આ કોફીના રોજ 3 કપ પીવો તો ટાઈપ 2 ડાયાબિટીસ રહી શકે છે દૂર! જાણો શું છે ફાયદા


Updated: March 30, 2021, 2:17 PM IST
આ કોફીના રોજ 3 કપ પીવો તો ટાઈપ 2 ડાયાબિટીસ રહી શકે છે દૂર! જાણો શું છે ફાયદા
ગુણકારી છે ફિલ્ટર કોફી અમે નહીં સંશોધન કહે છે આ વાત

સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, આ કોફી ટાઇપ -2 ડાયાબિટીઝના જોખમને વધતા અટકાવે છે. ટાઇપ 2 દર્દીઓ પર આ કોફીની ખૂબ જ સારી અસર જોવા મળી હતી.

  • Share this:
ટાઈપ 2 ડાયાબિટીસના (Type 2 Diabetes) દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. ત્યારે ડાયાબીટીસની તકલીફથી પીડાતા દર્દીઓ માટે રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. 3 કપ ફિલ્ટર કોફી (Filter Coffee) ટાઇપ-2 ડાયાબિટીસથી દુર રાખતી હોવાનું તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે. જો કોઈ બ્લેક કોફી અથવા તો ઉકાળેલી કોફી પીતા હોવ તો આ રાહત તેમને નહીં મળે.

ઈન્ટરનેશનલ મેડિસિન જનરલમાં પ્રકાશિત થયેલી શોધ મુજબ એનડીટીવીએ અહેવાલ જાહેર કર્યો હતો. સંશોધકોર ઉકાળેલી કોફી અને ફિલ્ટર કોફી વચ્ચેના સંબંધનું અધ્યયન કર્યું હતું. જેમાં સામે આવ્યું કે, કોફી બનાવવા અને તૈયાર કરવાની આ પ્રક્રિયાનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે રહ્યો છે. આ પ્રણાલી જ કોફીને સારી અથવા ખરાબ બનાવે છે.

આવી રીતે મળ્યા પરિણામો

લિબર્ટી ઓફ ટેકનોલોજી અને સ્વીડનની ઉમિયા યુનિવર્સિટીના સંશોધનમાં બાયોમાર્કર્સનો ઉપયોગ કરાયો હતો. શોધમાં ભાગ લેનાર તમામ લોકોના લોહીના નમૂના લેવાયા હતા.જેનાથી મોલિક્યુલ જેવા બાયોમાર્કર્સની ઓળખ કરવામાં આવી હતી. બાયોમાર્કર્સના માધ્યમથી કેટલીક બાબતો સામે આવી હતી. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, ફિલ્ટર કોફી ટાઇપ -2 ડાયાબિટીઝના જોખમને વધતા અટકાવે છે. ટાઇપ 2 દર્દીઓ પર ફિલ્ટર કોફીની ખૂબ જ સારી અસર જોવા મળી હતી. જ્યારે ઉકાળેલી કોફીની અસર ફિલ્ટર કોફીની તુલનામાં નહિવત હતી.

પરિણામ શું આવ્યા?

જે લોકો દરરોજ બે થી ત્રણ કપ ફિલ્ટર કોફી પીતા હોય તેઓમાં દરરોજ એક કપ ફિલ્ટર કોફી પીતા તેવા લોકો કરતા ટાઇપ -2 ડાયાબિટીસ થવાનું જોખમ 60% ઓછું હતું, તેવું અભ્યાસમાં જાણવા મળ્યું હતું.ફિલ્ટર કોફી કેવી રીતે ફાયદાકારક છે

કોફીને ફિલ્ટર કરવાથી તેમાં હાજર ડાયટર્પીન્સ ફિલ્ટરમાં જ રહે છે. કોફીના બધા નુકસાનકારક તત્વો ફિલ્ટર થાય છે. જેથી નાના મોટા દરેક ફાયદા શરીરને થાય છે. જો તમે દરરોજ 2થી 3 કપ ફિલ્ટર કોફી પીતા હોવ તો શરીર તંદુરસ્ત રહેશે.

ડાયાબિટીસના ભરડામાં સપડાતા આવી રીતે બચી શકાય

વજન વધે નહીં તેનું ધ્યાન રાખો.

ખાંડ અને મીઠી વસ્તુઓથી દુર રહો.

કસરત અને યોગ કરો.

ધૂમ્રપાન અને દારૂનું સેવન ન કરો.

રિફાઇન્ડ કાર્બથી બચો.

જીવનશૈલીમાં વ્યસ્ત રહો.

જંક ફૂડ અને પેકેટ ફૂડ ન ખાઓ.

ભોજનમાં ફાઇબરને શામેલ કરો.

(Disclaimer: આ લેખમાં અપાયેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. News18 આની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો)
First published: March 30, 2021, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading