ઘરમાં આ ઔષધીય છોડ ઉગાડો અને અનેક બીમારીઓથી રાહત મેળવો


Updated: May 26, 2021, 6:29 PM IST
ઘરમાં આ ઔષધીય છોડ ઉગાડો અને અનેક બીમારીઓથી રાહત મેળવો
ઘરમાં આ ઔષધીય છોડ ઉગાડો અને અનેક બીમારીઓથી રાહત મેળવો Image-shutterstock.com

અનેક પ્રકારના છોડ અને જડી બુટ્ટીઓમાં ઔષધીય ગુણ રહેલા છે. આ ઔષધીય છોડના ઉપયોગથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે

  • Share this:
કોરોના વાયરસની બીજી લહેરની ખૂબ જ ગંભીર અસર જોવા મળી છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો કામ વગર બહાર નીકળતા નથી અને ઘરે રહે છે. આ મહામારીથી બચવા માટે ટ્રિપલ લેયર વાળુ માસ્ક પહેરવું, હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઈઝરથી સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ મહામારીના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે, જેના માટે લોકો અલગ અલગ પ્રકારની વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે ક્યારેક-ક્યારેક ઘરેલુ નુસ્ખા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

અનેક પ્રકારના છોડ અને જડી બુટ્ટીઓમાં ઔષધીય ગુણ રહેલા છે. આ ઔષધીય છોડના ઉપયોગથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. અહીંયા કેટલાક ઔષધીય છોડની માહિતી આપવામાં આવી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તુલસી

લગભગ દરેક ઘરમાં તુલસી હોય છે. તુલસીના પત્તાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે અને શરદી-ઉધરસથી રાહત મળે છે. તુલસીની ચા પીવાથી પેટ સંબંધિત સમસ્યા પણ દૂર રહે છે. શરીર પર થયેલી નાની-મોટી ઈજા પર તુલસીના પત્તાને પીસીને તેનો લેપ લગાવવાથી તે ઘા ભરાઈ જાય છે. તુલસીના પત્તાને મધ સાથે ખાવાથી કફ દૂર થાય છે. તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભુ કરે છે.

આ પણ વાંચો - કોઈને કહેવાય પણ નહીં, સહેવાય પણ નહીં, સ્મશાનમાં નોકરી કરનાર લોકોની આવી છે આપવીતી

ચા નો છોડ (Tea Tree)ચાના ઝાડમાંથી કાઢવામાં આવેલ તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. આ તેલ ખીલ, નાની ઈજા, ડેંડ્રફથી રાહત આપે છે અને નાના જીવજંતુઓ કરડ્યા હોય તો તેને યોગ્ય કરવામાં પણ મદદ કરે છે. ચાના ઝાડનું તેલ હેન્ડ સેનિટાઈઝરનું કામ કરે છે અને જંતુનાશકનું પણ કામ કરે છે. આ તેલ સ્ક્રેપ માટે એન્ટીસેપ્ટીકનું કામ કરે છે.

લેવેન્ડર (Lavender)

આ સુગંધિત ફૂલો તણાવ દૂર કરવાનું કામ કરે છે અને તમને યોગ્ય ઉંઘ પ્રદાન કરે છે. લેવેન્ડરનું તેલ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. ઘરમાં આ છોડ રાખવાથી સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે.

કૈમોમિલ (Chamomile)

કૈમોમિલ ચિંતા, તણાવ, અનિંદ્રા અને કેન્સરને દૂર કરવામાં મદદ કરે છે. કૈમોમિલનો ઉપયોગ કરતા પહેલા તમારે એલર્જી ટેસ્ટ કરાવવો જરૂરી છે. કૈમોમિલ હ્રદય માટે ખૂબ જ લાભદાયી છે. નિયમિત ઉપયોગ કરતા પહેલા ડૉકટરની સલાહ જરૂર લેવી જોઈએ.

ઈવનિંગ પ્રિમરોજ (Evening Primrose)

આ ફૂલનું તેલ મલ્ટીપલ સ્કેલેરોસિસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે. આ પીએમએસ, ત્વચાની સ્થિતિ, મેનોપોઝ, ડાયાબિટીઝ, ન્યુરોપેથી અને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી રાહત આપવામાં મદદ કરે છે.

જિન્કગો બાઈબોલા (Ginkgo Biloba)

જિન્કગો બાઈબોલાને હોમિયોપેથિક ઉપચારમાં સામેલ કરવામાં આવે છે. જિન્કગો બાઈબોલાની મદદથી તણાવ, ચિંતા અને આંખની અનેક પ્રકારની સમસ્યાનો ઈલાજ કરી શકાય છે. જિન્કગો બાઈબોલા બ્લડ સુગરને પણ નિયંત્રિત રાખે છે અને હાડકાઓને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. જિન્કગો બાઈબોલાના પત્તા, ડાળીઓ અને મૂળ સહિતના તમામ તત્વોનો ઉપયોગ કરી શકાય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી, તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: May 26, 2021, 6:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading