કોરોનાકાળમાં આ રીતે વધારો તમારા ફેફસાની કેપેસિટી, શરીરમાં ઓક્સિજનની સપ્લાઇ થશે વધુ સારી


Updated: June 15, 2021, 11:27 PM IST
કોરોનાકાળમાં આ રીતે વધારો તમારા ફેફસાની કેપેસિટી, શરીરમાં ઓક્સિજનની સપ્લાઇ થશે વધુ સારી
કોરોનાકાળમાં ફેંફસા મજબુત થવા ખુબ જરૂરી છે. Image Credit : Shutterstock

તમે બ્રિધિંગ એક્સરસાઇઝ, કાર્ડિયો એક્સરસાઇઝ વગેરે કરીને તેની કેપેસિટી વધારી શકો છો અને જીવનશૈલીમાં બદલાવ લાવી ફેફસાને સપોર્ટ આપી શકો છો.

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીના કપરા સમયમાં લોકો ફેફસા મજબૂત રાખવાની સલાહ આપે છે. ફેફસા આપણા શરીરને શુદ્ધ ઓક્સિજનથી ભરે છે અને તેના દ્વારા જ શરીરની દરેક ક્રિયા નિર્ભર રહે છે. તેવામાં જો વ્યાયામ દ્વારા તેને આપણે મજબૂત રાખીએ તો કોરોના સંક્રમણ બાદ પણ શરીરમાં ઓક્સિજનની આપૂર્તિ માટે ફેફસા અગાઉથી જ તૈયાર રહેશે. તેના માટે તમે બ્રિધિંગ એક્સરસાઇઝ, કાર્ડિયો એક્સરસાઇઝ વગેરે કરીને તેની કેપેસિટી વધારી શકો છો અને જીવનશૈલીમાં બદલાવ લાવી ફેફસાને સપોર્ટ આપી શકો છો. તો આવો જાણીએ ફેફસાની કેપેસિટી વધારવા ડેલી રૂટીનમાં શું કરવું જોઇએ.

આ રીતે કરો બ્રિધિંગ એક્સરસાઇઝ

એક હાથ તમારી છાતી અને બીજો હાથ તમારા પેટ પર રાખો. નાકથી શ્વાસ લેતા સમયે ફેફસામાં હવા ખેંચો અને ધ્યાન રાખો કે આ સમયે પેટ ફૂલવું જોઇએ. ત્યાર બાદ શ્વાસ છાતીમાં ભરી લો. તેને 5થી 20 સેકન્ડ હોલ્ડ કરો અને ફરી પેટ સંકુચિત થાય ત્યાં સુધી મોઢાથી ધીમે-ધીમે શ્વાસ છોડો. તેને પાંચ વખત રીપીટ કરો. તેનાથી તમને ખ્યાલ આવશે કે એક વારમાં તમે કેટલી હવા ખેંચી શકો છો. તેનાથી વધુ ઊંડો શ્વાસ લેવાનું શીખવામાં મદદ મળશે. રોજ શ્વાસ રોકવાના સમયને વધારતા જાવ.

કાર્ડિયો એક્સરસાઇઝ કરો

દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરો. એવી કાર્ડિયો પસંદ કરો જે હાર્ટ રેટ વધારી શકે અને જેનાથી શ્વાસ ઝડપથી લેવાય. કાર્ડિયો હાર્ટને મજબૂતી આપી ફેફસાના ફંક્શનને સુધારે છે. એક સ્ટ્રોંગ હેલ્થી હાર્ટ લોહીને વધુ સારી રીતે પંપ કરી શકે છે અને ઓક્સીજનને શરીરમાં લઇ જાય છે. તે માટે તમે એરોબિક્સ, સાઇક્લિંગ, જોગિંગ, ડાન્સ, વોટર એરોબિક્સ અને જમ્પિંગ જેક્સ, લેગ લિફ્ટ્સ કરો.

હસો અને ગાઓહેલ્થી ફેફસા માટે જોર જોરથી હસવું અને ગાવું જરૂરી છે. તે તમારા ફેફસાની ક્ષમતા વધારે છે અને તમારા શરીરમાં વધુ ફ્રેશ એર જાય છે. ગીત ગાવા માટે ડાયાફ્રામની માંસપેશિયો કામ કરે છે, જેનાથી ફેફસાની કેપેસિટી વધે છે.

ફૂંકવાથી વાગત ઇન્સ્ટ્રૂમેન્ટ વગાડો

વિંડ ઇન્સ્ટ્રૂમેન્ટ મનોરંજન તો આપે જ છે સાથે જ તમારા ફેફસાની નિયમિત કસરત પણ કરાવે છે, લાકડાની વાંસળી કે વાંસના ઇન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કરો.
First published: June 15, 2021, 11:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading