વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા છે તલ, અહીં જાણો તેના અઢળક ફાયદા


Updated: July 14, 2021, 11:58 PM IST
વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા છે તલ, અહીં જાણો તેના અઢળક ફાયદા
વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા છે તલ (Image/shutterstock)

કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે

  • Share this:
કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તલ કાળા, સફેદ અને ભૂરા રંગના હોય છે. તલ પોષક તત્વોનો ખજાનો છે. અનેક અસાધ્ય દર્દોમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તલના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે. બ્લડ પ્રેશર લો હોય ત્યારે પણ ફાયદાકારક નીવડે છે. શરીરની ઘણી રીતના ફાયદા કરે છે. વાળથી લઈને ત્વચાને વધુ સારી બનાવે છે. તો ચાલો આજે તલના 5 ફાયદાઓ અંગે જાણીએ.

બ્લડપ્રેશર લૉ હોય ત્યારે ફાયદાકારક

હેલ્થ લાઇનના અહેવાલ મુજબ તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરમાં ફાયદાકારક નીવડે છે. રક્તવાહિનીઓને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેતા હૃદયરોગ જેવી બીમારીમાં રાહત મળી શકે છે.

હૃદયને તંદુરસ્ત રાખવા મદદરૂપ

તલ અને તલનું તેલ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં એન્ટીઓક્સિડેન્ટ વધારવાની ક્ષમતા પર પણ પોઝિટિવ અસર કરે છે. તલના બીજમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. તેનું સેવન કરવાથી તણાવ ઓછો કરવાની સાથે હૃદય રોગ અને અલ્જાઈમર રોગને રોકવામાં મદદ મળે છે. હૃદયમાં મોનોઅનસૈચુરેટેડ ચરબી અને પોલીઅનસેચુરેટેડ ચરબી હોય છે. જે હૃદયના સ્વાસ્થ્યને વધુ સારું રાખે છે.

આ પણ વાંચો - Rich Dad Poor Dadની તે પાંચ સલાહ, જે તમને શીખવે છે અમીર કઇ રીતે બનવુંવાળ અને ત્વચા માટે ફાયદાકારક

તલનું તેલ વાળ અને ત્વચા સંબંધિત ઉત્પાદનો માટે ઉપયોગમાં લેવાય છે. સાબુ, શેમ્પૂ મોઈશ્ચરાઈઝરમાં તેનો ઉપયોગ થાય છે. જેથી સમજી શકાય કે, વાળ અને ત્વચા માટે તલ અને તેનું તેલ કેટલું અસરકારક હશે. કાળા તલ વાળ અને ત્વચા પર સારો પ્રભાવ પાડતા હોવાનું કેટલાક અભ્યાસમાં પણ સામે આવ્યું છે. તલમાં અનેક પોષક તત્વો હોય છે, જે વાળ અને ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ નીવડે છે.

પાચન સારું રાખે

કાળા તલમાં વધુ પ્રમાણમાં ફાઇબર અને ફેટી એસિડ હોય છે. જે કબજિયાતમાં રાહત આપવામાં મદદગાર છે. તલનું તેલ આંતરડાને ચીકણા રાખે છે. પરિણામે પાચન સારું થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

આપણી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રાખવા માટે તલનું તેલ સારું રહે છે. તેમાં ઝીંક, સેલેનિયમ, કોપર, આયરન, વિટામિન બી 6 અને વિટામિન ઈ જેવા પોષકતત્વ હોય છે.
First published: July 14, 2021, 11:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading