health tips: એન્ટી બેક્ટેરિયલ સાબુના ઉપયોગના ફાયદા કરતા નુકસાન વધુ, અહીં જાણો શું કહે છે સંશોધકો


Updated: August 27, 2021, 5:55 PM IST
health tips: એન્ટી બેક્ટેરિયલ સાબુના ઉપયોગના ફાયદા કરતા નુકસાન વધુ, અહીં જાણો શું કહે છે સંશોધકો
(Image:shutterstock.com)

health news - હાથ ધોવા માટે એન્ટી બેક્ટેરિયલ સાબુ (Antibacterial Soap)જ્યારે પોતું મારવા માટે લિક્વિડનું ચલણ વધ્યું છે

  • Share this:
Bad effects of Antibacterial Soap : કોરોના મહામારીના (Corona epidemic)કારણે લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થયા છે. ભારતમાં ઘણા સમયથી સ્વચ્છતાનો મુદ્દો ચર્ચાતો હતો પરંતુ અમલવારીમાં બેદરકારી અને આળસ જોવા મળી હતી. અલબત, કોરોના વાયરસના (Coronavirus)ડરના કારણે લોકો સફાઈ બાબતે ધ્યાન રાખવા લાગ્યા છે. જેના કારણે હાથ ધોવા માટે એન્ટી બેક્ટેરિયલ સાબુ (Antibacterial Soap)જ્યારે પોતું મારવા માટે લિક્વિડનું ચલણ વધ્યું છે.

બજારમાં ઘણા સાબુ - લિક્વિડમાં એન્ટી બેક્ટેરિયલ હોવાનો દાવો થાય છે. આવી વસ્તુઓના ઉપયોગથી ઘર સુરક્ષિત રહેશે તેવી અપેક્ષાથી લોકો તેની ખરીદી કરે છે. જો તમે પણ આવું વિચારતા હોવ તો એક વાત યાદ રાખી કે એન્ટી બેક્ટેરિયલ પ્રોડક્ટથી ફાયદા કરતા નુકસાન થવાનો ભય વધુ છે.

સામાન્ય સાબુ વાપરવો હિતાવહ

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (U.S. Food and Drug Administration -FDA) દ્વારા આવી પ્રોડક્ટ ન ખરીદવાની સલાહ અપાઈ છે. FDAએ કહ્યું છે કે, એન્ટી બેક્ટેરિયલ સાબુ કે લિક્વિડ બેક્ટેરિયાનો ખાત્મો કરતા હોવાનું સાબિત કરી શકે તેવું કોઈ વિજ્ઞાન નથી.

આ પણ વાંચો - health news : શું તમે લાંબુ જીવન જીવવા ઈચ્છો છો? તો આ 6 આદતોને ફોલો કરો અને રહો સ્વસ્થ

FDAએ વધુમાં કહ્યું કે, પાણી કે સામાન્ય સાબુના સ્થાને એન્ટી બેક્ટેરિયલ સાબુથી હાથ ધોવાથી બીમાર નહીં પડો તેવો કોઈ પુરાવો નથી. એન્ટી બેક્ટેરિયલ સાબુના ઉપયોગથી કોઈ ફાયદો થયો હોવાનું આજ સુધી સાબિત થઈ શક્યું નથી. પણ એન્ટી બેક્ટેરિયલ સાબુના ઉપયોગથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે સવાલો ઉઠતા રહે છે.FDAએ 2013માં એન્ટી બેક્ટેરિયલ સાબુ બનાવતી કંપનીઓને પ્રોડક્ટના ઉપયોગથી થતો ફાયદો સાબિત કરવા તાકીદ કરી હતી. પરંતુ કોઈ પણ કંપની તેના ફાયદા સમજાવી શકી ન હતી. ત્યારબાદ FDAએ લોકોને એન્ટિ બેક્ટેરિયલ સાબુના સ્થાને સામાન્ય સાબુ કે સામાન્ય પાણીના ઉપયોગની સલાહ આપી હતી.

પ્રોડક્ટમાં હોય છે હાનિકારક કેમિકલ્સ

એન્ટી બેક્ટેરિયલ અંગે FDA દ્વારા ઘણી તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, લિક્વિડ, ફોમ, જેલ હેન્ડ સાબુ, સાબુ અને બોડી વોશ જેવા એન્ટીસેપ્ટિક વોશ પ્રોડક્ટ (antiseptic wash products)માં ટ્રાઈક્લોસન (triclosan) અને ટ્રીક્લોકાર્બન (triclocarban) નામના જોખમી કેમિકલ્સ જોવા મળે છે.

કેટલાક સંશોધનમાં ટ્રાઈક્લોસનમાં કેન્સર માટે જવાબદાર કાર્સીનોજેનિક કમ્પાઉન્ડ મળતા હોવાનું પણ સામે આવ્યું છે. આ બંને રસાયણો પાણીના જીવોને નુકસાન કરે છે. જેથી તે પર્યાવરણ માટે પણ હાનિકારક છે. આ જ કારણે FDA દ્વારા ટ્રાઈક્લોસન (triclosan) અને ટ્રીક્લોકાર્બનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
First published: August 27, 2021, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading