ગિલોયનું જ્યુસ શરીર માટે છે અમૃત સમાન, આ રોગ માટે ખુબ અસરકારક, આ રીતે વધારો રોગ્રતિકારક શક્તિ


Updated: April 15, 2021, 6:48 PM IST
ગિલોયનું જ્યુસ શરીર માટે છે અમૃત સમાન, આ રોગ માટે ખુબ અસરકારક, આ રીતે વધારો રોગ્રતિકારક શક્તિ
ગિલોયના ફાયદા

કોરોનાની સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ (immunity) જ કોરોના સામે બાથ ભીડી શકે તેમ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક જડીબુટ્ટી ગીલોય(Giloy)નો સહારો પણ લઈ શકાય

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (ંCoronavirus)ની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોનાથી બચવા માટે રસી (Corona Vaccine) સાથે દવાઓ પણ બજારમાં આવી ચૂકી છે. પરંતુ રસી લીધા બાદ પણ કોરોના સંક્રમણ લાગ્યું હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ (immunity) જ કોરોના સામે બાથ ભીડી શકે તેમ છે. જેનાથી શરીર દરેક વાયરસ સામે લડવા શરીર સક્ષમ બને છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક જડીબુટ્ટી ગીલોય(Giloy)નો સહારો પણ લઈ શકાય છે. ગીલોયના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ સહિતના તત્વનું પણ વધુ પ્રમાણમાં હોય છે. જેનો ઉપયોગ અનેક બીમારીમાં સારવાર માટે થાય છે. ગિલોયમાંથી પાવર ડ્રીંક પણ બને છે. જે રોગ્રતિકારકશક્તિ વધારે છે અને અનેક બીમારીઓથી સુરક્ષા આપે છે.

ગિલોયના પાંદડા જીવાણુઓ અને વાયરસથી ઉત્પન થતી બીમારીઓને જડમૂળથી નાબૂદ કરવાની તાકત રાખે છે. પતંજલિ આયુર્વેદના સંસ્થાપક અને યોગગુરુ સ્વામી રામદેવે કહ્યું છે કે, ગિલોયનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે બિમારી સામે લડવામાં તાકાત આપે છે. ગીલોયનો ઉપયોગ તો દાયકાઓથી થતો આવ્યો છે. તાવની સારવાર તરીકે તેનો ઉપયોગ થાય છે. ગીલોયના ઉકાળાનું લાંબા સમય સુધી સેવન કરવાથી જુનો તાવ મટી જાય છે. વર્તમાન સ્થિતિમાં પણ તેનું સેવન ફાયદાકારક થઈ શકે છે. ત્યારે એનડીટીવીની ખબર મુજબ આપણે અહીં ગિલોયથી થતા ફાયદા અંગે જાણીશું.

આ પણ વાંચોઅળાઈની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો

રક્તશુદ્ધિ કરે છે

ગિલોય કરચલીઓ સામે રક્ષણ આપે છે. ગીલોય એન્ટી ઓક્સડન્ટ જેવા પરિણામો આપે છે. આ સિવાય તે કોષોને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગિલોયનાં પાન શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢે છે. લોહીને સાફ કરે છે. બીમારીઓ સામે લડતા બેક્ટરિયનું રક્ષણ કરે છે. યુરીન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.

પાચન શક્તિ મજબૂત બનાવેગિલોયનું સેવન કરવાથી પાચનતંત્રમા સુધારો થાય છે. આંતરડા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળે છે. દરરોજ અડધો ગ્રામ ગિલોય સાથે આમળાનું ચૂર્ણ મિક્સ કરી લેવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. કબજિયાતની સારવાર માટે ગિલોયને ગોળ સાથે લેવું જોઈએ.

આ પણ વાંચોનોકરી મૂક્યા બાદ EPFમાં પડેલી રકમનું શું? એકાઉન્ટમાં વ્યાજ મળશે? આ રહ્યા મૂંઝવતા પ્રશ્નોના જવાબ

અસ્થમામાં રાહત આપે છે

અસ્થમામાં અને ઉધરસ જેવી શ્વાસ સંબંધિત બીમારીઓમાં ગિલોય ફાયદાકારક રહે છે. લીમડા અને આમળાની સાથે ગિલોયને મિક્સર કરીને લગાવવાથી ચામડી સંબંધી રોગમાં રાહત મળે છે. એક્ઝિમા કે સોરાયસીસ ભાગે છે. કમળા સહિતના અનેક રોગોમાં રાહત આપે છે. સોજો ઓછો કરવા કે આર્થરાઇટિસ જેવી મુશ્કેલીઓમાં પણ ગિલોય રાહત રૂપ સાબિત થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાંત નો સંપર્ક કરો.)
First published: April 15, 2021, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading