શું તમને પણ રાત્રે ઊંઘવામાં થઈ રહી છે સમસ્યા? આ ઉપાયો અજમાવી કરો રાત્રી નિદ્રાનું સમાધાન


Updated: September 14, 2021, 7:00 PM IST
શું તમને પણ રાત્રે ઊંઘવામાં થઈ રહી છે સમસ્યા? આ ઉપાયો અજમાવી કરો રાત્રી નિદ્રાનું સમાધાન
વિશ્વના લગભગ 45 ટકા લોકો અનિંદ્રાથી પીડાય છે. ઘણા લોકો દિવસભર કામ કર્યા બાદ પણ રાત્રે પૂરતી ઊંઘ(Sleep at night)લઈ શકતા નથી. જો તમે પણ તે લોકોમાંથી છો જે ઊંઘની સમસ્યા(Sleep problems)થી પીડાય છે

વિશ્વના લગભગ 45 ટકા લોકો અનિંદ્રાથી પીડાય છે. ઘણા લોકો દિવસભર કામ કર્યા બાદ પણ રાત્રે પૂરતી ઊંઘ(Sleep at night)લઈ શકતા નથી. જો તમે પણ તે લોકોમાંથી છો જે ઊંઘની સમસ્યા(Sleep problems)થી પીડાય છે

  • Share this:
આજની મોડર્ન દુનિયામાં અનિંદ્રા(Insomnia)થી લગભગ દરેક વ્યક્તિ પીડાય છે. worldsleepday.orgના એક અહેવાલ અનુસાર વિશ્વના લગભગ 45 ટકા લોકો અનિંદ્રાથી પીડાય છે. ઘણા લોકો દિવસભર કામ કર્યા બાદ પણ રાત્રે પૂરતી ઊંઘ(Sleep at night)લઈ શકતા નથી. જો તમે પણ તે લોકોમાંથી છો જે ઊંઘની સમસ્યા(Sleep problems)થી પીડાય છે તો અહીં અમુક એવા ઉપાયો છે, જેના દ્વારા તમે ગોળી (Sleeping pill)ઓ લીધા વગર જ સારી ઊંઘ લઈ શકશો.

ભીના પગ સાથે પથારીમાં ન જાઓઃ

ડોક્ટરો અનુસાર, પગ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. ભીના પગ સાથે સુવાથી તમારા શરીરનું તાપમાન સંતુલિત નહીં રહે અને તેથી તમને ઊંઘમાં તકલીફ પડશે. પથારીમાં જતા પહેલા તમારા પગને સરખી રીતે સૂકવી લેવા.

સુવાના સમયમાં નિયમિતતા જાળવો:

દરરોજ સુવાનો એક સમય નિશ્ચિત કરો અને રોજ તે જ સમયે સુઈ જવાની આદત કેળવો. સુવા જતા પહેલા ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાથી દૂર રહો. કારણ કે તે તમારા માનસિક આરામની સ્થિતિને હાનિ પહોંચાડશે અને તેથી જ તમે શાંતિથી ઊંઘી શકશો નહીં.

પુસ્તકો વાંચોરાત્રે પથારી પર જતા પહેલા ઇન્ટરનેટ પર સમય બગાડવાની જગ્યાએ કોઇ સારું પુસ્તક વાંચો. વાંચનથી મગજ શાંત થાય છે અને તેથી તમે ઝડપથી ઊંઘી શકશો.

વહેલા જમવાની ટેવ રાખો

રાત્રીનું ભોજન શક્ય તેટલું જલદી અથવા સુવાના સમયના 2 કલાક પહેલા લઇ લો. તમારી ચા કે કોફીનો છેલ્લો કપ સુવાના 4 કલાક પહેલા લો. જો તમે આ બંને ટેવોનું નિયમિત પાલન કરશો તો તમારી ઊંઘની સમસ્યા નિવારી શકાશે.

સારી ગુણવત્તાવાળા ગાદલા વાપરો

ખરાબ ગુણવત્તાવાળા ગાદલા કે પથારી પણ વારંવાર ઊંઘ ખરાબ કરવા માટે જવાબદાર હોઇ શકે છે. તેથી એક આરામદાયક ગાદલામાં સુવાની ટેવ રાખો જેથી તમારા સ્નાયુઓ અને તંત્રિકાઓને પૂરતો આરામ મળી શકે.

આ પણ વાંચો: લગ્ન પહેલા કુંડળી મળે કે ના મળે પરંતુ આ 7 મેડિકલ ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ

ન્હાવાની ટેવ રાખો

રાત્રે સુતા પહેલા જો શક્ય હોય તો ગરમ પાણીથી ન્હાવાથી તમને સારી ઊંઘ તો આવશે, પરંતુ સાથે જ તમારા દિવસ ભરનો થાક અને તણાવ પણ દૂર થઇ જશે.

ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
Published by: kuldipsinh barot
First published: September 14, 2021, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading