સ્થૂળતાથી બચવું હોય તો ડિનરમાં આ વસ્તુઓ ખાવા પીવાથી દૂર રહો


Updated: June 8, 2021, 11:39 PM IST
સ્થૂળતાથી બચવું હોય તો ડિનરમાં આ વસ્તુઓ ખાવા પીવાથી દૂર રહો
પ્રતિકાત્મક તસવીર

લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. બાળકો પણ ઓનલાઇન અભ્યાસ કરે છે. ઘરમાં કેદ રહેલા લોકો અલગ અલગ વાનગીઓ બનાવે છે. તેનો સ્વાદ માણે છે. જોકે નવું નવું ખાવાનો શોખ ભારે પડી શકે છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી લોકોની પ્રવૃત્તિ પર બ્રેક લાગી ગઇ છે. લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. બાળકો પણ ઓનલાઇન અભ્યાસ કરે છે. ઘરમાં કેદ રહેલા લોકો અલગ અલગ વાનગીઓ બનાવે છે. તેનો સ્વાદ માણે છે. જોકે નવું નવું ખાવાનો શોખ ભારે પડી શકે છે. ઘણા લોકો બિન આરોગ્યપ્રદ ખોરાક લઈ લે છે, પરિણામે વજન વધી જાય છે. અત્યારે ઘણા લોકોને સ્થૂળતાની સમસ્યા સતાવી રહી છે.

વધતા વજનને ઓછું કરવા માટે જેઓ ડાયેટિંગ કરે છે તેઓ માટે એક કેલરી ઓછી કરવી પણ મહત્વનું છે. પરંતુ તમારા વધતા વજનનું સૌથી મોટું કારણ ખરેખર તમારું અનહેલ્ધી ડીનર છે. મોડી રાત સુધી જમવું અને ખાધા પછી તરત જ પથારી પર સુઈ જવાથી આ તકલીફ ઊભી થાય છે. તો ચાલો, સ્થૂળતા ટાળવા ડિનર દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય તે જાણીએ.

ચોકલેટ

ચોકલેટમાં કેફીન સાથે શુગરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેના પરિણામે તમારું વજન વધે છે. જેથી ડિનરમાં ચોકલેટ ખાવાથી દૂર રહેવું જોઈએ.

તળેલો ખોરાક

તળેલા ખોરાકમાં કાર્બ્સ અને ફેટી એસિડ્સ હોય છે. જે એસિડિટી અને વજનમાં વધારો કરી શકે છે. રાત્રે સરળતાથી પચાવી શકાય તેવો હળવો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો.ન્યૂડલ્સ

નુડલ્સમાં કાર્બ અને ફેટ હોય છે. જેથી રાત્રે નુડલ્સ ખાવાથી તબિયત બગડી શકે છે. નુડલ્સમાં ફાયબર ન હોવાના કારણે વજન ખૂબ ઝડપથી વધે છે.

પિઝા-બર્ગર

પિઝા બર્ગરમાં હાઈ કેલરી હોય છે. જેને પચાવવામાં કલાકો લીવરને કલાકો લાગે છે. તેમાં હાજર ચરબી બ્લડ સ્ટીમમાં એકઠા થાય છે. જે ફેટ ટીસ્યુમાં ફેરવાય જાય છે.

સોડા

કેટલાક લોકો રાત્રે જમ્યા બાદ ખોરાક પચાવવા માટે સોડા પીવાનું પસંદ કરે છે. પરંતુ તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. જે પેટની ચરબી ઝડપથી વધારે છે.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો.)
First published: June 8, 2021, 11:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading