ચોમાસાની ઋતુમાં ભૂલકાઓને બીમાર પડવાથી આવી રીતે બચાવો, અનુસરો આ સરળ ટિપ્સ


Updated: July 19, 2021, 7:33 PM IST
ચોમાસાની ઋતુમાં ભૂલકાઓને બીમાર પડવાથી આવી રીતે બચાવો, અનુસરો આ સરળ ટિપ્સ
Image Credit : shutterstock

ચોમાસાની ઋતુને બીમારીઓની સિઝન પણ કહેવામાં આવે છે તેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધે છે

  • Share this:
Children Healthy During Monsoon:ચોમાસાની ઋતુને બીમારીઓની સિઝન પણ કહેવામાં આવે છે. તેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધે છે. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ સહિતની બીમારીઓ માથું ઉંચકે છે. આ ઉપરાંત તાપમાનમાં આવતા ઉતાર-ચઢાવના કારણે શરદી-ઉધરસની તકલીફ વધે છે. આ ઋતુમાં બાળકો (Kids Health) પણ ખૂબ પરેશાન થાય છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તબીબો તંદુરસ્ત રહેવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપી રહ્યા છે. અલબત્ત ચોમાસા (Monsoon)માં બાળકોને બીમારીઓથી બચાવીને રાખવા સરળ નથી. આ ઋતુમાં બાળકો વધુ પ્રમાણમાં બીમાર પડે છે. જેથી અહીં ચોમાસામાં બાળકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. આ ટિપ્સ અનુસરવાથી ચોમાસા દરમિયાન બાળકોને નાની મોટી બિમારીઓથી દૂર રાખી શકાશે.

કપડાંનું ધ્યાન રાખો

ચોમાસાની સિઝનમાં બાળકોની ખાસ કાળજી રાખવી પડે છે. આ ઋતુમાં ગરમી અને ઠંડી બંનેનો અનુભવ થાય છે. તેમજ મચ્છરની ઉત્પત્તિ પણ વધે છે. આવી સ્થિતિમાં બાળકોને હળવા પણ શરીર ઢાંકી દે તેવા કપડા પહેરવા જોઈએ. આ ઋતુમાં બાળકોને સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે.

આ પણ વાંચો - Explained : શું કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે? અહીં જાણો 10 જરૂરી વાતો

મચ્છરથી બચાવો

ચોમાસામાં મચ્છરની ઉત્પત્તિ વધે છે. જેથી શક્ય હોય ત્યાં સુધી આસપાસ પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખો. રૂમમાં મોસ્કિટો લિક્વિડનો ઉપયોગ કરો. બાળકો ઢંકાય તે પ્રકારના કપડાં પહેરાવો અને રાત્રે મચ્છરદાનીનો પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે.

દરરોજ સ્નાન જરૂરી

ચોમાસાની ઋતુમાં બાળકોને દરરોજ નવડાવવા જરૂરી છે. નવડાવો તે પહેલા નવશેકા તેલની માલિશ કરવી સારી રહે છે. હવામાન ખરાબ હોય તો હૂંફાળા પાણીથી નવડાવો.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: July 19, 2021, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading