સંશોધન: ચરબી ઘટાડવી છે? તો કસરત કરતા પહેલા પીવો સ્ટ્રોંગ કોફી


Updated: March 24, 2021, 6:35 PM IST
સંશોધન: ચરબી ઘટાડવી છે? તો કસરત કરતા પહેલા પીવો સ્ટ્રોંગ કોફી
કોફી પર અભ્યાસ (ફાઈલ ફોટો)

વિશ્વમાં કોફીનું સેવન કરનાર લોકોની સંખ્યા વધુ છે. કોફીમાં કેફીન હોય છે. ઉપરાંત દર એક કિલો કોફીમાં 3 મિલિગ્રામ સ્ટ્રોંગ કોફી હોય છે.

  • Share this:
લોકો પોતાની ચરબી ઘટાડવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. ત્યારે સ્ટ્રોંગ કોફી ચરબી ઘટાડવા અસરકારક હોવાનું સામે આવ્યું છે. વિશ્વમાં કોફીનું સેવન કરનાર લોકોની સંખ્યા વધુ છે. કોફીમાં કેફીન હોય છે. ઉપરાંત દર એક કિલો કોફીમાં 3 મિલિગ્રામ સ્ટ્રોંગ કોફી હોય છે. આ સ્ટ્રોંગ કોફી ચરબી ઘટાડવા લાભદાયક હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. એરોબિક કસરત કરવાના અડધી કલાક પહેલાં જો સ્ટ્રોંગ કોફી પીવામાં આવે તો ફેટ ઓગળવામાં મદદ મળે છે.

ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ સ્પોર્ટસ ન્યુટ્રિશનના જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ જો કસરત બપોરે કરવામાં આવે તો કેફીનની અસર સવાર કરતા વધુ થાય છે. સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટીના સંશોધક ફ્રાન્સિસ્કો જોસ અમેરો ગહેતેના કહ્યા મુજબ "અમારા અભ્યાસના પરિણામોએ બતાવ્યું કે એરોબિક કસરતની 30 મિનિટ પહેલાં સ્ટ્રોંગ કોફી પીધી હોય તો ચરબી ઝડપથી ઘટે છે.

આ પણ વાંચોહેવલ્સને લોન્ચ કર્યો દેશનો પ્રથમ એર પ્યુરીફાયર પંખો, જાણો - કેવા છે ફિચર્સ અને કેટલી છે કિંમત?

કોફીથી ફેટ ઝડપથી ઓગળે છે

વિશ્વમાં સૌથી વધુ વપરાશમાં લેવાતી કોફી અને સ્ટેમીના વધારતી વસ્તુઓથી સ્પોર્ટમાં પરફોર્મન્સ કેટલું વધે છે તે અંગે કરાયેલા અભ્યાસમાં ફલિત થયું હતું કે, કોફીથી ફેટ વધુ ઓગળે છે.

આ પણ વાંચોભારતમાં વનપ્લસ 9 સીરિઝ લોન્ચ, જાણો તેના ફીચર અને કિંમત, ક્યારે શરૂ થશે સેલ? આવી રીતે કરાયો પ્રયોગ

આ અભ્યાસમાં 32 વર્ષની ઉંમરના પુરુષોને ધ્યાનમાં લેવાયા હતા. દર સાત દિવસના સમયગાળામાં ચાર વખત કસરત પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી 3Mg કેફીન અથવા એક પ્લેસબો આપવામાં આવ્યા હતા. ભોજન, વ્યાયામ અથવા ઉત્તેજક પદાર્થોને પણ ધ્યાનમાં લેવાયા હતા. આ કસરતમાં ચરબીના ઓક્સિડેશનનું પ્રમાણ માપવામાં આવ્યું હતું. આ અભ્યાસ ઉપરથી ફલિત થયું હતું કે, બપોરે સ્ટ્રોંગ કોફી લીધા બાદ ચરબી ઘટાડવામાં વધુ મદદ મળે છે.
First published: March 24, 2021, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading