Eid-ul-Fitr 2021 ઈદ નિમિત્તે ટ્રાય કરો આ પરંપરાગત લિજ્જતદાર પકવાન


Updated: May 14, 2021, 7:56 AM IST
Eid-ul-Fitr 2021 ઈદ નિમિત્તે ટ્રાય કરો આ પરંપરાગત લિજ્જતદાર પકવાન
ફાઇલ તસવીર.

ઈદ-ઉલ-ફિત્રમાં લોકો નમાઝ અદા કરીને મિત્રો અને પરિવારજનો સાથે અનેક પકવાન આરોગશે. અહીં કેટલાક પરંપરાગત પકવાનોની યાદી છે. જેને ઈદ-ઉલ-ફિત્ર 2021ની ઉજવણી દરમિયાન માણી શકાય છે.

  • Share this:
મુંબઈ: ઈદ-ઉલ-ફિત્ર (Eid-ul-Fitr 2021)ની ઉજવણી માટે વિશ્વભરમાં અનેરો ઉત્સાહ છે. 13 મે અથવા 14 મેના રોજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થશે. રમઝાન મહિનાના અંત બાદ મુસ્લિમો દિવસે ભોજન લેશે. જે માટે તેઓ લિજ્જતદાર વાનગીઓ બનાવશે. ઈદ-ઉલ-ફિત્રમાં લોકો નમાઝ અદા કરીને મિત્રો અને પરિવારજનો સાથે અનેક પકવાન આરોગશે. અહીં કેટલાક પરંપરાગત પકવાનોની યાદી છે. જેને ઈદ-ઉલ-ફિત્ર 2021ની ઉજવણી દરમિયાન માણી શકાય છે.

બિરયાની: બિરયાની આખા દેશમાં સૌથી વધુ પસંદગીની વાનગી પૈકીની એક છે. બિરયાની અલગ અલગ પ્રકારે બનાવવામા આવે છે. જેની લિજ્જત લેવાની તક જવા દેવી ન જોઈએ. ઈદના અવસરે આ સ્વાદિષ્ટ વ્યંજનનો રાયતા કે કચુંબર સાથે આનંદ માણો.

સીખ કબાબ: આ વાનગી અહલાદક અને રસદાર હોય છે. સીખ કબાબમાં માંસના કીમા સાથે ભરપૂર મસાલા તેને સ્વાદિષ્ટ બનાવે છે. એકંદરે આ વાનગી ઈદની ઉજવણીમાં ચારચાંદ લગાવી દેશે.

આ પણ વાંચો: આંખ, પેટ, દાંતની સમસ્યા દુર કરી દેશે આ પ્રયોગ દૂર: જાણો, ત્રિફળાના પાંચ જોરદાર ફાયદા

મટન કોરમા: મટન કોરમાની લિજ્જત સમજાવવા અલાયદી પ્રત્સાવના બાંધવાની જરૂર નથી. આ મહેકતા મસાલાઓ, કાજુની બદામ, કેસર સહિતના મસાલાની પેસ્ટ સાથે મસાલેદાર માંસની કરી છે. મટનના રસદાર અને મસાલેદાર ટુકડાઓ શીરમલ(ફ્લેટબ્રેડ) અથવા ભાત સાથે સ્વાદને વધુ ખાસ બનાવે છે.

આ પણ વાંચો: તમારી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ છે કે નબળી? આવી રીતે કરો ચેકશિર ખુરમા: ગળ્યા દૂધ સાથેની ખીર સમાન આ વાનગીમાં બદામ, કિશમિશ અને વર્મીસેલીનો ભરપૂર ઉપયોગ થાય છે. આ વાનગી દરેક વયના લોકોને પસંદ આવે છે.

કિમામી સેવૈયા: શિર ખુરમાની જેમ કિમામી સેવૈયા પણ લોકોનું મનગમતું મિષ્ટાન છે. જે શિર ખુરમા કરતા વધુ ઘાટું હોય છે. જેમાં વર્મીસેલી, દૂધ, ખોયા, ખાંડ, બદામ, કાજુ, નાળિયેર અને કિશમિશ પણ ઉમેરવામાં આવે છે.

આ પણ વાંચો: દૂધમાં આ પાંચ વસ્તુ નાખી બનાવો પાવરફુલ ડ્રીંક, વાયરલ ઇન્ફેક્શન દૂર ભાગશે



ફિરની: ચોખાથી બનેલી એક પ્રકારની દૂધની જાડી ખીર ફિરનીમાં મોટા પ્રમાણમાં સૂકા મેવા અને બદામ હોય છે.
First published: May 14, 2021, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading