Corn Health Benefits: ચોમાસામાં મકાઈ ખાવાના છે અઢળક ફાયદા, અહીં જાણો તેના લાભ


Updated: August 7, 2021, 11:58 PM IST
Corn Health Benefits: ચોમાસામાં મકાઈ ખાવાના છે અઢળક ફાયદા, અહીં જાણો તેના લાભ
ચોમાસામાં મકાઈ ખાવાના છે અઢળક ફાયદા, અહીં જાણો તેના લાભ Image/shutterstock

Benefits of Corn For Health: મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક (Benefits) છે. જેથી ચોમાસામાં મકાઈ ડોડા (Corn cob) ખાવાની સલાહ આપવામાં આવે છે

  • Share this:
Benefits of Corn Cob For Health: વરસાદ (Monsoon)ની ૠતુમાં મકાઈ ખાવી કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક (Benefits) છે. જેથી ચોમાસામાં મકાઈ ડોડા (Corn cob) ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં ઘણા મહત્વના પોષક તત્વો અને ફેટી એસિડ હોય છે. જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે. રોટલીથી લઈ કચુંબર સુધી અલગ અલગ ઘણી રીતે આપણે મકાઈને આહારમાં સમાવી શકીએ છીએ. ફાઇબરથી ભરપૂર મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો (Nutrients) મળે છે.

આંખોનું તેજ વધારે

મકાઈનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. મકાઈના પીળા દાણામાં કૈરોટીનોઈડ નામના પદાર્થ હોય છે. જે આંખોનું તેજ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં રહેલા લ્યુટીન મોતીયા સામે રક્ષણ આપે છે.

પાચન શક્તિ વધે

મકાઈમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે પાચન શક્તિ સુધરે છે અને પાચન સંબંધિત બીમારીઓ દૂર ભાગે છે. મકાઈના સેવનથી કબજિયાતમાં પણ રાહત મળે છે.

આ પણ વાંચો - Career Tips: ધો.12 બાદ કારકિર્દી બનાવવા આ બાબતો પર આપો ધ્યાનવજન ઘટાડવા મદદરૂપ

મકાઈ ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને વારંવાર ભૂખ લાગતી નથી. જેથી વજન ઘટવામાં મદદ મળે છે. મકાઈમાં ખૂબ ઓછી ચરબી અને ઘણો સ્ટાર્ચ હોય છે. વજન ઘટાડવા માંગતા લોકો મકાઈની મદદ લઈ શકે છે.

એનિમિયામાં રાહત આપે

મકાઈનું સેવન કરવાથી એનેમિયાનો ખતરો ઓછો થાય છે. મકાઈમાં વિટામિન 12, ફોલિક એસિડ અને આયરનનું ભરપૂર પ્રમાણ હોય છે. તેનું સેવન કરવાથી લોહીમાં લાલ રક્તકણોનું ઉત્પાદન વધે છે. પરિણામે શરીરમાં રક્તની ઊણપ રહેતી નથી.

રોગપ્રતિકારક શક્તિ વધે

મકાઈમાં રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા વિટામિન બી 6, આયરન, વિટામિન એ, થિયામીન, ઝીંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મકાઈ ખાવાથી થાક અને નબળાઈ દૂર થાય છે અને શરીર મજબૂત બને છે.

આવો રીતે પણ કરી શકાય સેવન

મકાઈ ડોડો ખાવો ન ગમતો હોય તેવા લોકો કોર્ન (Corn) તરીકે તેનું સેવન કરી શકે છે. મકાઈના દાણા અલગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. માર્કેટમાં કોર્ન મળે છે. જેને બાફીને તેમાં ડુંગળી, લીંબુ, ટામેટા, મીઠું અને બ્લેક પેપર નાખીને સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે. શાકભાજી કે ભાત સાથે રાંધીને પણ તેનું સેવન થઈ શકે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો)
First published: August 7, 2021, 11:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading