વજન પણ ઘટાડે છે અને પોષણ પણ આપે છે દાળ-ભાત, જાણો તેના વધુ ફાયદા


Updated: March 15, 2021, 7:05 PM IST
વજન પણ ઘટાડે છે અને પોષણ પણ આપે છે દાળ-ભાત, જાણો તેના વધુ ફાયદા
દાળ ભાત

દાળમાં જરૂરી પ્રોટીન્સ, વિટામિન્સ, કેલ્શિયમ, આયરન અને ફાઈબર રહેલા છે. સાથે જ તમે રાત્રે દાળનો સાંભર બનાવી તેમાં જરૂરી શાકભાજી ઉમેરી તેમાં ન્યુટ્રીશ્યન વધારી શકો છો.

  • Share this:
ભારતના લગભગ દરેક ઘરમાં દળ-ભાટ બનતા હોય છે. આ કોમ્બિનેશનમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ત્યારે વજન ઓછું કરવા માંગતા લોકોના મનમાં સવાલ હોય છે કે, રાત્રે દળ-ભાત ખાવા હિતાવહ છે કે કેમ? ત્યારે જણાવી દઈએ કે ડિનરમાં દાળ-ભાત ખાવા વજન ઘટાડવા માટે ખૂબ જરૂરી છે.

અઠવાડિયામાં કેટલીવાર ખાઈ શકાય દાળ-ભાત?

વજન ઘટાડવા માંગતા લોકોએ કાર્બોહાઈડ્રેટ્સ લેવો જોઈએ. આમ ન કરવાથી એનર્જી લેવલ ઘટી જાય છે અને કબજિયાત થવાની સંભાવના વધી જાય છે. જો તમે વજન ઘટાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અઠવાડિયામાં 4 વખત ડિનરમાં દાળ-ભાત ખાઈ શકો છો. જોકે, રાત્રે તુવેર દાળ ખાવાથી પાચનમાં સમસ્યા થઇ શકે છે. આયુર્વેદમાં પણ રાત્રે હલકું ભોજન લેવાની સલાહ આપવામાં આવી છે. જેથી દાળને બનાવતા પહેલા તેને 30 મિનિટ પલાળીને રાખી શકો છો. સાથે જ દeળ બનાવતી વખતે હિંગનો વઘાર કરવો જોઈએ, જેના કારણે તેને પચાવવામાં સરળતા રહે. સાથે જ જેને ગેસની સમસ્યા હોય તેઓએ રાત્રે દાળ ન ખાવી જોઈએ.


દાળમાં જરૂરી પ્રોટીન્સ, વિટામિન્સ, કેલ્શિયમ, આયરન અને ફાઈબર રહેલા છે. સાથે જ તમે રાત્રે દાળનો સાંભર બનાવી તેમાં જરૂરી શાકભાજી ઉમેરી તેમાં ન્યુટ્રીશ્યન વધારી શકો છો. જે બાદ તમે દાળને ભાર વિના પણ ખાઈ શકો છો.

દાળથી મળે છે ભાતમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ સાથે શરીર માટે મહત્વના વિટામિન્સ પણ હોય છે. જોકે, ભાતમાં રોટલી કરતા ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેથી તેનું પાચન સરળતાથી થાય છે. જેથી માત્ર દાળ-ભાત તમારા શરીરને સારું ન્યુટ્રિશન આપી શકે છે.(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: March 15, 2021, 7:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading