VIDEO: કાલીઘેલી ભાષામાં બાળકીએ ટીચરને જે દુખડા સંભળાવ્યા, તેને જોઈ ઓવારણાં લેશો

News18 Gujarati
Updated: September 28, 2022, 8:42 PM IST
VIDEO: કાલીઘેલી ભાષામાં બાળકીએ ટીચરને જે દુખડા સંભળાવ્યા, તેને જોઈ ઓવારણાં લેશો
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

Little Girl Funny Video: સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ક્લાસરુમમાં ટીચરને રોઈ રોઈને પોતાની વાત જણાવી રહી છે. જેને જોઈને આપ પણ તેને પસંદ કરવા લાગશો.

  • Share this:


ઈન્ટરનેટ પર વાયરલ થનારા કંટેટમાં અમુક વીડિયો એવા હોય છે, જે આપમા દિલ સુધી પહોંચી જતાં હોય છે. ખાસ કરીને જો આ વીડિયો બાળકોના હોય તો, તેમની માસૂમિયત દિલ જીતી લે છે. એક આવો જ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ક્યૂટ બાળકી રડમસ અવાજે હાર્ટ ટચીંગ વાત કરી રહી છે. આ બાળકી જેટલી બોલકણી છે એટલી જ પ્રેમાળ પણ છે.

બાળકોના આમ તો કેટલાય ક્યૂટ વીડિયો વાયરલ થતાં હોય છે. તેમાંથી ઘણા વીડિયોમાં બાળકો ટીચર પાસેથી ઠપકો સાંભળતા પણ જોયા હશે. તો ક્યારેક મમ્મીથી કંટાળેલા પરેશાન દેખાતા હોય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ક્લાસરુમમાં ટીચરને રોઈ રોઈને એવી વાતો બતાવી રહી છે, જેને જોઈને આપ પણ હસવા લાગ્યો છે.લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે. કારણ કે, તેમને પણ આ વીડિયો જોઈને નાનપણ યાદ આવી જાય છે.




મમ્મી દોડાવી દોડાવીને મારે છે


વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નાની બાલકી દેખાઈ રહી છે. બે ચોટલી બાંધેલી એક ક્યૂટ કાજલ અને બિંદી લગાવેલી આ બાળકીના ચહેરા પર હાસ્ય નહીં પણ થોડુ દુ:ખ દેખાઈ રહ્યું છે. બાળકી ક્લાસરુમમાં બેઠેલી એક બાળકી ટીચરના કંઈક પુછવા પર રડીને પોતાનું દુ:ખ વ્યક્ત કરતી દેખાય છે. બાળકી ટીચરને પૂછી રહી છે કે, મમ્મી શું કરે છે ? ટીચરની આ વાત સાંભળીને બાળકીની આંખમાંથી આંસૂ ટપકવ લાગે છે. બાળકી કહે છે કે, મારે છે. ટીચર આગળ પુછે છે કે કોને ? તેને પર બાળકી જવાબ આપે છે મને, ટીચર આગળ પુછે છે કે, કેવી રીતે મારે છે ? તેના પર રડતા રડતા બાળકી જણાવે છે કે, દોડાવી દોડાવીને મમ્મી મારે છે. બાળકીની આવી કાલીઘેલી ભાષા સાંભળીને આપ પણ તેના પર ફિદા થઈ જશો.

લોકોને ખૂબ પસંદ આવ્યો વીડિયો


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર raipur_boys_girl111 નામના અકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો, તેને 5 લાખથી વધારે લાઈક્સ મળી ચુક્યા છે. વીડિયો પર કમેન્ટ કરતા કેટલાય લોકોએ પોતાના બાળપણના દિવસો યાદ કર્યા હતા.
Published by: Pravin Makwana
First published: September 28, 2022, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading