ગરમીઓમાં ભીંડાનું જરૂર કરો સેવન, આંખ, પેટ અને ત્વચાને રાખે છે તંદુરસ્ત, આવા છે ગુણ


Updated: March 24, 2021, 6:05 PM IST
ગરમીઓમાં ભીંડાનું જરૂર કરો સેવન, આંખ, પેટ અને ત્વચાને રાખે છે તંદુરસ્ત, આવા છે ગુણ
ઉનાળામાં ભીંડાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં પણ સરળતાથી ભીંડો મળી રહે છે

ઉનાળામાં ભીંડાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં પણ સરળતાથી ભીંડો મળી રહે છે

  • Share this:
Benefits Of Lady Finger: ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ સારું હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજી ઉમેરવાથી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. ઉનાળામાં ભીંડાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં પણ સરળતાથી ભીંડો મળી રહે છે. મોટાભાગના લોકોને ભીંડાનુ કોરું અથવા તો ભરેલા ભીંડાનું શાક ભાવે છે.

ભીંડામાં પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. પરિણામે ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ભીંડામાં ફાઇબરનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. જેના કારણે પેટની બીમારીઓ દૂર રહે છે. ભીંડા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મહત્વનો ફાળો આપે છે. ભીંડા ખાવાથી ઇન્ફેક્શન લાગવાનું જોખમ ઘટે છે. તો ચાલો આપણે ઉનાળામાં ભીંડા ખાવાથી થતા ફાયદા સમજીએ.

વજન ઘટાડે છે

ભીંડામાં વજન ઘટાડવા માટે મદદરૂપ એવા કાર્બ્સ હોય છે. આ ઉપરાંત ભીંડામાં એન્ટી ઓબેસિટી ગુણ છે. જે વજન ઘટાડવા મદદ કરે છે. માટે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, તેઓએ પોતાના ખોરાકમાં ભીંડાને સામેલ કરવો જ જોઈએ.

આ પણ વાંચો - Bank Holidays: 7 દિવસ બેંકો રહેશે બંધ, જલ્દી પતાવી લો તમારા મહત્વના કામ

ચામડીને રાખે સદાબહાર, નિખાર લાવેભીંડા ખાવાથી ત્વચા સદાબહાર રહે છે. ત્વચા પર નિખાર આવે છે. જો ઉનાળા દરમિયાન તમારી ત્વચા યુવાન દેખાય તેવું ઈચ્છતા હો તો ભીંડાનું સેવન કરવું જ જોઈએ. ભીંડામાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, આ ઉપરાંત બીટા કૈરોટીનના રૂપમાં વિટામિન એ પણ મળે છે. જેનાથી ત્વચા નિખરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ઉનાળા દરમિયાન ભીંડાનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરિણામે અનેક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધે એટલે બીમારીનું જોખમ ઘટી જાય છે.

પેટની તકલીફો રાખે દૂર

ઉનાળામાં અનેક લોકોના પેટમાં ગડબડ થાય છે. આવી સ્થિતિમાં ભીંડાનુ સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર રહે છે. ભીંડામાં મોટા પ્રમાણમાં રહેલું ફાઇબર પાચન શક્તિમાં મદદરૂપ બને છે.

કમ્પ્યુટર સામે બેસી રહેતા લોકો માટે લાભદાયી

ભીંડા આંખોનું તેજ વધારે છે. જે લોકો આખો દિવસ કોમ્પ્યુટર સામે બેસી રહે છે તેમના માટે ભીંડાનુ સેવન ખૂબ ઉત્તમ છે. ભીંડામાં બીટા-કેરોટિન મળી આવે છે, જે આંખોને રોશની વધારવા માટે મદદ કરે છે. ભીંડાથી આંખો સંબંધિત બીમારીઓ પણ દૂર રહે છે.

(Disclaimer: આ લેખમાં પ્રસ્તુત કરાયેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. સૂચનો અને માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.)
First published: March 24, 2021, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading