શું તમે ક્યારેય જાસૂદના ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે? ફાયદા જાણીને જરૂર સેવન કરશો


Updated: March 30, 2021, 6:55 PM IST
શું તમે ક્યારેય જાસૂદના ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે? ફાયદા જાણીને જરૂર સેવન કરશો
જાસૂદના ફૂલોમાંથી બનતી હર્બલ ચાની તસવીર, સૌજન્ય : શટરસ્ટોક

જાસૂદના ફૂલોની ચાનું સેવન કરવાથી બૈક્ટીરિયલ અને વાયરલ ઈંફેક્શનથી રાહત મળે છે

  • Share this:
હિબિસ્કસ ચા (hibiscus Tea) વિશે ક્યારેય સાંભળ્યું છે? શું આ ચા તમે ક્યારેય પીધી છે? હિબિસ્કસ ફૂલ દેખવામાં ખૂબ જ સુંદર હોય છે. પરંતુ તે સુંદર હોવાની સાથે સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પણ પ્રદાન કરે છે. આ હર્બલ ટી ખૂબ જ ગુણકારી છે તથા કેલરી અને કેફીનથી મુક્ત હોય છે. આ હિબિસ્કસ ચા એન્ટી-ઓક્સીડેન્ટ તત્વોથી ભરપૂર છે. અહીંયા હિબિસ્કસ ચાની રેસિપી અને તેના ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે.

બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે

હિબિસ્કસ ચાનું સેવન કરવાથી તમને હાઈ બ્લડપ્રેશરથી રાહત મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવાનું કાર્ય કરે છે. જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તે આ હર્બલ ટીનું સેવન કરે છે. પરંતુ જો તમે લો બ્લડ પ્રેશર રહે છે તો આ હિબિસ્કસ ચાનું સેવન ન કરવું.

વજન ઓછુ કરવામાં લાભદાયી

હર્બલ ટી હિબિસ્કસ ચાનું સેવન કરવાથી વજન ઓછુ કરવામાં લાભદાયી છે. આ ચાનું સેવન કરવાથી શરીરનું વજન અને ચરબી નિયંત્રિત રહે છે. જે લોકો તેમના વધુ વજનને લઈને પરેશાન છે તે લોકો આ હર્બલ ટીનું સેવન કરી શકે છે.

બૈક્ટીરિયલ અને વાયરલ ઈંફેક્શનથી રાહતજાસૂદના ફૂલોની ચાનું સેવન કરવાથી બૈક્ટીરિયલ અને વાયરલ ઈંફેક્શનથી રાહત મળે છે. આ એક પ્રકારની હર્બલ ટી છે, જે શરીરને વાયરલ ઈંફેક્શન અને બૈક્ટીરિયા સામે સુરક્ષા પ્રદાન કરે છે.

તણાવથી રાહત પ્રદાન કરે છે

હિબિસ્કસ ચા પીવાથી તમારો દિવસભરનો થાક અને તણાવ દૂર થાય છે તથા યોગ્ય ઊંધ પ્રદાન કરે છે. હિબિસ્કસ એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર છે, જે તણાવ દૂર કરવામાં સહાયક છે.

હિબિસ્કસ ટી રેસિપી

હિબિસ્કસ ફૂલને ધોઈને તેની પાંખડીઓ અલગ કરીને તેને પાણીમાં ઉકાળી લો. તે પાણીમાં પ્રતિ વ્યક્તિના હિસાબથી હિબસ્કસ ફૂલની પાંખડીઓ ઉમેરીને તેને બે મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેને ગાળીને તેમાં લીંબુનો રસ અને મધ ભેળવી દો. તમારી હિબિસ્કસ ટી તૈયાર છે. હિબિસ્કસ ફૂલને સુકવીને તેનો પાઉડર બનાવીને પણ ચા બનાવી શકો છો. તમે બજારમાંથી તેનો તૈયાર પાઉડર અને હિબિસ્કસ ટી બેગનો પણ ઉપયોગ કરી શકો છો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ ઉપર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ વાતની પુષ્ટી કરતું નથી. જેનો અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
First published: March 30, 2021, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading