Happy Valentine Day 2021: ઘરે રહીને જ ઉજવો વેલેન્ટાઇન, ક્યારેય નહીં ભૂલી શકો આ પળ

News18 Gujarati
Updated: February 14, 2021, 8:21 AM IST
Happy Valentine Day 2021: ઘરે રહીને જ ઉજવો વેલેન્ટાઇન, ક્યારેય નહીં ભૂલી શકો આ પળ
આવો આપને જણાવીએ આવી જ કેટલીક સ્પેશલ ટિપ્સ વિશે જેની મદદથી તમે વેલેન્ટાઇન ડેને વધુ ખાસ બનાવી શકો છો

આવો આપને જણાવીએ આવી જ કેટલીક સ્પેશલ ટિપ્સ વિશે જેની મદદથી તમે વેલેન્ટાઇન ડેને વધુ ખાસ બનાવી શકો છો

  • Share this:
Happy Valentine Day 2021: આજે એ દિવસ છે જેની દરેક લડ બર્ડ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જી હા. આજે પ્રેમ કરનારાઓનો સ્પેશલ દિવસ વેલેન્ટાઇન ડે (Valentine’s Day) છે. દરેક કપલ ઈચ્છે છે કે તે પોતાના પાર્ટનરની સાથે વેલેન્ટાઇન ડે સ્પેશલ રીતે ઉજવે. પરંતુ એવું નથી કે આપનો વેલેન્ટાઇન ડે ત્યારે ખાસ હશે (Valentine Day Celebration) જ્યારે તમે પોતાના પાર્ટનરને કંઈક મોંઘી ગિફ્ટ આપશો કે પછી આપ તેને કોઈ ખૂબ જ શાનદાર રેસ્ટોરાંમાં જઈને કેન્ડલ લાઇટ ડિનર કરાવશો.

તમે પોતાના વેલેન્ટાઇન ડેને પોતાના પાર્ટનરની સાથે કેટલોક કિંમતી સમય પસાર કરીને પણ સ્પેશલ બનાવી શકો છો. તમે ઈચ્છો તો તેને સારો બનાવવા માટે ઘરે રહીને જ ખાસ પ્લાન કરી શકો છો. આવો આપને જણાવીએ આવી જ કેટલીક સ્પેશલ ટિપ્સ વિશે જેની મદદથી તમે પોતાના ખાસ દિવસને વધુ ખાસ બનાવી શકો છો...

હાર્ટ શેપ બલૂનથી શણગારો લિવિંગ રૂમ

તમે ક્યાંય બહાર જવાને બદલે ઘરે રહીને જ પિકનિક કે ગેટ-ટુગેધર પ્લાન કરી શકો છો. લિવિંગ રૂમમાં હાર્ટ શેપ બલૂનથી સજાઓ અને પછી પાર્ટનરના પસંદનું મ્યૂઝિક વગાડો અને ખાવાનું બાકી દિવસોથી અલગ પોતાના પાર્ટનરના પસંદનું બનાવો. ઈચ્છો તો રૂમમાં સેન્ટેડ કેન્ડલ સળગાવી શકો છે. તેનાથી આપનું પાર્ટનર ખુશ થઈ જશે. આ નાની-નાની વસ્તુઓ આપની રિલેશનશીપમાં મીઠાસ ઉમેરી દેશે.

આ પણ વાંચો, WhatsApp કોલિંગ કરનારાઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ ટ્રીક, ડેટાની થશે મોટી બચત

લવ-બર્ડ સાથે કરો કુકિંગValentine Day પર તમે ઈચ્છો તો પોતાન ઘરે જ પાર્ટનરની સાથે કંઈક સ્પેશલ ખાવાનું બનાવવાનો પ્લાન કરી શકો છો. તમે ઈચ્છો તો થોડી સ્વીટ બનાવી દો કે પછી પાર્ટનરની પસંદગી કોઈ ડીશ બનાવી દો. મૂળે, કંઈક એવું પ્લાન કરી શકો છો જેનથી તમે બંને મળીને એક સાથે કિચનમાં કુકિંગ કરી શકો અને અખૂટ વાતો કરી શકો.

આ પણ વાંચો, 18 વર્ષીય TikTok સ્ટારે પહેલા બનાવ્યો વીડિયો, અને પછી કરી લીધી આત્મહત્યા

રોમેન્ટિક મૂવી જુઓ

જો તમે Valentine’s Dayને રોમેન્ટિક બનાવવા માંગો છો તો પોતાના પાર્ટનરની સાથે કોઈ રોમેન્ટિક મૂવી જોઈ શકો છો કે પછી કોઈ રોમેન્ટિક ગીત પણ સાંભળી શકો છો. સોથોસાથ કેટલાક સ્નેક્સ, કોલ્ડ્રિંક્સ કે પછી કોફી લઈને બેસી જાઓ. આવું કરવાથી આપનો દિવસ વધુ યાદગાર અને રોમેન્ટિક રહેશે. તમે ઈચ્છો તો પાર્ટનરની કમરમાં હાથ નાખીને ડાન્સ પણ કરી શકો છો.
Published by: Mrunal Bhojak
First published: February 14, 2021, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading