Health Tips: વજન ઓછું કરવા માટે ઇન્ટરવલ વૉકિંગ છે ઘણું ફાયદાકારક


Updated: January 9, 2022, 8:32 PM IST
Health Tips: વજન ઓછું કરવા માટે ઇન્ટરવલ વૉકિંગ છે ઘણું ફાયદાકારક
ઈન્ટરવલ વોકિંગ (Interval Walking) કરવાથી શરીર ખૂબ થાકતું નથી (પ્રતિકાત્મક તસવીર)

Interval Walking For Weight Loss : આજકાલ વજન (Weight) વધવાને લઇને લોકો ઘણાં પરેશાન હોય છે. પરંતુ વજન ઓછું (Weight Loss) કરવું એટલું સરળ નથી

  • Share this:
આજકાલ વજન (Weight) વધવાને લઇને લોકો ઘણાં પરેશાન હોય છે. પરંતુ વજન ઓછું (Weight Loss) કરવું એટલું સરળ નથી હોતું. ઘણા લોકોનું વજન વૉક કરવાથી પણ ઘટતું નથી. છેલ્લે એવું બને છે કે વ્યક્તિ વૉક કરવાનું બંધ કરી દે છે. જો તમારી સાથે પણ કંઇક આવું જ થઇ રહ્યું છે, તો ચિંતા ન કરો તમારા માટે ઈન્ટરવલ વોકિંગ (Interval Walking)મદદગાર સાબિત થઇ શકે છે.

ઈન્ટરવલ વૉકિંગમાં તમને જલ્દી-જલ્દી ચાલવાનું હોય છે. જેથી તમે વધુ ને વધુ વજનને બર્ન કરી શકો. આ કરવાથી તમારું વજન ઝડપથી ઓછું થશે. આ વૉકિંગની વચ્ચે બૉડીને ઘણા ઈન્ટરવલ આપવામાં આવે છે, તેમજ દરેક બ્રેકનો એક સમય નક્કી કરવામાં આવે છે.

ઈન્ટરવલ વોકિંગ (Interval Walking) કરવાથી શરીર ખૂબ થાકતું નથી. આ ઇન્ટરવલ એટલે કે બ્રેક દરમિયાન તમે નોર્મલ બ્રીધીંગ કરો છો, જેથી તમને તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં સરળતા રહે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો ઈન્ટરવલ ટ્રેનિંગ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

આ રીતે શરુ કરી શકો છો તમે Interval Walking

1. ઈન્ટરવલ વોકિંગને શરુ કરવા માટે સ્‍માર્ટ વોચ અથવા સ્ટોપ વોચનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમે યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી વોક અને બ્રેક લઈ શકો છો. સૌથી પહેલા 5 મિનિટમાં વોર્મ અપ વોક કરો. એટલે કે 5 મિનિટ સુધી ધીમી ગતિએ ચાલો. આ કરવાથી બોડી ગરમ થશે અને મસલ્સ પણ ફુલી જશે. જે બાદ 1 મિનિટમાં લગભગ 100 પગલાં ચાલો, આ સમયે તમે ઉંડો શ્વાસ લેતા રહો, જેનાથી તમારો શ્વાસ નોર્મલ રહે.

આ પણ વાંચો - Health: સવારે નહીં પણ સાંજે કરો Exercise, સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા2. વાર્મઅપ કર્યા બાદ તમે તમારું ઇન્ટરવલ શરૂ કરો. જો તમે પહેલી વાર આ કરી રહ્યા છો, તો 30 સેકંડનો ઇન્ટરવલ રાખો. ચાલતી વખતે નાના-નાના પગલાં લો અને પૂરો ભાર લગાવો અને આગળ વધવાનો પ્રયત્ન કરો. તમારા હાથ પણ ભાર-જોરથી આગળ અને પાછળ હલાવો. અહીં તમારો શ્વાસ થોડો થોડો ફુલવાનો શરુ થશે, 30 સેકંડ બાદ નોર્મલ વોકિંગ કરવા લાગો. જે બાદ 2.30 મિનિટ સુધી આ રીતે જ વોક ચાલુ રાખો. આ રીતે 5 ઇન્ટરવલ કરો અને જ્યારે તે વર્કઆઉટ પુરુ થઇ જાય. તો 5 મિનિટ માટે કુલ ડાઉન સાથે જ તેને પુર્ણ કરો.

આ રીતે તમે અડધો કલાક માટે વર્કઆઉટ કરો છો તો, શરૂઆતનાં 5 મિનિટ હલ્કી વોર્મ અપ, 5થી 7 મિનિટ તેજ વૉક, 7થી 8 મિનિટ હલ્કી વોક, 8થી 10 મિનિટ તમે જેટલું ઝડપી ચાલી શકો તેટલું ચાલો.

ફરી 10થી 11 મિનિટ સ્‍લો વોક કરો અને તે પછી 11થી 13 મિનિટ ઝડપી વોક કરો. ફરી 13-14 મિનિટ માટે સ્લો વોક કરો અને 15 મિનિટ પછી વધુ સ્લો કરી દો. ફરી ધીમું-ધીરે વૉક વધારતા જાઓ. 25થી 30 મિનિટમાં ધીમે-ધીરે સ્લો વોક કરતાં કરતાં બંધ કરી દો. આ રીતે તમે અડધા કલાક સુધી સ્‍પીડવાળી અને સ્‍લો વોક કરો છો.

ઇન્ટરવલ વોકિંગ કો એડવાાન્સ લેવલ સુધી લઇ જવાની ટિપ્સ

- રેસ્ટનો સમય ઓછો કરો.
-પહાડી અથવા ઊંચાઈ વાળી જગ્યાઓ પર વોક કરો.
- સ્પીડ વધારો.
First published: January 9, 2022, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading