લો બ્લડ પ્રેશરની છે સમસ્યા તો કરો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે આરામ


Updated: June 15, 2021, 11:39 PM IST
લો બ્લડ પ્રેશરની છે સમસ્યા તો કરો આ ઘરેલું ઉપાય, તરત જ મળશે આરામ

  • Share this:
Home Remedies For Low Blood pressure: આપણે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા વિશે તો ખૂબ સાંભળ્યુ છે પરંતુ આપને જણાવી દઇએ કે જો તમારું બ્લડ પ્રેશર નોર્મલથી ઓછું છે તો આ પણ એક ચિંતાનો વિષય છે. તે તમારા સ્વાસ્થ્ય ખૂબ ખરાબ સાબિત થઇ શકે છે. બ્લડ પ્રેશર જ્યારે 120/80 રહે છે તો તે નોર્મલ કેટેગરીમાં આવે છે, પરંતુ જ્યારે તે ઘટીને 90/60 પર આવી જાય છે તો આ હાઉપોટેન્શન કે લો બ્લડ પ્રેશર કેટેગરીમાં આવે છે. હેલ્થલાઇન અનુસાર શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે જરૂરી ઓર્ગન જેમ કે બ્રેન, હાર્ટ, લંગ, કિડની વગેરે સુધી સરખી રીતે લોહી અને ઓક્સિજનની સપ્લાઇ થઇ શકતી નથી. જેની અસર આ ઓર્ગન્સ પર પડે છે અને ઘણી વાર હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક સુધી વાત પહોંચી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે આ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો.

1. નાના નાના ટુકડાઓમાં કરો ભોજન

બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનરમાં જો તમે ભારે ખોરાક લો છો તો સારું રહેશે કે તમે તમારા કુલ ભોજનને 5થી 6 ભાગમાં વહેંચી દો. ભોજન વચ્ચે લાંબો સમય ન રાખો. પ્રેશર ફોલ ન થાય તે માટે નાના નાના ટુકડાઓમાં દિવસભર કંઇકને કંઇક ખાતા રહો. આ ઉપાય તમે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે પણ કરી શકો છો.

2. મીઠાનું સેવન

વધુ પ્રમાણમાં મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, પરંતુ જે લોકોને લો બ્લડ પ્રેશર રહે છે તેમને મીઠાની જરૂર રહે છે. તેમને નેચરલ સોલ્ટ સિવાય દિવસ દરમિયાન એક ચમચી મીઠાનું સેવન કરવું જોઇએ. જો તમે ગરમીમાં એક્સરસાઇઝ વગેરે કરો છો, તો હંમેશા લીંબુ પાણીમાં ચપટી મીઠું નાખી હંમેશા સાથે રાખો અને પીવો. જો તમે લો ફીલ કરો છો તો તુરંત આ ડ્રિંકનું સેવન કરો તમને રાહત મળશે.

3. વધુ પાણી પીવોજ્યાં સુધી શક્ય હોય વધુ પ્રવાહીનું સેવન કરો. દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લીટર પાણી પીવો અને આ સિવાય નારિયેલ પાણી, આમ પન્ના, લીંબુ પાણી પણ પીતા રહો.

4. કોફી પીવો

જો તમારું બીપી લો થઇ રહ્યું છે તો તુરંત કોફી કે ચા પીવો. તે ટેમ્પરરી તમારા બ્લડ પ્રેશરને નોર્મલ કરશે અને તમે સારું મહેસૂસ કરશો.

5. તુલસી પાન

તુલસીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન સી હોય છે જે બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે. તેવામાં જો તમારું બીપી લો થાય તો 4-5 તુલસીના પાન ચાવી લો. તરત જ રાહત મળશે.

6. બદામ મિલ્ક

રાત્રે 4થી 5 બદામને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પાણીમાં ઉકાળી ઠંડુ કરો અને ક્રશ કરીને પીવો. તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરશે.

7. દ્રાક્ષ

દ્રાક્ષને રાતભર પાણીમાં પલાળીને રાખો અને સવારે તેનું સેવન કરો. બ્લડ પ્રેશર ફોલ નહીં થાય.
Published by: kuldipsinh barot
First published: June 15, 2021, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading