ફેસ માસ્કના કારણે હજી પણ ચશ્મા પર લાગે છે ફોગ? આ રહ્યા ઉપાય

News18 Gujarati
Updated: March 2, 2021, 5:08 PM IST
ફેસ માસ્કના કારણે હજી પણ ચશ્મા પર લાગે છે ફોગ? આ રહ્યા ઉપાય
પ્રતિકાત્મક તસવીર

જે લોકો ચશ્મા પહેરે છે, તેમના માટે ફેસ માસ્કનો ઉપયોગ કરવો મુશ્કેલ છે, કારણ કે તેના કારણે ચશ્મા પર ફોગિંગ થાય છે.

  • Share this:
કોરોના મહામારીને કારણે ફેસ માસ્ક (Mask) પહેરવા બધા માટે ફરજિયાત બન્યું છે. પરંતુ જે લોકો ચશ્મા પહેરે છે, તેમના માટે ફેસ માસ્કનો ઉપયોગ કરવો મુશ્કેલ છે, કારણ કે તેના કારણે ચશ્મા પર ફોગિંગ થાય છે. આવું થવાનું કારણ પરસેવો, ગરમી કે શ્વાસોચ્છવાસ હોઈ શકે છે.

ચશ્મા પહેરનાર વ્યક્તિ જ્યારે ફેસ માસ્ક પહેરીને શ્વાસ લે છે, ત્યારે ગરમ હવા ચશમા પર આવે છે અને ભેજ બને છે. જેનાથી ચશ્મા દ્વારા જોવામાં તકલીફ થાય છે. ત્યારે અહીં તેનાથી છુટકારો મેળવવા કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે.

સ્પેશ્યલ સ્પ્રે

ઘણા પ્રકારના એવા સ્પ્રે આવે છે જેનાથી ચશ્મા પર ભેજ ન લાગે. આવા એન્ટી ફોગ સ્પ્રેને ચશ્મા પાર લગાવીને ચશ્મા લૂછીએ, તો ચશ્મા પર માસ્ક પહેર્યા બાદ ભેજ લાગતો નથી.

ફેસ ફિટ માસ્ક

એવા માસ્ક પહેરો કે જે તમારા ચહેરા પર અને ખાસ કરીને નાક પર ફીટ થાય. જો માસ્ક તમારા નાક પર વ્યવસ્થિત રીતે ફિટ રહેશે તો શ્વાસોચ્છવાસ દરમિયાન તમારા ચશ્મા પર ફોગ નહીં લાગે.આ પણ વાંચોGoldમાં 11,000, તો Silverમાં 10,000 રૂપિયાનો કડાકો, શું અત્યારે રોકાણ કરવાથી મળશે તગડો નફો?

લીકવીડ સોપ

આ DIY સોલ્યુશન ગ્લાસ ફોગીંગની સમસ્યાનું સચોટ સમાધાન છે. લીકવીડ શોપનું માત્ર એક ટીંપુ ચશ્મા પર લગાવીને કપડાથી લૂછી લો. જેનાથી ચશ્માની પરતને કારણે ફોગ લાગશે નહીં.

આ પણ વાંચો - '1 માર્ચથી દૂધ 100 રૂપિયા લિટર' કેમ ટ્વીટર ઉપર થઈ રહ્યું ટ્રેન્ડ

ટેપિંગ ફેસ માસ્ક

ચશ્મા પર ફોગીંગની સમસ્યા દૂર કરવા માટે આ એક સચોટ ઉપાય છે. માસ્ક પહેરીને નાક પાસેના માસ્કના ભાગ પર બેન્ડેડ લગાવી દેવાથી ઉચ્છવાસ રૂપે નીકળેલી હવા તમારા ચશ્મા પર નહીં લાગે. જેથી ચશ્મા પર ફોગીંગ નહીં થાય અને તમે બધું સાફ જોઈ શકશો.
Published by: kiran mehta
First published: March 2, 2021, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading