બ્લ્યૂબેરીનું સેવન કરવાથી પેટ રહે છે સ્વસ્થ અને તણાવ થાય છે ઓછો, જાણો તેના અન્ય લાભ


Updated: May 4, 2021, 6:14 PM IST
બ્લ્યૂબેરીનું સેવન કરવાથી પેટ રહે છે સ્વસ્થ અને તણાવ થાય છે ઓછો, જાણો તેના અન્ય લાભ
બ્લ્યૂબેરીના ફાયદા

બ્લ્યૂબેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. બ્લ્યૂબેરીમાં ભરપૂર માત્રામા એન્ટી ઓક્સીડેન્ટ્સ રહેલા છે

  • Share this:
નવી દિલ્હી : બ્લ્યૂબેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ખાટુ મીઠુ લાગે છે. ભારતમાં બ્લ્યૂબેરીને નીલબદરીના નામે પણ ઓળખવામાં આવે છે તથા અનેક પ્રકારની વાનગીને બ્લ્યૂબેરીથી ગાર્નિશ કરવામાં આવે છે. બ્લ્યૂબેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. બ્લ્યૂબેરીમાં ભરપૂર માત્રામા એન્ટી ઓક્સીડેન્ટ્સ રહેલા છે, જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. બ્લ્યૂબેરીના સેવનથી પાચનમાં સુધાર આવે છે, કોલસ્ટ્રોલ ઓછો થાય છે, વજન નિયંત્રિત રહે છે. અહીં બ્લ્યૂબેરીના ફાયદા જણાવવામાં આવ્યા છે.

પેટને સ્વસ્થ રાખે છે

બ્લ્યૂબેરીનું સેવન કરવાથી પેટની અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે. ગરમીમાં ઘણી વાર પેટની સમસ્યા જોવા મળે છે. બ્લ્યૂબેરીનું સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

હાડકા મજબૂત કરે છે

બ્લ્યૂબેરી પોલીફેનોલ્સથી ભરપૂર છે, જે તમારા હાડકા મજબૂત કરે છે. હાડકા મજબૂત કરવા માટે બ્લ્યૂબેરીને તમારી આહાર પ્રણાલીમાં જરૂરથી શામેલ કરવું જોઈએ.

પાચનમાં સુધાર કરે છેબ્લ્યૂબેરીમાં અધિક માત્રામાં રહેલ ફાઈબર છે, જે પેટનો દુખાવો, ગેસ અને પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જે લોકોને પાચનની સમસ્યા રહે છે, તેમના માટે બ્લ્યૂબેરી લાભકારી છે.

વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે

બ્લ્યૂબેરીમાં એન્થોસાયનિન નામનું તત્વ રહેલુ છે, જે મેદસ્વીતાને ઓછી કરવામાં મદદ કરે છે. જે લોકો વજન ઉતારવા ઈચ્છે છે, તેમણે બ્લ્યૂબેરીનું સેવન કરવું જોઈએ.

તણાવ ઓછો કરે છે

બ્લ્યૂબેરીનું સેવન કરવાથી તણાવને દૂર કરી શકાય છે. બ્લ્યૂબેરીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ રહેલા છે, જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.

આંખોને સ્વસ્થ રાખે છે

બ્લ્યૂબેરી આંખો માટે લાભકારી છે. બ્લ્યૂબેરીમાં રહેલ એન્ટી-ઓક્સીડેન્ટના ગુણ મોતિયો, આંખો સુકાવી અને ઈંફેક્શન, તથા ખાસ કરીને રેટિના સંબંધિત બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે.

હ્રદયને સ્વસ્થ રાખે છે

બ્લ્યૂબેરીમાં ફાઈબરની સાથે સાથે એન્ટી-ઓક્સીડેન્ટ પણ રહેલા છે. બ્લ્યૂબેરી ખરાબ કોલસ્ટ્રોલને ઓછો કરે છે. બ્લ્યૂબેરીનું સેવન કરવાથી હ્રદય સ્વસ્થ રહે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતુ નથી, જેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: May 4, 2021, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading