષ્કને કવર કરે છે અને જે આપણા દૈનિક કાર્યો જેમ કે, માંસપેશીઓ પર કંટ્રોલ, લાગણીઓ, ભાવનાઓ અને નિર્ણય લેવાનું ઓછુ કરે છે. સેરેબલ કોર્ટેક્સના જૂન અંકમાં પ્રકાશિત કરેલ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે કેફીન વ્યક્તિના મસ્તિષ્કની સંરચના પર ખૂબ જ અસર કરે છે, જે માત્ર 10 દિવસની અંદર જાણી શકાય છે. સ્ટડી કરતા એક લેખક કૈરોલિન રિચર્ટે બેસલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયેલા એક ન્યૂઝમાં જણાવ્યું કે, “અમારા પરિણામનો એ અર્થ નથી કે કેફીનનું સેવન કરવાથી મસ્તિષ્ક પર નકારાત્મક અસર થાય છે.”

રિચર્ટે વૈજ્ઞાનિકોની ટીમનું નેતૃત્વ કર્યું જેમાં 20 યુવા અન સ્વસ્થ લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન 10 લોકોને કેફીન ટેબ્લેટ આપવામાં આવી અને બાકી 10 લોકોને કોઈપણ પ્રકારના તત્વ વગરની પ્લેસીબો ટેબ્લેટ આપવામાં આવી. તેમને સંશોધનકર્તાઓ આપે તે સિવાયનું કોઈપણ કેફીનનું સેવન કરવાની અનુમતિ આપવામાં આવી નહોતી. વૈજ્ઞાનિકોએ તેમની બ્રેઈન એક્ટિવિટી સ્કેન(EEG)ની સ્ટડી કરી અને તેમની ઊંઘ પર નજર રાખતા હતા. તેમની ઊંધ પર અસર જોવા મળી નહોતી. જે લોકોએ કેફીનનું સેવન નહોતું કર્યું, તેમના મસ્તિષ્કના સ્કેન પરથી જાણવા મળ્યું કે તે લોકોમાં અધિક માત્રામાં ગ્રે મેટર હતું.

વૈજ્ઞાનિકોને સ્ટડી પરથી જાણવા મળ્યું કેફીનનું સેવન કર્યા બાદ જે લોકોમાં ગ્રે મેટર ઓછુ થઈ ગયું હતું, તેમણે ત્યાર બાદ 10 દિવસ સુધી કેફિનનું સેવન ન કરતા તેમનામાં ગ્રે મેટર જોવા મળ્યું હતું. રિચર્ટે જણાવ્યું કે નિયમિત કોફીનું સેવન કરતા લોકો અને જે લોકો કોફીનું ઓછુ સેવન કરે છે અથવા નથી કરતા તે માટે વધુ તુલનાની આવશ્યકતા છે, જેનાથી સ્પષ્ટ પરિણામ મેળવી શકાય.

સામાન્ય રીતે જાગૃત રહેવા માટે અને એકાગ્રતા માટે કેફીનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટડી પરથી જાણવા મળ્યું કે કેફીન અસ્થાયી રૂપે તમારી ઊંઘને દૂર કરવા માટે મદદ કરી શકે છે, પરંતુ અનિંદ્રાને ઓછી ન કરી શકે. જે લોકો કેફીનની મદદથી જાગૃત રહે છે અને કામ કરે છે, ત્યારે તેઓ ઊંઘથી વંચિત વ્યક્તિથી જે ભૂલ થાય છે તેવી ભૂલ કરે છે. નવી સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે ગ્રે મેટર બુદ્ધિ સાથે જોડાયેલ હોય છે.
First published: June 4, 2021, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading