રોગ પ્રતિકારક શક્તિ વધારવાં સવારે પીવાનું શરૂ કરો 'ગોળવાળી ચા'

News18 Gujarati
Updated: December 4, 2020, 2:49 PM IST
રોગ પ્રતિકારક શક્તિ વધારવાં સવારે પીવાનું શરૂ કરો 'ગોળવાળી ચા'
શિયાળામાં પીવો ગોળની ચા

રોગ પ્રતિકાર શક્તિ વધારવા બને એટલું વધુ ધ્યાન રાખવાની હાલમાં તાતી જરૂર છે. એવાંમાં અમે આપનાં માટે ખાસ ટિપ્સ લાયા છે જે આપને આ શિયાળામાં શરદી ખાંસી કફ જેવી સમસ્યાઓથી દૂર રાખશે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક : દિવાળી બાદ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ કોરોનાની બીજો તબક્કો શરૂ થયો છે. તેવામાં ઇમ્યુનિટિ બુસ્ટ કરવી ખુબ જ જરૂરી છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા બને એટલું વધુ ધ્યાન રાખવાની હાલમાં તાતી જરૂર છે. એવાંમાં અમે આપનાં માટે ખાસ ટિપ્સ લાયા છે જે આપને આ શિયાળામાં શરદી ખાંસી કફ જેવી સમસ્યાઓથી દૂર રાખશે.

આ માટે આપે એક ચા પીવાની છે. આ ચા ખાસ છે. જે તમારા શરીરમાં ગરમાવો લાવશે. અને સાથે જ તમારી ઇમ્યુનિટિ પણ વધારશે. આ ચા છે ગોળની ચા. જે બનાવવી એકદમ સહેલી છે. અને તેનાંથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.

ગોળવાળી ચા બનાવવાની રીત- સૌ પ્રથમ જાણી લો આ ચા બનાવવી એક દમ સરળ છે. તમે જે રીતે રૂટીન ચા બનાવો છો. આદુ વાળી તેવી જ ચા બનાવવાની છે. પણ તેમાં ખાંડની જગ્યાએ ગોળ ઉમેરવો. જો તમારી પાસે કાળો શુદ્ધ ગોળ હોય તો તે ઉમેરવો. આ ચા સ્વાદમાં આપની રૂટીન ચા જેવી જ લાગશે. તેથી આ શિયાળામાં ખાંડની જગ્યાએ સવાર સવારમાં ગોળ વાળી ચા પીવાનું શરૂ કરી દો. તેનાંથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે.

જવની ચા બનાવવાની રીત - આ ઉપરાંત તમે જવની ચા પણ પી શકો છો. આ માટે મીડિયમ આંચ પર એક તવા પર જવને ડ્રાય શેકી લો. હવે બીજી તરફ એક પેનમાં પાણીને ઉકળવા માટે રાખી દો. એક ઉભરો આવે એટલે તેમા જવ ઉમેરી આશરે 20 મિનિટ સુધી ઉકાળી લો. તે બાદ ગેસ બંધ કરી દો અને ચાને એક કપમાં ગાળી લો. જેથી જવનો સ્વાદ થોડોક કડવો હોય છે જેથી તેમા તમે મધ મિક્સ કરી શકો છો. તૈયાર છે જવની ચા.
Published by: Margi Pandya
First published: December 4, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading