ચોમાસામાં મધના સેવનથી થાય છે અકલ્પનિય ફાયદા, આવી રીતે કરો ઉપયોગ


Updated: July 31, 2021, 6:42 AM IST
ચોમાસામાં મધના સેવનથી થાય છે અકલ્પનિય ફાયદા, આવી રીતે કરો ઉપયોગ
Image/shutterstock

health news- મધ (Honey) સુપરફૂડ હોવાની સાથે આયુર્વેદિક દવા તરીકે પણ ઓળખાય છે. મધને આપણે આપણા આહારમાં ઘણી રીતે સમાવી શકીએ છીએ

  • Share this:
Benefits of Honey in Monsoon: ચોમાસા (Monsoon)માં મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મધ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. મધ (Honey) સુપરફૂડ હોવાની સાથે આયુર્વેદિક દવા તરીકે પણ ઓળખાય છે. મધને આપણે આપણા આહારમાં ઘણી રીતે સમાવી શકીએ છીએ. ઘણા લોકો તેને દૂધમાં મિક્સ કરીને પીવે છે, જ્યારે ઘણા લોકો તેનો ઉપયોગ વાનગી બનાવવામાં કરે છે.

સ્વાદથી ભરપૂર હોવાની સાથે સાથે મધ પોષક તત્વોથી પણ ભરપૂર છે. મધ ચહેરાની ચમક જાળવી રાખવા સાથે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. આ ઉપરાંત મધના સેવનથી ઘણા લાભ થાય છે. મધનું સેવન ચોમાસામાં પણ ફાયદાકારક (Benefits) નીવડે છે. અહીં ચોમાસામાં મધના સેવનથી થતા લાભ અંગે વિગતો આપવામાં આવી છે.

આવી રીતે કરી શકાય મધનું સેવન

દરરોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ નાખવું અને ત્યારબાદ તેનું સેવન કરવું.

બે ચમચી મધ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરી તેનું સેવન કરી શકાય છે.

હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવી તેનું દરરોજ સેવન કરી શકાય છે.દરરોજ એકથી બે ચમચી મધનું પણ સેવન કરી શકાય છે.

નવશેકા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી સેવન કરી શકાય છે.

આ પણ વાંચો - August 2021: ઓગસ્ટ મહિનામાં કયા વ્રત-તહેવાર આવી રહ્યા છે, અહીં જુઓ તહેવારોનું લિસ્ટ

મધના કારણે થાય છે આટલા ફાયદા

રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

આંખોની રોશની વધે છે.

કબજિયાતમાં રાહત આપે છે.

ગળાની ખીચખીચ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

થાક અને નબળાઈ દૂર કરે છે.

અનિંદ્રાની તકલીફ દૂર કરવામાં લાભદાયક છે.

શરદી ઉધરસની સમસ્યામાં રાહત આપે છે.

સ્નાયુઓનું ખેંચાણ અને થાક દૂર કરે છે.

પાચન ક્રિયા વધુ સારી બનાવવામાં મદદગાર છે.

મધમાં મળે છે આટલા પોષક તત્વો

મધમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. તેમજ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ, વિટામિન બી, વિટામીન સી, ઝીંક, કોપર, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા અનેક પોષક તત્વો પણ મધમાં મળી આવે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: July 31, 2021, 12:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading