પૌઆ ખાવાથી થાય છે અનેક ફાયદા, ભરપૂર એનર્જી આપે છે સાથે જ વજન પણ કરે છે ઓછુ

News18 Gujarati
Updated: March 31, 2021, 10:33 AM IST
પૌઆ ખાવાથી થાય છે અનેક ફાયદા, ભરપૂર એનર્જી આપે છે સાથે જ વજન પણ કરે છે ઓછુ
પૌવાની છે ગુણકારી

રોજ પૌવા ખાનારા લોકો પણ નહીં જાણતા હોય આ ફાયદા, ફટાફટ બની જતો આ બ્રેકફાસ્ટ છે ગુણકારી

  • Share this:
પૌઆ(Poha) ટેસ્ટી(Tasty) હોવાની સાથે હેલ્ધી(Healthy) પણ હોય છે. તેની મદદથી તમે તમારી પસંદની રેસિપી(Poha Recipe) ઘણાં ઓછા સમયમાં બનાવી શકો છો. આવો જાણીએ તેના ફાયદા(Health Benefits).
ખૂબ જ ભૂખ લાગી ગોય ત્યારે ખબર નથી પડતી કે શું બનાવવું જોઈએ ત્યારે ભારતીય ભોજનમાં પૌઆ એક ઉત્તમ વિકલ્પ છે. પૌઆ(Poha) ટેસ્ટી(Tasty) હોવાની સાથે હેલ્ધી(Healthy) પણ હોય છે. તેની મદદથી તમે તમારી પસંદની રેસિપી(Poha Recipe) ઘણાં ઓછા સમયમાં બનાવી શકો છો. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. તે તમારા વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તમે તેમા વિવિધ શાકભાજી અને ડ્રાયફ્રુટ્સ નાખીને વધુ ટેસ્ટી બનાવી શકો છો. તમે તેને દહીં, ફળો જેમકે કેરી કે કેળા સાથે પણ ખાઈ શકો છો. તમે તેને રોસ્ટ કરીને પણ આસાનીથી સ્ટોર પણ કરી શકો છો. તે દરેક ઉંમરના લોકોને ગમે છે અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેને તરત બનાવીને ખાઈ શકો છો.

1. ન્યૂટ્રિશનથી ભરપૂર


પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે.

2. ફાઈબરથી ભરપૂર
પૌંઆમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેનાથી તમારૂ પેટ લાંબા સમય સુધી ભરાયેલુ રહે છે અને તમને ભૂખ લાગતી નથી. તે પાચનમાં મદદ કરે છે અને આંતરડાને પણ સાફ રાખે છે. તે એક્સ્ટ્રા બોડી ફેટને બર્ન કરવામાં પણ ઘણી મદદ કરે છે.

3. એનર્જીથી ભરપૂર

પૌંઆમાં હેલ્ધી કાર્બોહાઈડ્રેટ હોય છે. જે લાંબા સમય સુધી તમારા શરીરને એનર્જી આપવા માટે સક્ષમ છે. તમને જણાવી દઈએ કે પૌંઆમાં 76.9 ટકા કાર્બોહાઈડ્રેટ અને 23 ટકા ફેટ હોય છે જે ઘણાં કલાકો સુધી આપણા શરીરને ઉર્જા આપવા માટે સક્ષમ છે અને આપણા વજનને પણ ઓછુ કરે છે.

4. પચવામાં સરળ

પૌઆને પચાવવા સરળ હોય છે. તે સુપાચ્ય હોવાની સાથે પાચનને પણ સારૂ કરે છે. તે શરીરમાં બ્લોટિંગની સમસ્યાને પણ દૂર કરે છે.

5. બ્લડ શુગરને બરાબર રાખે છે


પૌંઆમાં હાઈ ફાઈબર અને આયરન હોય છે જે બ્લડ શુગરની માત્રા બરાબર રાખે છે. શુગરના દર્દીઓ હંમેશા ચિંતા કરે છે કે તેઓ શું ખાઈ શકે અને શું નહીં. તેમના માટે આ સૌથી સારો બ્રેકફાસ્ટ છે.

6. શરીર સુડોળ રાખે છે

પૌંઆમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. જો તમને વજન વધી જવાની ચિંતા સતાવતી હોય તો નાસ્તામાં પૌંઆ ખાવા જોઈએ. તે લાંબા સમય સુધી તમારૂ પેટ ભરેલુ રાખશે તેમજ બોડીને શેપમાં રાખવામાં મદદ કરશે.

(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય જાણકારી પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી. તેના પર અમલ કરતા પહેલી સંબંધિત જાણકારનો સંપર્ક કરો.)
Published by: Jay Mishra
First published: March 31, 2021, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading