જિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન

News18 Gujarati
Updated: September 11, 2020, 6:13 PM IST
જિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન
વજન પર નિયંત્રણ રાખવા માટે વર્કઆઉટનો પણ સમય નથી હોતો. તો આ માટે એક સમાધાન છે અને તે છે પ્રાચિન આયુર્વેદિક જડીબુટ્ટીઓ

વજન પર નિયંત્રણ રાખવા માટે વર્કઆઉટનો પણ સમય નથી હોતો. તો આ માટે એક સમાધાન છે અને તે છે પ્રાચિન આયુર્વેદિક જડીબુટ્ટીઓ

  • Share this:
થોડુ પણ વજન વધી જાય તો, તેને ઓછુ કરવાનું કોણ નથી ઈચ્છતુ, પરંતુ ભાગ-દોડવાળી જિંદગીમાં તમારી તબીયતનું ધ્યાન નથી રાખી શકતા. બેઠા-બેઠા કામ કરવાના કારણે વજન નહીં વધે તો શું થાય. વજન પર નિયંત્રણ રાખવા માટે વર્કઆઉટનો પણ સમય નથી હોતો. તો આ માટે એક સમાધાન છે અને તે છે પ્રાચિન આયુર્વેદિક જડીબુટ્ટીઓ, જે તમારૂ વજન ઓછુ કરવામાં મદદ કરશે.

ગુગળ
myUpcharના અનુસાર, આ જડીબુટ્ટી વસાના ઓક્સીકરણને રોકવામાં મદદ કરી શકે છે, અને કોશિકાઓને કોલેસ્ટ્રોલ સમાપ્ત કરતા પણ બચાવે છે. આ રોજ ત્રણ વખત 25 ગ્રામ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળશે. આ કમર, પેટની આસ-પાસ ભેગી થતી ચરબી દુર કરવામાં મદદ કરશે.

કાલમેઘ
કાલમેઘની જેમ બીમારીઓની સારવાર માટે સદીઓથી ઉપયોગ કરવામાં આવે છે. કાલમેઘ એક વસામાં ઘુલનશીલ જડી-બુટ્ટી છે, જે વસાને મિટાવે છે, અને રક્ત શુદ્ધ કરે છે. આ સક્રિય રીતે એક વ્યક્તિના શરીરમાંથી વજન ઓછુ કરે છે. આ એવી મહિલાઓ માટે નથી જે ગર્ભવતી હોય.

ત્રિફલાmyUpchar સાથે જોડાયેલા ડોક્ટર લક્ષ્મીદત્તા શુક્લાનું કહેવું છે કે, ત્રિફલા એક જાણીતુ આયુર્વેદિક મિશ્રણ છે, જેને આંમલકી (આંબળા), બિભિતકી અને હરડેથી તૈયાર કરવામાં આવે છે. આ પાચનની સારવાર માટે ઉપયોગી અને શરીરના વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. આ સોજો ઓછો કરવામાં મદદ કરે છે, અને કોલેસ્ટ્રોલ પણ ઓછુ કરે છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. ત્પિફલાના ઉકાળાને મધ સાથે લેવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે.

વૃક્ષામ્લ
એક એવી જડી-બુટ્ટી જે શરીરમાં ફેટ ડિપોઝિશન બહાર કાઢવામાં મદદ કરે છે. લોકો માટે ઓછા સમયમાં વજન ઓછુ કરવા માટે આ સારી જડૂ-બુટ્ટી છે. જો તેનું નિયમીત સેવન કરવામાં આવે તો ખુબ કામની વસ્તુ છે. ઝડપથી ફેટ ઓછુ થવા પાછળનું કારણ હાઈડ્રોક્સિલ સાઈટ્રિક એસિડની ઉપસ્થિતિ છે.

ચિત્રક
ચિત્રકેન શરીરના કોલેસ્ટ્રોલ માટે દુશ્મન માનવામાં આવે છે. આ પાચન સુધારવામાં મદદ કરે છે. આ તમારા શરીરને તાજા કરવામાં મદદ કરે છે અને ગેસ્ટ્રીક જૂસને રિસ્ટોર કરે છે. આ અપચા, મતલી, પેતમાં ચૂંક, અલ્સર અને ત્વચાના રોગની સારવાર માટે ઉપયોગી છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓ અને તેના સંભવિત ઉપચાર ઉદ્દેશ્ય માટે છે. આ કોઈ યોગ્ય અને લાયસન્સ પ્રાપ્ત ચિકિત્સક દ્વારા આપવામાં આવતી સ્વાસ્થ્ય સેવા, તપાસ, નિદન અને સારવારનો વિકલ્પ નથી. તમે આયુર્વેદિક વિશેષજ્ઞની સલાહ લઈને તેનો ઉપયોગ કરો. એટલે કે, અહીં આપેલી જાણકારીનો ઉપયોગ વિશેષજ્ઞની સલાહ લીધા બાદ જ કરવો. આ જાણકારી પ્રમાણે કોઈ સંભવિત નુકશાન માટે ના તો myUpchar અને ના News18 હશે.
Published by: kiran mehta
First published: September 11, 2020, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading